SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ એ સુપાત્ર દાન. સંસારસાગરને પાર કરવા નિઃદ્ધિ નાવ છે એ, ગૌરવભર્યું ગૃહસ્થ ધર્મમાં. પ્રતિહાર છે એ શ્રવણાદિ રાજકારનો. અક્ષય કરનારું એ છે પુણ્ય પ્રણાલીને. સમપી દે અને એ સાજતા અક્ષય સુખને. આદીશ્વર શ્રી ઋષભદેવને, દીર તપસ્યાના અંતિ કદી ય ક્ષય ન પામે એવું– સુપાત્રદાન દીધું શ્રી શ્રેયાંસકુમારે, આજની તૃતીયાના ધન્ય દિને. સુપ્રસિદ્ધ થઈ એ કારણે આ તૃતીયા “અક્ષયતૃતીયા; ઈસુદાનના કારણે ઈસ્કુતીયા' નામે ય સાર્થક છે એનું. સર્વ જનને માનીતુ આ પર્વ કૃત્તિકા-રહિણીના ચંદ્રયાગમાં ઉજવાય છે. સર્વત્ર. અનુકરણ કરતા મહાત્માઓના જીવનને મહત્વાકાંક્ષી મહાજન પ્રભુને મહાન આદ ઝીલવાને પ્રવર્તી રહ્યું છે આજેય તે વાર્ષિક-વરસી તપ. ઉજવતા એ તપને આરાધક અને ધાર્મિક વિશાખ સુલ તુતીયાના દિને, એ જ પ્રભુનાં પગલાંથી પુનીત–અંતિપુનીત શ્રી સિદ્ધક્ષેત્રમાં. ઉજમાળ થાઓ, ભવ્યાત્માઓ! એ ત૫નું અનુમોદન કરવા, ને યથાશક્ય તેને ભાવપૂર્વક આદરવા–આચરવા. આમાનાં અક્ષય સુખનેઆવિર્ભાવ કરવા હેવરાવો અક્ષય દાનને સુવિહિત સત્પાત્રમાં. સુમુહૂર્ત છે આજનું આત્મકલ્યાણની અક્ષય સાધનાનું, અને અક્ષય આરાધનાનું કરો ને કરાવો, અધ્યાત્મિક ઈક્ષરસનું પારણું ભવભૂખ્યા ભવ્ય જીને. ભાગો ભવ્યાત્માઓનાંઅનાદિ ભવની ભૂખનાં દુઃખ. દશ એમને અક્ષય સુખની આરાધનાનો અક્ષય પુણ્ય-ધર્મમાર્ગ, આ અક્ષતૃતીયાના પર્વદિને. આરાધન કરી ને કરાવો શ્રી શ્રેયાંસકુમારની જયમ, અક્ષયતૃતીયાને દિન, આજના ઉદિત દિને. એ જ પરમ કર્તવ્ય છે પરમાત્માના પગલે ચાલતા સર્વ મહાનુભાવોનું; અને યોગીકુલમાં જન્મેલીજૈન જનતાનું આપશે આરાધાને આ અક્ષયતૃતીયા પર્વ સર્વ પ્રકારની અક્ષયતા, અને આત્મસિદ્ધિ. આરાધ્ય ને જયવતી હે, આજની આ “અક્ષયતૃતીયા,” For Private And Personal Use Only
SR No.521610
Book TitleJain_Satyaprakash 1945 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy