________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ ૧ અંધારી રાતમાં આ બોલી બોલાણું. ટોળીનાં માણસો પુષ્કળ સામાન સાથે, હથિયાર સાથે ટૂંકની વંડી ટપી ગયા.
ગામ ભરનિંદરમાં પિયું હતું. આવી કાળી રાત ક્યારે ય ઘૂંટાણી નહતી. ઉપરની એક ટૂંક આગળ ટોળી આવી પૂગી. દરવાજા સુધી આવી. “ પહેલાં દરવાજા તોડી નાખો.”
“છીણી લાવ”, “હથેડી લાવ”; “ કરવત લાવ”, “અવાજ ન થાય.” ટાળીને એક જણ તે હવે રીતસર ધ્રુજવા લાગે.
માબાપ, મને આમાંથી આઘો રાખે.”
એ બેલનારના પેટ પર એક સખત પાટુ પડી. નાળવાળા જેડાની એ સખત પાટુ હતી. એ બોલનારે બેસી ગયો. મૂંગે મૂંગો ટાળીની અંદર ગૂંથાઈ ગયા.
ખૂનનાં કાવતરાંને ખરું કરવા માટે આખી ટાળી એ જગ્યાએ જઈ પહેાંચી. ટાળી અંદર જવા લાગી.
કેસર અને ચંદનની સુવાસ ઊડતી હતી. વાતાવરણમાં મહેક હતી. અવાજ આવ્યો : “ઉતાવળ કરો. ઘા કરો. બેનાં માથાં ઉતારી લો !”
ખૂનીઓ આગળ વધ્યા. ભયાનક હથિયારોથી તેઓ ધસી ગયા. રૂડા રૂપાળા દેહ પરથી બે માથાં ઉતારવા માટે આખી ટોળી કામે લાગી ગઈ
માથાં ઉતર્યા. એ મુખ એવા ને એવાં રહ્યાં. એ આંખો એવી ને એવી રહી.
બેનાં માથાં મળ્યાં. પણ બાકીનાઓની છાતી પર તેઓ તૂટી પડયા. છાતી ભાંગી નાખવા માટે તેઓનાં બધાં હથિયારો ઉછળી પડયાં.
એ બદમાશ ટોળીએ ચાર ખૂન કર્યો : સિતમારોએ ગણત્રી કરી, શસ્ત્રની ધાર ચલાવી, ધડથી મસ્તક જુદાં કર્યો.
સુવાસિત આવાસમાં એ ટોળીએ એક ભયાનકમાં ભયાનક ગુને કર્યો. જુલ્મીઓ આ કાળાં કામ કરી ચાલ્યા ગયા.
શ્રાવણ વદ પાંચમની એ રાત માંડ માંડ પૂરી થઈ ને બીજે દિવસે સૂરજ ઊગ્યો. અને ગામમાં હાહાકાર થઈ ગયા. ખૂન અને હત્યાના ખબર ફેલાઈ ગયા. ખૂન કરનારાઓ નાસી ગયા હતા, એમની પાછળનું કાળામાં કાળું કામ મૂકીને.
બે હજાર વરસ પહેલાંની બે પ્રતિમાઓનું કરપીણુ ખૂન કરવામાં આવ્યું હતું. કેસરભીની એ મૂર્તિઓનાં મસ્તક ધડથી જુદાં કરવામાં આવ્યાં હતાં.
બે મૂર્તિઓની છાતીઓને ભાંગી નાખવામાં આવી હતી.
શ્રાવણ વદ પાંચમની રાતે તળાજાના ટેકરા પર આ બનાવ બની ગયે. શ્રાવણ વદ પાંચમની એ રાતના અંધારાં જનતાનાં હૃદયમાં રોકાઈ રહ્યાં.
એ અંધારાની સામે એક ભયાનકમાં ભયાનક વધનું દ્રશ્ય પથરાયું.
રૂપરૂપના અંબાર જેવી મૂર્તિઓનાં ખૂન ! એ ખૂન કરનાર કાતિલ છરાને લેહીને બદલે કેસર અડકયું હતું. એ કેસરની સુવાસ એ ગુનેગારોનાં લમણને આજે તે પાગલ બનાવી દેતી હશે.
For Private And Personal Use Only