SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન લેખક-શ્રીયત મેહનલાલ દીપચંદ શેકસી. (ગતાંકથી ચાલુ) નવ તત્ત્વમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ રૂપ છ વસ્તુને જીવન લક્ષણરૂપ કહી છે. એ છયેને વિકાસ વ્યક્ત કે અવ્યક્ત જેમાં હેય તે જીવ છે. એથી વિપરીત દશામાં જે જોવાય છે તે સર્વને સમાવેશ અછમાં થાય છે. અજીવને ઓળખવાનું મુખ્ય ચિત “ચેતનાને અભાવ' છે. અચેતન-જા-અછબ આદિ તેને જુદા જુદાં નામો છે. નીચે પ્રમાણે એના પાંચ ભેદ પાડવામાં આવ્યા છે- ૧. ધમાં તણાય, ૨. અધર્મીતિકાય, 8. આકાશાસ્તિકાય, ૪પુદગલાસ્તિકાય અને ૫. કાળ એમાં ઉપર વર્ણવી ગયા એ છવાસ્તિકાય ભેળવતાં સંખ્યા છની થાય. એને જ પદ્રવ્ય કે ઓળખવામાં આવે છે. અને જેન સાહિત્યના ગ્રંથમાં એ સંબંધી વિસ્તારથી કહેવામાં આવ્યું છે. અંતકાય એટલે પ્રદેશોને સમૂહ. પ્રત્યેક જીવને અસંખ્ય પ્રદેશો છે. અને તેવી જ રીતે ધર્મ અને અધર્મ રૂપ દ્રવ્યોના પણ છે. આકાશ દ્રવ્યના પ્રદેશો અનંતા છે, અને પુદ્ગલ દ્રવ્યના સંખ્યાતા, અસંખખાતા અને અનંત પ્રદેશ છે. કર્મને સમાવેશ આ પુદગલ દ્રશ્યમાં થાય છે. કેવળ કાળ દ્રવ્ય એક જ એવું છે કે જેને પ્રદેશો હેતા નથી. એ કારણે એની ગણના અસ્તિકાય યાને સમૂહમાં કરાતી નથી. અનામત યાને ભવષ્ય કાળ અનુકન્ન હોવાથી તેમ જ ગત યાને ભૂતકાળ વિનષ્ટ થઈ ગયેલ હેવાથી અને વર્તમાન સમય પ્રદેશ રહિત હેવાથી માત્ર નવાજૂનાની અપેક્ષાને આશ્રયી એ દ્રવ્ય કાય છે. ચૌદ રાજલોકમાં ઉકત પાંચે અરિતકાયનું અસ્તિત્વ છે. વિશેષતા એટલી છે કે આકાશ અરિ કા સદૂભાવ એની બહાર અલકમાં પણ છે તેથી આકાશ દ્રવ્યના લકાકાશ અને અલકાશ રૂ૫ બે ભેદ પડે છે. અહીં ધર્માસ્તિકાય અને અધમીતિકાય ૨૫ જે બે પદાર્થની વાત કરવામાં આવી છે તેને ધર્મ અર્થાત પુણ્ય અને અધર્મ અર્થાત પાપ અથવા તો શુભ-અશુભ કર્મો સાથે કંઈ સંબંધ નથી. એને શબ્દાર્થ એ થાય છે, છતાં એ અર્થમાં અહીં લેવાના નથી. બીજા કોઈ દર્શનમાં આ પ્રકારના પદા બતાવાયા નથી, છતાં હવે પછી એ અંગે જે વ્યાખ્યા બાંધવામાં આવી છે એ જોતાં સહજ જણાશે કે અગમમાં કહેલ આ પદાર્થો સહેતુક છે. ૧. ધમસ્તિકાય-જીવ–પુદ્ગોને ગતિ કરવામાં સહાયક છે. ૨. અમસ્તિકાય-છવ-પુદ્ગલેને સ્થિત થવામાં સહાયભૂત છે. તાક પાણીમાં માછલું ગતિ તો સ્વબળે કરે છે, છતાં પાણીની એને જે પ્રકારની સહાય જરૂરી છે તે પ્રકારની ધર્માસ્તિકાયની સહાય જીવપુદ્ગલ સંબંધમાં છે. માર્ગે ચાલી રહેલ મુસાકરને થાક લાગતાં જ વિશ્રામ લેવાનું મન થાય છે. એ વેળા એકાદ વૃક્ષની શીળી છાયા નજરે પડતાં જ એ થામ છે તેમ જીવ–પુદગલમાં સ્થિત થવાની શક્તિ પિતાની છે, પણ વૃક્ષની છાયા માફક અધમસ્તિકાય સહાય રૂપ બને છે. આ બન્ને પદાર્થનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે તે અલકામાં છવ–મુગલકાં તે સદાકાળ ગતિ કર્યા કરવાને પ્રસંગ અ વે અથવા તે એક જ સ્થિતિમાં રહેવા જણું બને. ચૌદ રાજલક પર્યત ઉભય દ્રમ્પને હરાવ હોવાથી છવ-પુલા માટે એ આખરી રસ્થાન છે. એ ઉપરથી ઉભય પદાર્થનું અસ્તિત્વ તસિહ છે. અલકાકાશમાં માત્ર એકલું આકાશ દ્રવ્ય જ છે. For Private And Personal Use Only
SR No.521625
Book TitleJain_Satyaprakash 1946 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy