________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આનંદનિધાન-ત કુલધ્વજકુમાર-ચોપાઈનો પરિચય પરિચાયક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી, સાહિત્યાલંકાર (મહાસમુદ. c.p)
પુરાતન જૈન મુનિઓએ ગૂજરાતી ભાષામાં ગદ્ય કરતાં પદ્યાત્મક સાહિત્ય વિશેષ રૂપથી નિર્માણ કર્યું છે. એવી વૈરાગ્ય, નીતિ, શીલ, દાન, તપ અને ઐતિહાસિકાદિ અનેક પદ્યાત્મક કૃતિઓ સાહિત્યસંસારમાં દૃષ્ટિગોચર થાય છે. યદ્યપિ આવી કૃતિઓમાં કવિનું મૌલિક તત્ત્વ માત્ર કવિતા જ હોય છે, બાકી વિષયમાં તે એક બીજાનું અનુકરણ કરવું પડે છે, છતાંય કઈ કઈ કવિની રચના અત્યન્ત ઉચ્ચ કક્ષાની અને સાહિત્યાદિ શાસ્ત્રોના જ્ઞાનથી ભરપૂર દેખાઈ આવે છે. આવી કૃતિઓનું પ્રકાશન જે થોડુ ઘણું થયું છે તે પણ જે સાહિત્ય અલંકારાદિને ધ્યાનમાં રાખી સંપાદિત કરવામાં આવ્યું હોત તો તે કૃતિઓનું વિશેષત્વ સાહિત્યિક દૃષ્ટિએ પણ સ્વીકાર થાત, અને લૌકિક સાહિત્યનાં અપ્રકટ અંગ પર વિશેષ પ્રકાશ પડત. અસ્તુ!
કુલધ્વજકુમાર રાસો નિમ્ન પ્રમાણે ઉપલબ્ધ થાય છે૧ કુલધ્વજ કુમાર રાસ કર્તા હર્ષકીર્તિ
, ધમસમુદ્ર, રચનાકાલ સં. ૧૫૮૪ ૩ , , " •
, સિદ્ધિસૂરિજી ,, , સં. ૧૬ ૧૮ શ્રા. વ.૮ રવિ ૪ , , , ,
,, રાજસાર , , સં.૧૭૦૪ આસો શુદિ ૧૫ રવિ ૫ ,, , , , ઉદયસમુદ્ર , , સં. આસરે ૧૭૨૮
ઉપરના પાંચ રાસો આજ સુધી મળ્યા છે. બધાયને વિષય માત્ર શીલ પ્રતિપાદન કરવાને હોવા છતાં દરેકની રચનાશલિ ભિન્ન ભિન્ન છે, જે રાસનો બહોળે પ્રસાર સૂચિત કરે છે. અહીં પર જે કુલધ્વજકુમાર-ચૌપાઈનો પરિચય આપવામાં આવે છે, તે ચૌપાઈ તથા કવિ આજ સુધી ક્યાંય (“જૈન ગૂર્જર કવિઓ'ના ભાગોમાં પણ) નજરે પડ્યા નથી અર્થાત આજસુધી સર્વથા અપ્રકટ છે. અને સર્વપ્રથમ “શ્રી જૈન સત્ય પ્રકાશ” દ્વારા આ કવિ અને આ કૃતિ વિદ્વાનોની સન્મુખ ઉપસ્થિત થાય છે
ઉપરોકત રાસની પેઠે આ ચોપાઈમાં પણ કુલ ધ્વજકુમારનું જીવનચરિત્ર આલેખવામાં આવ્યું છે. સંપૂર્ણ ચિપાઈ ૨૫ હાલમાં પૂર્ણ થાય છે. પ્રસંગનુસાર દેહ સેરડાને પણ ઉપયોગ કરવામાં આવે છે. અને મૂળ ઢાલમાં જ વિષયાનુસાર પ્રાકૃત ગાથાઓ તથા સંસ્કૃત સુભાષિતોને ઉપયોગ કવિએ વિશેષ કરી ચૈપાઈની રસિકતામાં વધારે કર્યો છે. અનુપ્રાસ તરફ કવિ વિશેષ આકૃષ્ટ જણાય છે.
આ ચૌપાઈના રચયિતા કવિ આનંદનિધાનજી ખરતરગચ્છાલંકાર આચાર્યવર્ય શ્રી જિનહર્ષસૂરીશ્વરજીના શિષ્ય-ઉપાધ્યાય શ્રી સુમતિરંગના શિષ્ય શ્રીમાન મતિવર્ધાનજીના શિષ્ય છે. અને વિ. સં. ૧૭૩૪માં વિજયાદશમીના દિને ઉપરોક્ત ચૌપાઈ સેજિત (જોધપુર સ્ટેટ) નગરમાં શ્રી પાર્શ્વનાથજીના પસાયથી સંપૂર્ણ કરી. વિ. સં. ૧૭૪૮ માં ઉપરોક્ત નગરમાં જ કવિએ દેવરાજ વચ્છરાજ ચૌપાઈ પણ નિર્માણ કરી હતી. એ પરથી સમજાય છે કે સેજિત તરફ તેમને વિહાર વિશેષ પ્રમાણમાં હેવો જોઈએ. મૌન એકાદશી-ચૌપાઈ પણ એમની જ નિમિત જ્ઞાનભંડારમાં મળે છે. આમ તેમની ત્રણ કૃતિ તો જાહેર છે,
For Private And Personal Use Only