SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ઉત્તર-૮૪૦૦૦ હજાર પદે જાણવાં, એમ શ્રી સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે. અહીં મતાંતર એ છે કે-શ્રી આચારાંગનાં ૧૮૦૦૦ પદ જાણવાં. તે પછીના સૂત્રકૃતાંબાદિનાં પદો બમણું બમણું જાણવાં. એટલે, શ્રી સૂત્રકૃતાંગનાં ૩૬ ૦૦૦ પદે, શ્રી સ્થાનાંગસૂત્રનાં ૭૨૦૦૦ પદે, શ્રી સમવાયાંગસૂત્રનાં ૧૪૪૦ ૦ ૦ પદે, શ્રી ભગવતીસૂત્રનાં-૨૮૮૦૦૦ પદો જાણવાં, એમ શ્રી નંદીસૂત્રમાં જણાવ્યું છે. ૮૮. • ૮૯ પ્રશ્ન–તીર્થ કરદેવને જન્માભિષેક ઈદ્રિાદિ દેવ મેરુ પર્વત ઉપર કરે છે, તે વખતે જલાદિથી ભરેલા એક કરોડ સાઠ લાખ કલશોથી અભિષેક કરે છે–એમ શ્રી કલ્પકિરણુવલી વગેરેમાં જણાવ્યું છે. આ સંખ્યા સમજવાનો ઉપાય શો? ઉત્તર–કલશેની ૬૪૦૦૦ સંખ્યાને અભિષેકની ર૫૦ સંખ્યાએ ગુણાકાર કરવાથી ૧૬૦૦૦૦૦૦ સંખ્યા આવે. કલશોની ૬૪૦૦૦ સંખ્યા લાવવાનો ઉપાય ટૂંકામાં આ પ્રમાણે જાણુ-૧ સેનાના કળશો, ૨ રૂપાના કળશો, ૩ રત્નના કળશો, ૪ માટીના કલશો, પનારૂપાના કળશે, ૬ સેનારત્નના કળશે, ૭ રૂપારત્નના કળશે, ૮ સોનું-રૂપું - રત્ન આ ત્રણેના કળશો, આ આઠ જાતિના કળશે અભિષેકમાં વપરાય છે. તે દરેક જાતિના આઠ આઠ હજાર કલશો જાણવા. તેથી આઠ હજારને આડે ગુણતાં ૬ ૪૦૦૦ થાય. હવે ૨૫૦ અભિષેકની સંખ્યા આ રીતે જાણવી. ભુવનપતિના ૨૦ ઇકો હોય છે, કારણું કેદરેક નિકાયમાં દક્ષિણ એણિન અને ઉત્તર શ્રેણિને એકેક ઈદ્ર હેય છે. એ જ પ્રમાણે વ્યંતરના ૧૬ ઈંદ્રો અને વાણુવ્યંતરના ૧૬ ઇંદ્રો હોય છે. વૈમાનિકના બે ભેદમાં કપિપન્ન બાર દેવકના ૧૦ ઈદ્રો હોય છે. કારણ કે-છેલ્લા ચાર દેવક (આનત-પ્રાકૃત-આરણઅય્યત)માં બન્ને દેવલોકે એકેક ઈંદ્ર હોય છે. એટલે નવમા-દશમા દેવલોકનો એક ઈંદ્ર અને અગીઆરમા–બારમા દેવલોકનો એક ઈંદ્ર તથા શરૂઆતના આઠ દેવેલેકના આઠ ઈંદ્ર. આ રીતે વિમાનિકના ૧૦ ઇદ્રો જાણવા. ૨૦૧૩+૧૦=૬૨ ઈદ્રોના ૬ર અભિષેક થાય છે. તથા મનુષ્યલોકના ૧૩૨ સૂર્યચંદ્રોના ૧૩૨ અભિષેક અલગ અલગ થાય છે. જંબદ્વીપના ૨ સૂર્ય ૨ ચંદ્રમા, લવણસમુદ્રના ૪ સૂર્ય ૪ ચંદ્રમા, ધાતકો ખંડના ૧૨ સૂર્ય ૧૨ ચંદ્રમા, કાલોદધિ સમુદ્રના ૪૨ સૂર્ય ૪૨ ચંદ્રમા-અડધા પુષ્કરદ્વીપના ૭૨ સૂર્ય ૭ર ચંદ્રમા. આ રીતે ૨+૩+૧+૨+૨=૧૩૨ થાય. તથા અસુરકુમારનિકાયની-દક્ષિશાસ્તરદિશાની દશ ઇંદ્રાણુઓના દશ અભિષેક જાણવા, ને નાગકુમારાદિ નવ નિકાયની બાર ઈદ્રાણુઓના ૧૨ અભિષે જાણવા. વ્યંતરની ચાર ઈદ્રાણીઓના ચાર અભિષેક, 'તિષીની ચાર ઈંદ્રાણીઓના ચાર, પ્રથમના બે દેવલોક (સૌધર્મ -ઈશાન)ની સેલ ઈંદ્રા એના ૧૬ અભિષેક જાણવા. આ રીતે ૧૯૪ ઈદ્રોના અભિષેકને ૪૬ ઈદ્રાણીઓના ૪૬ અભિષેક થાય. સામાનિક (ઈદ્રની સરખી ઋદ્ધિવાળા) દેવને ૧ અભિષેક, ત્રાસ્ત્રિક (ગુરુસ્થાનીય) દેવેને 1 અભિષેક, ચાર લોપાલ દેવના ચાર અભિષેક, અત્યંતર– મધ્યમ-બાહ્યસભાના દેને ૧ અભિષેક, સન્યાધિપતિ દેવોને ૧ અભિષેક તથા પ્રકીર્ણક દેવોને ૧ અભિષેક-આ રીતે સામાનિકાદિ દેવોના ૧૦ અભિષેક જાણવા. ૧૯૪+૪૬+૧૦૦ ૨૫૦ અભિષેક આ રીતે થાય છે. ૮૯ ૯૦ પ્રશ્ન–ચિત્ર માસની ઓળીના અને આસો માસની ઓળીના શરૂઆતના ત્રણ દિવસમાં કરેલો તપ કયા કયા તપમાં ગણી શકાય ને કયા ક્યા તપમાં ન ગણી શકાય ? ઉત્તર–તે ત્રણ દિવસ મહા અસજઝાયના કહેવાય છે, તેથી તેમાં કરેલો તપ For Private And Personal Use Only
SR No.521613
Book TitleJain_Satyaprakash 1945 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy