SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧]ફાશુકાવ્યો વિષેની પંલાલચંદભાઈની સૂચના વિષે કંઈક જ્ઞાતવ્ય [૨૬૭ જરૂરી છે એ તો નિઃસંદેહ છે. “જૈન ગુર્જર કવિઓ' ભા. ૨ માં તેમને સંઘાડા બહારના નિમિત્તરૂપે નવરસાત્મક યૂલિભકફાગ જણાવ્યો છે, પરંતુ ભાગ્યરત્નજીને મોઢેથી અમે સાંભળેલી વાતમાં એવું તો નથી. પણ પિંગળકાવ્યાનુશાસનના અભ્યાસ પછી તેમની વિદ્વત્તા, ચાતુર્ય અને બોલવાની છટા વિલક્ષણતાભરી ખીલી આવવાથી તેઓ પોતાથી આગળ વધી જશે અને શ્રાવકે પણ તેમના ભક્ત થઈ જશે તો પિતાનો કોઈ ભાવ પૂછશે નહીં એવા વિચારથી, તેમના ગુરુભાઈ અને સમુદાયના યતિઓ કોઈને કોઈ બહાનું તેમના ગૌરવને ઝાંખપ લગાવે તેવું શોધતા હતા. એટલામાં કવિ ઉદયરત્નજી ઉછરતા કવિ હોવાથી અને વિલક્ષણ જગતના વિલક્ષણ વિચારોથી અપરિચિત હોવાથી, પોતાની વૈરાગ્યભાવના મજબૂત હોવા છતાં, કોઈ સુંદર કવિતા તેમણે કેવળ શૃંગારથી ભરેલી લખી પિતાના યતિસમાજને વિનંદની ખાતર બતાવી. એ હથિયારનો જ યતિસમાજે ગચ્છાચાર્ય પાસે દુરુપયોગ કરી સમજાવ્યું કે ઉદયરત્નજી વૈરાગ્યવિહીન અને આચારહીન છે. આચાર્યશ્રીએ પણ લાંબો વિચાર ન કરતાં, પતિત ભાવ તરીકે તેમને ગચ્છબહાર કર્યા અને એને માટે અમુક મુદત નકકી કરી, જે મુદત દરમિયાન ચારિત્રની સુધારણુથી ફરી તેમને ગચ્છમાં લેવાનું ઠરાવ્યું. આમ લાચાર થયેલા કવિ ઉદયરતનજી કેટલીક વખત બહાર ગયા, ફર્યા અને સફળ ઉપદેશ તરીકેની અને પવિત્ર ચારિત્રના ધારક તરીકેની કીતિ મેળવી ફરી બેડામાં આવી ગચ્છાચાર્ય પાસે નવરાત્મક “યૂલિભદ્રરાસ’ અને વૈરાગ્યભાવપૂર્ણ “ભુવનભાનું કેવલી રાસ” ધર્યો. તે ઉપરથી આચાર્યે તેમની કવિશક્તિ અને વૈરાગ્ય નિશ્ચલ જોઈ તેમને ગચ્છમાં લીધા અને અમુક શિષ્યો આપી સ્વક્ષેત્રાદેશપકના ખેડા ગામનો અર્ધ શ્રાવક સમુદાય અને તેમને માટે આગવો ઉપાશ્રય આપ્યો, તે આજે પણ ખેડામાં ભાવસારવાડાનું દેરાસર, ઉપાશ્રય અને ભાવસાર શ્રાવક ઉપરાંત અર્ધપારવાડ શ્રાવકે તે જ ઉપાશ્રયના ભક્તો ગણાય છે, તેમની શિષ્યસંતતિમાં યતિઓ અને જ્ઞાનભંડાર હતો. તે કેટલોક અવ્યવસ્થાથી ચુંથાઈ ગયો અને કેટલોક યતિ ભાવરત્નજીને કબજે થયો છે. સંભવ છે કે તેમના અવસાન પછી તે ખેડાની સુમતિરત્નસૂરિ લાયબ્રેરીમાં રાખવામાં આવ્યો હશે. ઉપર આપેલી નેંધ પ્રમાણે “સ્થૂલિભદ્ર રાસો” તેમની બહિસ્કૃતિનું નિમત્ત નહોતો. એ વાતમાં કવિને સમાજની ઈર્ષનો થયેલે કડવો અનુભવ, જે કવિની તમામ કૃત્તિઓ તપાસવાનો અમને સુયોગ્ય પ્રાપ્ત થશે તે તે સવિસ્તર સમાજ સામે મૂકીશું. કવિ ઉદયરત્નજીને જ આમ બન્યું છે એવું કાંઈ નથી, એ વાતનું સ્પષ્ટીકરણ કવિ નયસુંદર ગણુિએ પોતાના “રૂપકુંવરરાસરમાં કટાક્ષભરી રીત સ્પષ્ટ જ લખ્યું છે. જુઓ તેમના જ શબ્દો – કવિત કવિત કરી સહકે કહે, કવિત ભાવ તો વિરલા લહે; સોઈ કવિત જેણે દુશ્મિન દહે, પંડિતજન પરખી ગહગહે; ૩૭ (સં ૧૬૩૭) જુઓ બીજે કટાક્ષ નલદમયંતી રાસમાં– પુણ્યએક નનૃપકીર્તન, સુણતાં ગણતાં વાધે ધન્ન; દૂર હોય કલિકાલકલંક, વશ થાએ અરિ જે હુએ વંક; ઢા. ૨/૧ (સં. ૧૬૬૫) આ બન્ને રાસના રચનાકાળમાં ૨૮ વર્ષનું અંતર છે. રૂપકુંવર રાસ લખતાં જ કવિ જાણે છે કે મારા વિરાધિઓ આ રાસની કવિતા જોઈ મારા પ્રત્યે જરૂર બળી ઊઠશે. પણ તેની દરકાર ન કરતાં કવિ પોતે પિતાને કૃતનિશ્ચય પાર પાડી રાસ પૂર્ણ કરે છે. For Private And Personal Use Only
SR No.521623
Book TitleJain_Satyaprakash 1946 07 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy