________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણહાવાગરણુ અને હિંસાનાં ગુણનિષ્પન્ન નામે
લેખક-. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. જૈનત્વને આત્મા અહિંસા છે, પરંતુ એ આચરણમાં મૂકવા માટે પરિશ્રમ કરવો પડે તેમ છે, જ્યારે હિંસા માટે તેમ નથી, કેમકે એ તો અનાદિ કાળથી સંસારી જી દ્વારા સેવાતી આવતી પ્રવૃત્તિ છે. તેમ છતાં અહિંસા એટલે શું તે સમજવા માટે હિંસાનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. આ સ્વરૂપને બાધ કરાવનારું એક સાધન તે એનાં વિવિધ નામેનું જ્ઞાન છે. આ જ્ઞાન આપણને જેનેના દસમા અંગ તરીકે ઓળખાવાતા પહાવાગરણ ( સં. પ્રશ્નવ્યાકરણ ) નામના આગમમાંથી મળે છે. આ નામને કેટલાક એકવચન ગણે છે તો કેટલાક બહુવચન, પરંતુ એની જતિ નાન્યતર છે એ બાબત તે એકવાકયતા છે. દસમા અંગનું સ્વરૂપ જે સમવાય (સૂ. ૧૪૫) માં તેમજ નદીમાં નજરે પડે છે તે આ ઉપલબ્ધ આગમમાં નથી એ જાણીતી વાત છે. આમ કેમ છે એ સંબંધમાં વિકાનેએ ઊહાપોહ કર્યો છે. કેટલાકનું કહેવું એ છે કે આ કંઈ સમગ્ર કૃતિ નથી. એમાં વિદ્યાદિને લગતે જે વિષય પહેલાં હતા તે ઇરાદાપૂર્વક આ આગમમાંથી કાઢી લેવાયો છે કે જેથી કોઈ એને દુરુપયોગ ન કરી શકે. કેટલાકનું માનવું એ છે કે આ તો દસમું અંગ લુપ્ત થયું એટલે એનું સ્થાન આ આગમને અપાયું છે. આપણી સામે જે આ નામનું આગમ છે તે અભયદેવસૂરિના સમય જેટલું તો પ્રાચીન છે જ, કેમકે એ સૂરિએ એના ઉપર ટીકા રચી છે. એ ટીકામાં આ આગમને કેટલાક ‘પહાવામરણદસા” પણ કહે છે એ વાતને નિર્દેશ છે. વળી આ આગમનાં પુસ્તકે કૂટ છે, એનું શાસ્ત્ર ગંભીર છે અને અમે અજ્ઞ છીએ એમ એ ટીકાના પ્રારંભમાં ઉલ્લેખ છે. આ આગમ ઉપર અભયદેવસૂરિ કરતાં પૂર્વે થઈ ગયેલા કોઈ વિદ્વાનની ટીકા હોય તે તે મળતી નથી, પરંતુ એમના પછી લગભગ ૬૦૦ વર્ષ પછી થયેલા જ્ઞાનવિમલસૂરિએ ટીકા રચી છે અને એ બે ભાગમાં પ્રસિદ્ધ થયેલી છે.
અભયદેવસૂરિ સોળ વર્ષની ઉમરે વિક્રમ સંવત ૧૦૮૮માં આચાર્ય બન્યા હતા અને તેમણે વિ. સં.૧૧૨૦ માં નાયાધમકહાની વૃત્તિ રચી હતી. બીજા અંગોની વૃત્તિઓ લગભગ વિ. સં. ૧૧૩૩માં પૂર્ણ કરાઈ હતી એમ જણાય છે. એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૧૩૫માં કપડવંજમાં થયો હતો.
વિ. સં. ૧૭૪૮માં આચાર્ય પદવી મેળવનાર અને તે પૂર્વે નવિમલ'ના નામથી પ્રખ્યાત જ્ઞાનવિમલસૂરિ વિ. સં. ૧૭૮૨માં સ્વર્ગ સંચર્યા એટલે આ દરમ્યાન એમણે ઉપર્યુકત ટીકા રચી હેવી જોઈએ. આ ટીકામાં કેટલીક વાર ગુજરાતી શબ્દો અપાયેલા છે તે આ ભાષાના અભ્યાસીને ખપના છે.
પહાવાગરણ એ સુધર્મસ્વામીની કૃતિ છે એમ તે મેં ઘણે સ્થળે વાંચ્યું છે.
હાલમાં એમાંના પાંચ આસવ પૂરત ભાગ ગુજરાતી અનુવાદ સહિત વિ. સં. ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલે મારા જોવામાં આવ્યો. તેમાં પણહાવાગરણના કર્તા તરીકે ભદ્રબાહસ્વામીનું નામ અપાયેલું છે. મને તો આ ઉલેખ બ્રાન્ત જણાય છે; તેમ છતાં જે એમ માનવા માટે કઈ સબળ કારણ હોય તો તે જણાવવા એના પ્રકાશકાદિને મારી વિજ્ઞપ્તિ છે.
હાલમાં આગમેદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી તરફથી જાણવા મળ્યું છે કે મહાનિસીહમાં પહાવાગરણને ઉલ્લેખ છે.
આ તે પણહાવારગણુનાં નામ, સ્વરૂપ, ટીકા અને અનુવાદની વાત થઈ. હવે આ
For Private And Personal Use Only