________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ ધનગિરિ જ જોઈ લે. બેટા, તું તારી માને સાચવજે. તારા પિતાની જેમ એને એકવી મૂકી સાધુ ન થઈ જતો.
બાળક બધાની સામે જોઈ આ બધું સાંભળી રહ્યો હતો. બધાના ચેનચાળા અને હાવભાવ જોતાં તેમ જ શબ્દ સાંભળતાં એને જતિ-સ્મરણ જ્ઞાન થયું તેને પિતાને પૂર્વ ભવ યાદ આવ્યા. હેહ, હું પૂર્વભવે વૈશ્રમણને સેવક તિર્યક્રમક દેવ હ. એક વાર અષ્ટાપદ પર્વત પર યાત્રાએ ન હતો. ગણધર ભગત શ્રી ગૌતમામીએ મને પુંડરી: અધ્યયન સંભળાવ્યું હતું. હું દેવલોકમાંથી ગ્રેવીને અહીં આવ્યો છું મારા પુતશાળી પિતા આત્મકલ્યાણના પથે વિચરી, સાધુ બની, આત્મકહાણ સાધી રહ્યા છે. મારા પણ પિતાના પંથે જ વિચારવું જોઈએ. “માન ન ઘરથા” પરંતુ આ માતા મને એમ દીક્ષા લેવાની રજા કેમ કરી આપે ? એ રજા તે (કારે જ આપે કે જ્યારે હું એને કાયર કરું; મારા ઉપર રાગ, પ્રેમ, સનેહ એ છે થાય એવું કર્યું. બાળકે પોતાનો માર્ગ નકી કરી લીધો, આ બધું સાંભળતા હસતા બાળક હવે દડા લો. બસ, આ દિવસ રહયા જ કરે. જાણે સંસારથી-જન્મ જરા અને મૃત્યુથી ડરીને કહેતો હોય તેમ તેણે રડવાનું જ શરૂ કર્યું. સુનંદા તેને ધવરાવે તેવે રડ, ન ધવરાવે છે કે, પારણામાં નખીને હીંચોળે તે રડે, નીચે સુવાડે તેયે રડે, ન તે માતાને શાંતિથી બેસવા દે, ન ખાવા દે; ન ઊંધવા દે. ન કયાંય જવા દે. આખરે માતા કંટાળી. આ તે બાપ જેવો છે. બાપનેય રોજ દીક્ષા દીક્ષાને દીક્ષા જ થતી. હવે તો એ આવે તે આને આપી દઉં. હું તે આનાથી કંટાળી. એક વાર ખૂબ કંટાળીને એણે બાળકને સંબોધીને કહ્યું બેટા! હવે છાને રહો જ. તને દીક્ષા અપાવીશ, તારા બાપને સોંપી દઈશ, બસ આ સાંભળતાં જ બાળક
તે બંધ થઈ ગયે. સુનંદા ચમકીઃ હે, આ બાળક દીક્ષાનું સમજે છે એમ? શું એના બાપની જેમ આ પણ મને છોડીને ચાલ્યો જશે? અરેરે, મારા ભાગ્યમાં શું લખાયું છે? બેટા! તું છાને રહો જ. આપણે બન્ને દીક્ષા લઈશું. અરેરે, આ છોકરો ગર્ભમાં આવ્યો ત્યારથી દીક્ષા સિવાય બીજી કોઈ વાત જ સાંભળી નથી. હું કેવી મૂખી છું, આટલો આટલો ઉપદેશ એમને સાંભળે, ઉત્તમ પુરના–મહર્ષિઓનાં ચરિત્ર વાં; છતાં અને કેમ વૈરાગ્ય ન આવ્યો? બેટા, તું છાને રહે! તને દીક્ષા અપાવી. રીક્ષાનું નામ સાંભળોને બાળક રડતો બંધ થઈ જતો. આખરે આ રડવાની વિધિમાં બાલકનો જય થશે. માતાએ નક્કી કર્યું–હવે એ આવે તે એમને છોકો એમ સેપી દઉં. આ બાજુ હિગિરિસરિ, આર્ય સમિત, આર્ય ધનાગરિ વગેરે વિચરતા વિચરતા બવન શહેરને પાસે આવી ઉદ્યાનમાં ઊતર્યા. ગોચરીના સમયે (બન્ને મિત્રો અને સાળા બનેવી એવા) બાય સમિત અને આર્ય ધનગિરી ગૌચરી માટે તૈયાર થયા, ગુરુ ને વિનયથી પૂછયું: ભગવંત! આ૫ આજ્ઞા આપો તો અમે માસમાં જઈએ. અહીં અમારા સ્વજનો પરિચિતો છે, તેમને ઉપદેશ આપીશું. આ જ સમયે પક્ષીએ શુભ શુકન કર્યા. જ્ઞાની ગુરુદેવે ફરમાવ્યું; મહાનુભાવો! ખુશીથી ગૌચરી જાઓ. આજે તમને મહાન લાભ થશે. તમારા કુટુંબી પાસેથી જે કાંઈ સચિત્ત કે ચિત્ત મળે તે લાવજે.
અને મુનપુંગવ ઈસમિતિનું રક્ષણ કરતા શહેરમાં આવ્યા. બન્નેએ નક્કી કર્યું. પહેલાં સુનંદા પાસેજ ચાલે, જય સુનંદાના ઘર તરાના ફળીયામાં ગયા કે એ બન્નેને ઓળખ્યા.
For Private And Personal Use Only