________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] શ્રેમણે ભગવાન મહાવીરસ્વામી
( ૧૧૩ પાંચ પ્રતિજ્ઞા કરે છે: “અપ્રીતિ થાય ત્યાં રહેવું નહિ, સદાયે કાઉસ્સગ્નમાં જ રહેવું, પ્રાયઃ મૌન જ ધારણ કરવું, કરપાત્રમાં ભોજન કરવું, અને ગૃહસ્થને વિનય ન કરો.” પ્રથમ ચાતુર્માસ અવ્યવસ્થિત જ પસાર થાય છે. આ ચાતુર્માસમાં જ અસ્થિકગ્રામમાં શૂલપાણિ યક્ષનો ઘોર ઉપસર્ગ થાય છે. દયાનિધિ ભગવાન એ કુર યક્ષને પ્રતિબંધ છે. સિદ્ધાર્થ અંતરે પણ આ પ્રસંગે યક્ષને ઠેકાણે લાવવા પ્રયત્ન કર્યો હતો. રાત્રિને છેડે સમય બાકી રહ્યો ત્યાં સુધી શૂલપાણિના ઘર ઉપસર્ગો ચાલ્યા હતા જેથી પ્રભુને છેડે શ્રમ લાગ્યો અને જરાવાર નિદ્રા આવી, જેમાં તેમણે દશ સ્વપ્ન જોયાં છે. આમ પ્રથમ ચાતુર્માસ અસ્થિક ગામમાં નિર્ગમન કરી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો.
દીક્ષા પછી એક વર્ષે પ્રભુ મોરાકસન્નિવેશ પધાર્યા. અહીં અછંદને પ્રસંગ બને. અહીંથી ઉત્તર વાચાલ તરફ જતાં સુવર્ણ વાલુકા નદીના તટ ઉપર તેમનું અધુ” દેવદૂષ્ય વસ્ત્ર કાંટામાં ભરાઈ રહ્યું. અધું વસ્ત્ર તે શરૂઆતમાં જ પિતાના મિત્ર બ્રાહ્મણને આપી દીધું હતું. અધું અહીંથી તે બ્રાહ્મણે લઈ લીધું. અહીંથી શ્વેતાંબી જતાં ચંડકાશિક નામનો પ્રસંગ બને છે. ભગવાન અને પ્રતિબધી સન્માર્ગે વાળે છે. આ તાંબીમાં પરદેશી રાજાએ અનેક રાજાઓ સાથે આવી પ્રભુનું બહુમાન અને ભક્તિ કરી હતી. અહીંથી પ્રભુ સુરભિપુર આવ્યા અને ત્યાંથી ગંગા પાર જતાં નાવમાં બેઠા. તે વખતે પૂર્વભવ (ત્રિપૂછના ભવમાં મારેલ સિંહ મરીને સુદષ્ટ દેવ થયો છે તે) નું વૈર યાદ કરી સુદષ્ટ દેવ ઉપસર્ગ કરે છે. નાવ ડુબાડવા પ્રયત્ન કરે છે અને આ વખતે કંબલ ને ચંબલ નામના દેવ નાવની રક્ષા કરે છે. આ પછી નદીને સામે કાંઠે આવી, પ્રભુ નદીને કાંઠે કાંઠે ચાલ્યા જાય છે. ત્યાં પુષ્ય નિમિત્તિયાને પ્રસંગ બને છે. બીજું ચાતુર્માસ ભગવાન રાજગૃહીના નાલંદા પાડામાં કરે છે. અહીં ગૌશાલે આવે છે અને ચાતુર્માસ પછી ભગવાન વિહાર કરીને જાય છે ત્યારે પાછળ જઈ શિષ્યત્વ સ્વીકારે છે. પછી તે ગોશાળાના ઘણું ઘણું વિચિત્ર પ્રસંગે બને છે. ચંપામાં ત્રીજું ચોમાસું થાય છે. ચોથું ચતુર્માસ પૂર્ણચંપામાં થાય છે. પછી એક વાર હરિ ગામ બહાર પ્રભુ કાઉસ્સગ ધ્યાને છે ત્યાં શ્રાવસ્તી નગરીએ જ મોટો સાથે તાપવા માટે અગ્નિ પ્રગટાવે છે, અને પાછલી રાતે અગ્નિ સળગતે જ મૂકી ચાલત થાય છે. પવનના જોરે વધતો અગ્નિ પ્રભુ જ્યાં ધ્યાનમાં હતા ત્યાં સુધી આવ્યો, પગ બળવા માંડયા, છતાં પ્રભુ સ્થિર રહી આ વેદના સહી રહ્યા. અગ્નિથી પ્રભુના ચરણ સ્વામ થઈ ગયા. પછી પ્રભુ રાકમાં જાય છે અને ત્યાં અનેક ઉપદ્રવો સહે છે, અને પાંચમું ચાતુર્માસ ભદિલપુરમાં કરે છે. ત્યાર પછી રાજગૃહી અને વિશાલા પધાર્યા છે; લેહકારનો પ્રસંગ વિશાલામાં બને છે. ત્યાં ગ્રામકમાં બિભેલકઉદ્યાનમાં બિભેલક યક્ષ પ્રભુની સેવા કરે છે. ત્યાંથી શાલિશીર્ષક ગ્રામના ઉદ્યાનમાં કરપૂતના વાણુવ્યંતરીને ઘેર ઉપસમાં થાય છે. છ ચતુર્માસ ભદ્રિકાપુરીમાં કરે છે. પછી મગધમાં વિચરે છે અને સાતમું ચતુમસ આલંબિકા નગરમાં થાય છે. પછી પ્રભુ મદન ગ્રામે પધાર્યા. પ્રભુ ત્યાંથી વિહાર કરી બહુશાલ ગ્રામના શાલવનમાં પધારે છે. ત્યાં શાલાર્યા નામની વ્યંતરી કર્મને વાત કરનારા ઉપસર્ગો કરે છે. ત્યાંથી લોહાગંલ જતાં રસ્તામાં જ સિપાઈયે તેમને કોઈ જાસુસ ધારી પકડી જિતશત્રુ રાજા પાસે લઈ જાય છે. પરંતુ ઉત્પલ નિમિત્તિ ત્યાં આવ્યો હતો તેણે પ્રભુને ઓળખ્યા, તેથી રાજાએ તેમને વંદના કરી છોડી દીધા.
For Private And Personal Use Only