________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ વગેરેમાં ધર્મસ્થાનોની પ્રતિષ્ઠા કરનાર, ગૂર્જરેશ્વર-મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના ધર્માચાર્ય વિજયસેનસૂરિ, વિ. સં. ૧૨૯૦ માં ધર્માભ્યદયમહાકાવ્ય(સંઘપતિ–ચરિત) રચનાર ઉદયપ્રભસૂરિ, સં. ૧૩૪૯માં સ્યાદ્વાદમંજરી રચનાર મહિલષેગુસૂરિ, તથા સં. ૧૨૯૯માં વાસુપૂજ્ય-ચરિત રચનાર વર્ધમાનસૂરિ વગેરે અનેક પ્રભાવક વિદ્વાન જૈનાચાર્યોએ પિતાને નાગૅકકુલ(ગચ્છ-ગણુ) ના જણાવ્યા છે.
લક્ષ્મણરિ અને તેમના ગચ્છમાં થયેલા શીલ(ભદ્રાણિ સંબંધમાં અદ્યાવધિ વિશેષ જાણવામાં આવ્યું નથી ભૂગુકચ્છ એ પ્રસિદ્ધ ભરૂચ જણાય છે, ત્યાં મૂલવસતિ એટલે મુખ્ય જિનમંદિર હેવું જોઈએ, અથવા મૂલ નામના કોઈ શ્રીમાન જૈન સદ્દગૃહસ્થના નામથી પ્રખ્યાત વસતિ(જિનમંદિર) હેવું જોઈએ. જેના અનુકરણરૂપે વિમલ-વસતિ, લણિગ-વસતિ જેવી બીજી અનેક વસતિયા-જિનમંદિર પ્રખ્યાતિમાં આવેલ છે. - પાલિગણિ–તે નાગૅદ્રકુલના લમણુસૂરિના ગચ્છના શીલ(ભ)ગણિના શિષ્ય હતા; તેમ છતાં એ સંબંધમાં ઉપર જણાવ્યું છે, તે પ્રમાણે, સં. ૧૦૫૫ માં હરિભદ્રસૂરિના પ્રા. ઉપદેશપની વ્યાખ્યા રચનાર વર્ધમાનસૂરિના પણ ગુણાનુરાગી ભક્ત હતા, તે સ્પષ્ટ છે. તેમના સંબંધમાં વિશેષ જાણવામાં આવ્યું નથી.
શકસંવત –આ પ્રતિમા–લેખમાં માત્ર શકસંવત ૯૧૦ નો નિર્દેશ છે; માસ, તિથિ, વાર આદિ દર્શાવેલ નથી. પ્રાચીન અનેક શિલાલેખો, તામ્રપટ્ટો(દાનપત્રો) વગેરેમાં શકાન્ત-શકસંવતના નિર્દેશ મળી આવે છે, અન્યત્ર તે પ્રકટ થઈ ગયા છે. રાષ્ટ્રકૂટવંશી લાગેશ્વર સુવર્ણવર્ષ કરાજના વડપદ્રક-દાનપત્રમાં પણ શકતૃપ સં. ૭૩૪ના નિર્દેશ જાણીતા છે. તેવી રીતે પ્રાચીન જૈનગ્રંથની રચનામાં શકસંવતના ઉલ્લેખ મળે છે–
૧. નંદીસૂત્રની ચૂર્ણિ(વ્યાખ્યા)ના અંતમાં, તેની સમાપ્તિ શારાજનાં ૫૯૮ વર્ષે વીતતા(વિક્રમસંવત ૭૩૩ માં) જણાવી છે. [જૂઓ અપભ્રંશ-કાવ્યત્રયી ભૂમિકા પૃ. ૮૭]
૨. પ્રાકૃત કુવલયમાલાથાની રચના, શકકાલ ૭૦૦ વીતવામાં એક દિન ન્યૂન રહેતાં (વિક્રમસંવત ૮૩૫ માં) દર્શાવી છે. [ઓ અપભ્રંશકાવ્યત્રયી ભૂમિકા પૃ. ૮૯]
૩. શીલાચાર્યે ગંભૂત(વડેદરા રાજ્ય-ચાણસ્મા તાલુકામાં રહેલ ગાંમૂ-પાટણથી ૧૨ કેશ-૨૪ માઈલ)માં રચેલી આચારાંગસૂત્રની વૃત્તિના અંતમાં, તેની રચના શકતૃપકાલાતીત સં. ૭૮૪ (? વિક્રમ સંવત ૯૧૯)માં જણાવી છે. [ જુઓ પીટર્સને રિપોર્ટ ૩, પૃ. ૯૦-ત્યાં છે. સાહેબે ગૃભૂતાને ખંભાત તરીકે ભૂલથી ઓળખાવતાં અનેક લેખકસાક્ષરએ તેનું અનુકરણ કર્યું હતું, હવે તે ભૂલ સુધરતી જણાય છે.] .
૪. સિદ્ધાંતિક યક્ષદેવના શિષ્ય પા એ જ ગંભૂતા(ગભૂ)માં રચેલી યતિ– શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની વ્યાખ્યા, શાકપતિનાં ૮૨૧ અ જતાં (વિક્રમ સંવત ૯૫માં) સચવી છે. [ જૂઓ પાટણ જૈનભંડાર–ગ્રંથસૂચી ભા. ૧, પૃ. ૧૮ ગાયકવાડ-ગ્રામ્ય ગ્રંથમાળા નં. ૭૬.]
ઉપસંહાર–આવી રીતે ગુજરાતના પ્રાચીન ઈતિહાસ પર પ્રકાશ આપતી આ જૈન પ્રતિમા, કડી વડેદરા રાજ્યના અને સમસ્ત ગૂજરાતના જન–સમાજને વિશિષ્ટ પ્રેરણા અને અભ્યદય-લક્ષ્મી આપતી ચિરકાળ જયવંતી રહે–એમ આપણે સૌ પ્રાથએ. . સ. ૨૦૦૧ પોષ શુ. ૨,
For Private And Personal Use Only