________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૌર્યકાલીન સ્તૂપ અને શિલાલેખોના ર્તા કેણુ?
-સમ્રાટ સંપ્રતિ કે મહારાજા અશક ? =[ડા. ત્રિ. લ. શાહની માન્યતા સંબંધી વિચારણા ] = =
લેખક શ્રીયુત મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી, થાણું “ શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ક્રમાંક ૧૧૫ તથા ૧૧૬-એ બે અંકમાં ડે. ત્રિ. લ. શાહે પ્રિયદર્શી સમ્રાટ અશોકની અનેક કૃતિઓને સમ્રાટ સંપ્રતિના નામ પર ચઢાવવાને પ્રયાસ કર્યો છે, અને સમ્રાટ સંપ્રતિના રસેડામાં રાજ-આજ્ઞાથી નિયમિત એ માર અને એક હરણનું માંસ રંધાતું હતું આ જાતને તેમણે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો છે. સાથોસાથ પ્રિયદર્શીની ઉપમા મહારાજા અશકની નહીં પણ મહારાજા સંપ્રતિની હતી આ જાતના અભિપ્રાયને તેઓ વળગી રહ્યા છે, અને એમ કરીને તેઓ ઇતિહાસને અન્યાય કરી રહ્યા છે. આ માન્યતા “ શ્રી જૈન સત્ય પ્રકાશ”માં રજુ કરી જૈન જનતામાં સમ્રાટ સંપ્રતિ શું માંસાહારી હતા?—આ જાતની શંકાએ તેમણે ઉત્પન્ન કરી છે. આને જવાબ અમો નીચે મુજબ રજુ કરીએ છીએ, અને આશા રાખીએ છીએ કે ડે. શાહ શાસનહિતાર્થે તેનો વિચાર કરી પિતાના નિર્ણને ફરી તપાસી જશે.
પ્રિયદર્શી ઉપમાધારક કોણ? (૧) સલોનના પાલી ભાષાના પ્રખર અભ્યાસી અને ઇતિહાસકાર મિ. ટરનર જણાવે છે કે-“દીપવંશ નામના પ્રાચીન અને પ્રામાણિક બૌદ્ધ ગ્રંથમાં સ્પષ્ટતાથી જણાવ્યું છે કે-“પિયદક્સન” ઉપમાધારક મહારાજા અશોક જ છે કે જેઓ મૌર્યવંશસ્થાપક મહારાજા ચંદ્રગુપ્તના પૌત્ર થતા હતા.”
(૨) શોલાપુર પ્રાંતના “મસ્કિ' ગામમાંથી અશોકના બે ગૌણ શિલાલેખો મળી આવ્યા છે જેમાંના એક શિલાલેખમાં ટરનર સાહેબના સંશોધનને પુરતી રીતે પુષ્ટિ મળે છે.
(૩) અશોચરિત્ર” નામના ગ્રંથમાં છે. ભાંડારકર જણાવે છે કે અમને સંપૂર્ણ ખાતરી થઈ છે કે માત્ર મહારાજા અશોક જ “પ્રિયદર્શિન' ઉપમાને ધારણ કરનારા હતા.
(૪) આ મહારાજાના શિલાલેખોમાં ઘણું ઠેકાણે જણાવવામાં આવ્યું છે કેજવાબો પિત્ત ના પર્વ આg (દેવને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે). આ જાતના વાયથી અશોકની ઘણીખરી ધર્મલીપીઓની શરૂઆત થાય છે.
(૫) અશોકના (પિતાના) શિલાલેખોમાં જ્યાં જ્યાં સાલ આવે છે ત્યાં ત્યાં મહારાજા અશોક પિતાના રાજ્યાભિષેકથી માંડી વર્ષોની ગણત્રી લખતા આવ્યા છે.
(૬) મહારાજા અશોકનો રાજ્યકાળ ઈ. સ. પૂર્વે ૨૭ થી ૨૩૫ એટલે મ. નિ. સં. ૨૫૫ થી ૨૯૨ નો એટલે ૩૭ વર્ષને આવે છે. જ્યારે સમ્રાટ સંપ્રતિનો જન્મકાળ મ. નિ. સં. ૨૭૦ માં થયો છે. તેમને મ. નિ. સં. ૨૮૬ માં અવંતીના શાસક તરીકે રાજ્યભિષેક થયો છે, અને તે જ સમયે અવંતીમાં રહેતા આ રાજવીને મ. નિ. સં. ૨૮૭ માં, માત્ર ૧૭ વર્ષની ઊગતી અવસ્થામાં જ, જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થયેલ છે. આ કાળે તેમને મગધના પાટવી કુંવરની પદવી પ્રાપ્ત થાય છે (. નિ. સં. ૨૮૫). તેઓ કદાપિ કાળે મગધમાં રહ્યા જ નથી, તે જ માફક મહારાજા અશોક કદાપિ કાળે અવંતીમાં રહ્યા
For Private And Personal Use Only