________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
જેન આચાર પાય અચેતન સ્વરૂપ છે. જીવ સહિત ચર અથવા પાંચ અરૂપી છે અને એક પુદ્ગલ રૂપી મૂર્ત અથવા બહિરિક્રિય ગ્રાહ્ય છે. જીવની જેમ તે બધાં પણ અનાદિ અનંત છે. જેને તત્વજ્ઞાન મુજબ ઈશ્વર તે સકલકમ મૂક્ત જીવ પોતે જ છે. કર્મના આવરણ નીચે રહેલ છવ સંસારી છે અને કર્મના આવરણ રહિત બનેલો તે જ જીવ સિદ્ધ, અથવા ઈશ્વર અથવા સર્વ શક્તિમાન છે. જીવને કર્મ રહિત બનવાના ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંવર, નિર્જરા કે રાગાદિ દોષોને પ્રતિપક્ષભૂત ભાવના અને સ્થાન છેશ્રી જિનેશ્વર
એ ફરમાવેલું આ હરવજ્ઞાન છે અને એનું ગ્રહણ, ધારણ, મનન, પરિશીલન એ જ જૈન વિચાર છે. એ વિચારને જણાવનાર શબ્દ કે (શદસમૂહ૫) વાકય કે (વાકયસમૂહરૂ૫) શાસ્ત્ર, એ જૈન શાસ્ત્ર છે. અને એ કારમાં અને શાસ્ત્ર વગેરેથી જે કોઈ પણ વિલક્ષણતા કે વિશિષ્ટતા રહેલી હોય, તે તે તેના સાપેક્ષપણને સ્વીકારમાં છે. જેને તત્વજ્ઞાન મુજબ કોઈ પણ શબ્દ કે તેના ઉપરથી નિઢળત કોઈ પણ અર્થ નિરપેક્ષ (absolute) નથી, કિન્તુ સાપેક્ષ (relative) છે. એ સાપેક્ષતાને જણાવવા માટે ‘સ્માત’ શબ્દ પ્રત્યેક શબ્દ, શબ્દસમૂહ કે વાકય સમૂહની સાથે જોડાયેલે માનીને જ વ્યયવહાર કરવામાં આવે છે. તેથી સત્યની એક પણ બાલ છૂટી જતી નથી કે અસત્યની એક પણ બાજુનું સમર્થન થઈ જતું નથી. સત્યને જાણવા કે જણાવવાની, સમજવા કે સમજાવવાની આ પહતિને જૈન તત્ત્વજ્ઞાનમાં “સ્થાદ્વાદ પતિ' કે “નેકાન્તવાદની પતિ' તરીકે ઓળખાવવામાં આવે છે, અને તેથી એકાંત કોઈ પણ પક્ષનો આગ્રહ કે અનાદર જૈન તત્વજ્ઞાનમાં કદાપિ હેત નથી. જૈન તત્વજ્ઞાનને વિરાધ હેય તે તે એતિ હરિબિન્દુની સામે હોય છે, નહિ કે કોઈ પણ વાકય કે તેના સમૂહની સામે. વિશ્વ અને તેમાં રહેલ ૫દાર્થો અનંત ધમમય છે, તેને જવનાર બધા દૃષ્ટિબિન્દુઓને જૈન તરવજ્ઞાન અનેકાત દષ્ટિથી માન્ય રાખે છે, તથા એકાત દષ્ટિથી અમાન્ય ઠરાવે છે.
જન અચારોનું વાતર અનેકાન્ત દૃષ્ટીમય જૈન વિચારમાંથી થયેલું છે. અને તેથી જ તે જીવનશુદ્ધિનાં બધાં અગાને અપનાવનારું છે. તે કેવળ શારીરિક શૌચમાં વાચિક અત્યમાં કે માનસિક પવિત્રતામાં કે હાર્દિક ભાવ અને તેની શુદ્ધિમાં જ રહેલું નથી, કિન્તુ તે સર્વમાં અને તે સર્વની પાછળ રહેલા માત્મદ્રવ્યની સમગ્ર (integral) શહિમાં રહેલું છે. આત્મદ્રવ્યની શુદ્ધિ તેના ગુણની શુદ્ધિ કે પ્રકટીકરણમાં રહેલી છે તેથી આત્માના મુખ્ય ગુણોની સંખ્યા મુજબ જૈન આચારની મૂળ સંખ્યા પણ પચની જ રાખવામાં આવી છે. જે તત્વજ્ઞાન મુજબ આત્માના મુખ્ય ગુણો. પાંચ છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીયે. અને તેથી જેન આચાર પણ પાંચ જ છે–જ્ઞાનચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જ્ઞાનાચારના આઠ પ્રકાર છે, દર્શન ચારના આઠ પ્રકાર છે. ચારિત્રાચારના આઠ પ્રકાર છે. અને તપાચારના બાર પ્રકાર છે. એ રીતે પ્રથમ ચાર આચારના કુલ છત્રીસ પ્રકાર છે. અને એ છત્રીસ પ્રકારમાં જીવતું મનવચન-કાયાનું છતું બળ અને વીર્ય, શારીરિક અને વાચા બળ તથા માનસિક અને આત્મિક વીર્ય વાપરવાનું હોય છે. તેથી ૩૬૪૩= ૧૦૮ પ્રકારના આચારનું પાલન જન શાસ્ત્રોમાં ફરમાવેલું છે. એ પાંચ આચાર અને તેના ૩૬ તથા ૧૦૮ પ્રકાર અને તેને રિમાવતી ગાથાઓ આવશ્યકસૂત્રકાર શ્રુતકેવળ ભગવાન શ્રી સુધર્માસ્વામી અને
For Private And Personal Use Only