________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ [૬] હે માતાપિતા. સ્થાવર પૃથ્વી, અપૂ, તેલું, વાઉ અને વનસ્પતિકાય) અને ત્રસ (બેઇન્દી, તે ન્દી, ચરીન્દી, અને પચેન્દ્રી) ના ભવમાં ટાઢ, તાપ, ભૂખ, અને તૃષાદિક અશાતા વેદનીય સહન કરી છે, આંખ મીચીન ઉઘાડીએ એટલી વાર પણ શાતાવેદની એટલે સુખ ભોગવ્યું નથી.
[] માટે હે માતાપિતા ! આવાં આવાં ઉત્કટ દુઃખ આગળ દીક્ષાનાં દુઃખા શા હિસાબમાં છે? આત્મા જ્યાં પ્રબળ થયો કે તેને તો તે (સંયમનાં) દુઃખ સુખરૂપે ભાસે છે. અને જ્યાં સુધી સંયમનાં કષ્ટો નહીં સહીએ ત્યાં સુધી અજરામર પદ દૂર જ છે. તીર્થકરો, ચક્રવતીઓ, મહપીઓ અને મહાપુરુષાએ પણ જયારે સંયમનાં કષ્ટો સહન કર્યા ત્યારે જ ભવનો અંત કરી શક્યા અને પ્રાંતે પરમ પદને પામી શક્યા. માટે હું પુનઃ પુનઃ આપને નમ્રપણે કહું છું કે રાપ આપના પુત્રનું કલ્યાણ ઈચ્છતા હા, આપના પુત્રને પરમ પદનો ભાગી બનાવવા હોય, આપના પુત્રને જન્મ જરા મરણાદ બંધનો દૂર કરાવવાં હોય, તે પ્રજ્યાના પુનિત પંથે વિચરતા સુખ પૂવક અનુર્માત આશા આપશે.
પુત્રનાં આવા વૈરાગ્યવાહી વચનાએ માતા પતાના હૃદય પર સચોટ અસર કરી. ૫ માતાપિતાની ફશ સમાવટ
એટલે માતાપિતાએ મૃગાપુત્રને કહ્યું કે, ભલે તું સવમના પુનિત પંથે પ્રયાણ કર, પણ તું સુકુમાર પ્રકૃતિની માનતો છા, પગન. પઢનારા , બત્રીસ રાજકમારીનો ભરથાર છે, રાજ્યની ઋદ્ધ સિદ્ધિને ભોગવનારા છા, ભાવીને સમ્રાટ છે, સુખ સાહ્યબીથી પરિવરલે છો. ભર અત્યારે તું નીમી હોવાથી આ સર ને તિલાંજલી દઈ દે, પણ કદાચ દીક્ષામાં તું રોગથી ઘેરાઈ જઈશ, તા તારી ત્યાં સારસંભાળ કોણ કરશે ? ઔષધાદિ કોણ આપશે? તારી ખબર કોણ લેશે કે અહીં તો હજારો નાકર-ચાકરો ખમાખમા કરે છે, વિદ્યા હાજર ને હાજર છે. ઓષધી તયાર છે. ત્યાં તે આમનું કંઈ પણ નથી. શરીરનો ભરોસો નથી કે કયારે રોગથી ઘેરાય. માટે હે પુત્ર ! દીલામાં તો કદાચ ઔષધા મળે તો પણ તેનો ઉપયોગ કરાતા નથી તેથી દીક્ષાની માગ કલર્ટ છે. ૬ મૃગપુત્રને વિજયઃ સંયમનો સ્વીકાર અને પાલન
માતાપિતાનું કથન સાંભળી મૃગાપુત્ર કહ્યું કે, હે માતાપિતા ! આપે જે કર્યું તે સત્ય છે. પણ હું આપને પૂછું છું કે અરણ્યમાં રહેલા હરણિયા તથા અન્ય પક્ષિઓને
જ્યારે રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે તેમના રોગની ચિકિત્સા કોણ કરે છે? કયા વૈદ્ય તેમની સારસંભાળ લે છે ? -જેમ મૃગ સ્વેચ્છાએ એકલે અરણ્યમાં ભ્રમણ કરે છે, તેમ હું પણ સત્તર પ્રકારનાં સંયમ અને બાર પ્રકારનાં તપ વડે વીતરાગ પ્રભુએ પ્રરૂપેલા ધર્મનું પાલન કરીશ.
અને હે માતાપિતા ! સંયમના એ પુનિત પંથે પ્રયાણ કરવામાં અને જીવન પર્યન્ત સંયમ પાળવામાં ઉદ્યમવંત થયેલે એવો હું આધિ-વ્યાધિ-ઉપાધિને દૂર કરી, રાજ્યની ઋદ્ધિ-સિદ્ધિ-વૈભવાદિ અને ભોગવિલાસને ત્યાગ કરી, મુનિપણું સ્વીકારી,મૃગ જેમ ઉંચી ઉંચી ફલાંગ મારે છે, તેમ હું પણ સાધુપણાની ઉચ્ચ શ્રેણીએ ચઢી ઉચ્ચ દશાને મોક્ષદશાને પ્રાપ્ત કરીશ.. કદાચ કર્મયોગે મુનિપણમાં મને રોગ ઉત્પન્ન થશે તે પણ
For Private And Personal Use Only