________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
યુગપ્રધાન કેઈની શેહ, કે કેઈનેયે પક્ષપાત નથી સહે. બધાએ કહ્યું– તારા પુત્રને હાથે કરીને સોંપ્યો છે, હવે તારે પાછો માંગવાનો હક્ક જ નથી.
પરતુ સુનંદા કાંઈ કાચી માટીની ન હતી. એણે રાજા પાસે ધા નાખી ગમે તેમ થાય પણ મારો બાળક-મારો વજી મને પાછો અપાવે. રાજાએ એની બધી વાત સાંભળી. એના માતૃહૃદય ઉપર રાજાને દયા આવી. રાજાએ કહ્યું જે બન્યું તે બધું બન્ને પક્ષ મૂકી ઘો અને હું ન્યાય આપું તે બન્ને માનવા તૈયાર થાઓ ! આવતી કાલે રાજસભામાં બાલક, તેની માતા સુનંદા અને પિતા આર્ય ધનગિરિ–એ બધા આવે. બાલકને હું કહીશ-જેની પાસે જવું હોય તેની પાસે જાય. જેની પાસે જાય એને એ બાલક !
સુનંદાને ખાતરી હતી કે આટલા દિવસ મેં તેને ધવરાવ્યો છે, રમાડ્યો છે એટલે તે મારી પાસે જ આવશે. છતાં બાલકને ખેંચવા અનેક જાતનાં વિવિધરંગી નાનાં મોટાં રમકડાં અને મનગમતાં મીઠાઈ મેવા, કપડાં વગેરે એ પિતાની સાથે લઈ ગઈ. આર્ય ધનગિરિ પણ બાલોપયોગી એવી સાધુનાં ઉપકરણો લઈ આવી પહોંચ્યા હતા.
આખી રાજસભા ચિકાર ભરાઈ છે. બાલક રાજસભામાં રમે છે. રાજાનો હુકમ થતાં જ માતાએ બાળકને પોતાની પાસે બોલાવવા માંડે. પ|વજ તે શાંત ધીર ગીની માફક અચલ જ બેસી રહ્યો. ઘણુંયે રમકડાં, મીઠાઈઓ, કપડાં બતાવ્યાં, પરંતુ વજી તો વજીની માફક અભેદ્ય જ રહ્ય; ન હાલ્યો કે ન ચાલ્યો. રાજાએ પણ વજને કહ્યું બેટા ! તારી મા તને બોલાવે છે. તું જે તે ખરે તને રમવાને કેવાં રમકડાં લાવી છે? અરે, તારા માટે તારી મા કેવો મીઠે લાડુ લાવી છે.
આમ રાજાએ, રાજરાણીઓએ અને સુનંદાએ વજકુમારને ઘણો ઘણું સમજાવ્યો, પરંતુ બાલક વજી આંખનો ખૂણે પણ ઉંચે ન કર્યો. એ સમજતો હતો–આ અપૂર્વ સમય હતો, આ ઘડી ચૂક્યો તો ચોરાશીના ચક્કરમાં ફસાવાનું હતું. છેલ્લે રાજાએ આર્ય ધનગિરિને લાવ્યા, અને કહ્યું: મુનિવર ! હવે આપ આ બાલકને બોલાવો !
ધનગિરિજીએ નાના પાત્રો, નાની પુંજણ, નાનો રજોહરણ, નાને ડાડો વગેરે મૂકયું. ત્યાં તો બાલ વજી ઊઠે, રજોહરણ લઈ ખૂબ નાઓ અને ગુરુના ચરણારવિંદમાં હસતો જઈને ઊભો.
સભાઓ અને રાજાએ ફેંસલો આપેઃ પુત્ર એના પિતા પાસે જ રહેશે. સુનંદા હારી, થાકી. આખરે એનાં અજ્ઞાનપલો દૂર હટી ગયાં. એને થયું જે માગે મારા બંધવ આર્ય સમિતિ ગયા, જે માર્ગે મારા પતિદેવ ગયા, અને જે પંથે વિચારવાનું પુત્રે પસંદ કર્યું એ જ માર્ગ મારા માટે કલ્યાણકારી છે.
છેવટે સુનંદાએ દીક્ષા સ્વીકારી. ત્રણ વર્ષના બાલક વજને પણ દીક્ષા આપવામાં આવી. એની માતાના આગ્રહથી તેના રક્ષણની યોગ્ય વ્યવસ્થા ખાતર બાલક સાધુ વજસ્વામીને સ્વાધ્વીજીના ઉપાશ્રયે રાખવામાં આવ્યા. ભવિષ્યના જન સંઘના મહાન નાયક, જન્મથી જ સાધુ, આ વજીસ્વામી આઠ વર્ષની ઉમ્મર સુધી સાધ્વીજીથી પાલન કરાયા, સંસ્કાર પામ્યા, જ્ઞાનનિધિ પામ્યા અને એકાદશાંગી ભણ્યા. જય હો એ ચારિત્રરાજને ! (ચાલુ)
For Private And Personal Use Only