SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ લેખક–પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીસિદ્ધિમુનિજી ભગવાન મહાવીર સ્વામીના કેવલીજીવન પૂર્વે કયારેક વિદેહનાર ચેટક મહારાજને દૌહિત્ર અને અંગદેશનાં દધિવાહન-પદ્માવતીને પુત્ર કરકડ કઈ પ્રારબ્ધના સંજોગોમાં ઇકલિંગના રાજસિંહાસને આવ્યો હતો, અને તે પાછળથી પોતાના પિતા દધિવાહનના અંગદેશનો પણ માલીક બન્યા હતા. તે કાલાંતરે વૃદ્ધ વૃષભને દુઃસ્થિતિમાં જોતાં વૈરાગ્ય પામી–પ્રત્યેકબુદ્ધ બન–રાજ્યને છેડી દઈ ત્યાગીનું જીવન જીવવા ચાલી નીકળ્યા હતા. એકલિંગમાં જનાર વૈદિક, કોઈ અનોખી સંરકૃતિના સમાગમના કારણે, ફરી સંસ્કારને યોગ્ય બને છે–એવી એક ઉક્તિ છે. આ અનોખી સંસ્કૃતિ અનાર્યની નહિ, પણ કલિંગની સાથે અંગ બંગ મગધાદિને ત્યાં ઉલ્લેખ થયેલો હોવાથી આર્યની, અને તે ખાસ કરીને જૈનની જ હવાને નિશ્ચય છે. વૈદિકોએ જેને સંસ્કૃતિથી બચવા ખાતર આમ કર્યું છે. ૧. ચાલુ સંપ્રદાય પ્રમાણે ભગવાન મહાવીરનો કેવલીકાલ ઈ. સ. પૂર્વે ૫૨૭ થી ૫૫૭ સુધી છે; પણ હિમવંત થેરાવલી (ગુ. ભા.) પ્રમાણે ઈ. સ. પૂર્વે ૪૬૭ થી ૪૯૭ સુધી ગણાયો છે. હિમવંત શૂરાવલી મહાવીરનિર્વાણ અને વિક્રમસંવતની વચ્ચે જેન કાલગણના પ્રમાણે ૪૭૦ વર્ષનું અંતર ન માનતાં ૪૧૦ વર્ષનું અંતર માને છે. હિમવંત થેરાવલીને આ સંપ્રદાય ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વને જણાય છે અને તે ખાસ વિચારણીય લાગે છે. ૨. બીહારમાં ગંગા નદીની ઉત્તરમાં આવેલા તિરડૂત વગેરેને ભાગ તે વિદે. તેની રાજધાની વૈશાલી હતી. વિસ્તૃત ગણરાજયને નેતા ચેટક મહારાજા ત્યાં રાજ્ય કરતો હતો અને તે મહાપરાક્રમી તથા ઘણુ રાજ સાથે સંબંધ ધરાવનાર અને શ્રી પાર્શ્વનાથના શાસનને પરમ ઉપાસક હતો. ૩. બીહારની પૂર્વમાં આવેલો પ્રદેશ તે કલિંગ. એની રાજધાનીનું નગર, ભાગલપુરથી પશ્ચિમમાં ચાર પાંચ મૈલ પર આવેલું ચંપાપુરી નામનું હતું. ૪. સમયના પરિવર્તનની સાથે વખતોવખત કલિંગની સરહદ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમમાં પલટાતી રહી છે. પણ ઈ. સ. પૂર્વે ૭૩ર વર્ષ પહેલાં શ્રી પાર્શ્વનાથના સમયમાં કલિંગની સરહદ ઓરિસ્સાના દક્ષિણના મોટા ભાગને સમાવી ગોદાવરી નદીના ઉત્તર કિનારા સુધી લંબાયેલી હતી. એ વખતે એની રાજધાની કાંચનપુર હતું. કરકંકુના સમયમાં આ કાંચનપુર કનકપુર નામે ઓળખાતું હતું, કે જે હાલના કટક જિલ્લામાં જ્યાં ભુવનેશ્વરી આવેલું છે ત્યાં વિસ્તરેલું હતું. ખારવેલના રાજ્યકાળમાં હિંદના અગ્નિખૂણામાં બંગાળાના ઉપસાગરની પશ્ચિમે આવેલો મહાનદી અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ અધ્યકલિંગ, મહાનદીથી ઉત્તરમાં વૈતરણ નદી સુધીને પ્રદેશ ઉત્તરકસિંગ (ઉલ) અને ગોદાવરીથી દક્ષિણનો કેટલોક પ્રદેશ દક્ષિણલિંગ તરીકે ઓળખાતા હેઈ, વિકલિંગ શબ્દ વ્યવહારમાં આવ્યો હોવાને સંભવ છે. ५. अंगबंगकलिङ्गेषु, सौराष्ट्रमगधेषु च । तीर्थयात्रां विना गत्वा, पुनः संस्कारमर्हति ॥ For Private And Personal Use Only
SR No.521617
Book TitleJain_Satyaprakash 1945 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy