SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | | અ . अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૨૦ || વિક્રમ સ. ૨૦૦૧: વિરનિ. સં. ૨૪૭૧ ઈ. સ. ૧૯૪૫ क्रमांक િ૨ || શ્રાવણ શુદિ ૭: બુધવાર : ૧૫ મી ઓગષ્ટ | 23 જૈન સાધુસંસ્થાની મહત્તા [હિનીના મૂળ લેખક-પ્રો, જગદીશચંદ્રજી, એમ. એ.“વિશ્વવાણી” પત્રના સપ્ટેમ્બર ૧૯૪૨ ના અંકમાં પ્રકાશિત લેખ પરથી તારવીને ] અનુવાદક—શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, જ. મહાવીર અને બુદ્ધના સમયે પૂરણ કશ્યપ, મસ્કરિ ગોશાલ, અજિત કેશબલી, કકુલ કય્યાયન, સંજય વેલદિપુત્ર, જમાલિ, તિષ્યગુપ્ત, અશ્વામિત્ર, ગંગાચાર્ય, રાહગુપ્ત, ગાષામાહિલ આદિ સેંકડે યશવી ધર્માચાર્યો ભારતવર્ષમાં પેદા થયા, પરંતુ આજ તેઓ નામશેષ થઈ ગયા છે. જૈન સાધુઓ પર પણ અનેક આપત્તિઓ આવી અને તેમને અનેક ભયંકર ઉપદ્રવને પણ સામનો કરવો પડ્યો. છતાં જૈન સંસ્કૃતિ જીવિત રહી શકી. ભ. મહાવીર અને બુદ્ધિને યુગ શ્રમણ માટે અત્યન સંકટમય હતે. સાધુઓને દુર્ગમ પર્વત અને મરુસ્થળો પાર કરવાં પડતાં, રાષ્ટ્ર પરનાં આક્રમણના ઉપદ્રવે સહન કરવા પડતા. તેમને ગુપ્તચર, ચોર, લૂંટારા સમજીને પકડી લેવાતા. તરૂણ ભિક્ષાર્થે જતી શમણુઓની પૂડ પકડતા ને હેરાન કરતા. ચારે તેમને ઉપાડી જતા. સારા વિદ્યાના અભાવે રોગના ભેગા થવું પડતું. સ્મશાન પાલકને કર ન દેવાથી મૃત સાધુની વ્યવસ્થાનું કષ્ટ પડતું. દુભિક્ષ તે સાધારણ વાત હતી.૩ આવા આપતકાળમાં સંઘની વ્યવસ્થા કરતાં કરતાં જૈન સંસ્કૃતિને અક્ષરણરૂપે બનાવી રાખવી, એ જેન આચાર્યોની વ્યવહારકુશળતા સાબીત કરે છે. ભ. મહાવીરે અનેક ઉપસર્ગ સહતાં હતાં બાર વર્ષ વિહાર કરીને અંતમાં દેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને સાતમાં આવી સાધુઓને ઉપદેશ આપ્યો કે તે લકે પૂર્વ દિશામાં મગધ દેશ, દક્ષિણમાં કૌશાંબી, પશ્ચિમમાં પૂર્ણ અને ઉત્તરમાં કૃણાલ સુધી વિહાર કરે; એથી આગળ નહિ. જો કે પછીથી વિહારની સીમમાં વૃદ્ધિ થઈ અને સંપ્રતિ રાજની કૃપાથી સાડા પચીશ દેશ આર્યક્ષેત્ર મનાયાં. સંપ્રતિ રાજાનો ઉલ્લેખ જૈન ગ્રંથમાં બહુ સન્માન સાથે કરવામાં આવ્યા છે. આ સંપ્રતિ અશોકનો પૌત્ર યાને અશોકને અંધપુત્ર કુણાલને પુત્ર હતો. મૌર્યવંશની વિભૂતિનું ( ૧ ઉપાશ્રયમાં વેશ્યાઓના ઉપદ્રવ થતા. યક્ષને ઉપદ્રવ શાંત કરવા સાધુને રાત્રિભોજન કરાવતા. ૨ સાધુને વધ પાસે જવાની વિસ્તૃત વિધિનું વર્ણન બતકલ્પસૂત્રભાષ્ય'માં આવે છે. ૩ “એ સમયે લોકેનું ઘર ટોપલીમાં હતું.” - For Private And Personal Use Only
SR No.521613
Book TitleJain_Satyaprakash 1945 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy