SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ ]. રણશય્યા [૪૨૧ ખુશામતને આશ્રય શોધ્યો છે. એ બધા આ શાણપણનો પ્રભાવ છે. એ શાણપણ એક દિવસ ગુર્જર–રાજ્યને સર્વનાશ ન નોતરે તે સારું ! મારે એવું શાણપણ ન ખપે !” આદ્મભટે સ્પષ્ટ વાત સંભળાવી દીધી. રાજસભાની સતબ્ધતા વધુ ઘેરી બની ! એટલે રાજઆજ્ઞાને અનાદર?” અજયપાળે પૂછ્યું. ના. આત્મ-આજ્ઞાને સ્વીકાર !” આમ્રભટે એ જ જવાબ આપ્યો. સમય જતો હતો તેમ અજયપાળની ઉગ્રતા, આમ્રભટની મક્કમતા અને રાજસભાની ચિંતાગ્રસ્તુદશા વધતી જતી હતી. કોણ જાણે આજે શુંનું શુંય બની બેસવાનું હતું? છેલ્લે દાવ અજમાવતો હોય તેમ અજયપાળે કડકાઈ પૂર્વક કહ્યું: “પણ, આમ્રભટ! આ રીતે રાજઆજ્ઞાની અવજ્ઞા કરવાની શિક્ષા શું છે તેને ખ્યાલ છે ?” આમ્રવને આ સવાલનો જવાબ દે જરૂરી ન લાગ્યો. માત્ર મૌનભાવે ચારે તરફ એક દષ્ટિ નાખી તે અજયપાળની સામે સ્થિર નયને જોઈ રહ્યો. સભાજનોએ એ દૃષ્ટિમાં જાણે હિમાલયમી અડગતાનાં દર્શન કર્યા. આમ્રભટ! આમ અકાળે મોત નોતરીને જીવતરને ખારૂં શા માટે કરે છે ? હજુય સમય છે! આજે તમારા જીવન-મરણનો ફેંસલો થવાને છે ! માટે ફરી વિચાર કરી જુઓ ! રાજઆજ્ઞાનું ઉથાસન કરનારની દયા રાજસત્તા કદી ખાતી નથી!” અજયપાળે છેવટની વાત કહી દીધી. જીવતર ખારું થતું નથી, પણ મોત સુધરે છે. કાયરના જેવું જીવતર અને શરીરના જેવું મૃત્યુ-એમાં પસંદગીને વિચાર કરવાનું કામ કાયરનું છે, શુરવીરનું નહીં. ઘરે તે સદાય ખાંપણ સાથે રાખી ફરે છે. ગુર્જરપતિની આ રાજસભા આજે એવા કાયરનો અખાડે બન્યો છે. શાસનદેવ એને એથી બચાવે ! અને દયા? જેના માથે વીતરાગ જેવો ત્રિભુવનના નાથ સમે ધણું છે તેને કાની દયા યાચવાની હેય? મારે નિર્ણય અફર છે. રાજસત્તા પિતાને ગમતો નિર્ણય ભલે કરે!” આમ્રભટને અવાજ રાજસભામાં પડઘા પાડતો હતો. આખી રાજસભા જાણે થંભી ગઈ હતી. રાજપિતામહના મુખ ઉપર દૈવી તેજ રમી રહ્યું હતું. “ ત્યારે સાંભળે આમ્રભટ! ” અજપાળે સખ્તાઈથી કહ્યું: “તમે રાજઆજ્ઞાનું ઉથાપન કર્યું છે. રાજસત્તા તમને તે માટે મૃત્યુદંડની શિક્ષા ફરમાવે છે. આવતી કાલ સુધીમાં તમારે નિર્ણય નહીં ફરે તે આવતી કાલે રાજ્યના સુભટોની તલવારની ધાર તમારા લેહીનું પાન કરી એ શિક્ષાને અમલ કરશે!” -અને જાણે રાજસભામાં વધુ સમય બેસવું હવે અસહ્ય થઈ પડયું હોય તેમ અજયપાળ એકદમ રાજસભામાંથી રાજભવનમાં ચાલ્યો ગયો. મંત્રીઓ અને સામંતે અવનત મુખે જોઈ રહ્યા. પ્રજાજનેની આંખો અશ્રુભીની બની. સ્મિત વદને સૌને નિહાળી રાજપિતામહ આમ્રભેટે પોતાના મહાલય તરફ પગલાં માંડયાં ત્યારે સૌને લાગ્યું કે જાણે આ રાજપિતામહના શાણપણ આગળ અંધ રાજસત્તાના ચૂરેચૂરા થઈ ગયા હતા. For Private And Personal Use Only
SR No.521600
Book TitleJain_Satyaprakash 1944 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy