SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૧૯ અંક ૯] રણશય્યા બની મહાલયના એક ખંડમાં ટહેલતા હતા. તેમણે દૂરથી દૂતને જોયો, અને તે બધી બાજી સમજી ગયા. જે વાતની તેઓ કલ્પના કરતા હતા તે જ વાત સામે આવતી લાગી એટલે તેમને જરાય અચંબો ન થયો; ગઈ કાલે જ અજયપાળના મંત્રીમંડળને તેમણે જે વાત સંભળાવી હતી, તે જ વાત રાજાને આ રાજપિતામહના પોતાના મુખેથી સાંભળવી હતી. મહામંત્રી આ માટે તૈયાર જ હતા. રાજદૂતે મહામંત્રીના ખંડમાં પ્રવેશ તો કર્યો, પણ તેના પગ થંભી ગયા, કોઈ વૃદ્ધ કેસરીને જોતાં હરણું થંભી જાય તેમ. હજુ ગઈ કાલ સુધી જેણે મહારાજા કુમારપાળ જેવા સમર્થ રાજવી ઉપર પિતાનું વર્ચસ્વ પ્રવર્તાવ્યું હતું તે રાજપિતામહને અજયપાળની એક હલકી રાજઆજ્ઞા સંભળાવવા આ રાજદૂતની જીભ ઉપડતી ન હતી; તે અવાક્ થઈને ઊભો હતો. છેવટે મહામંત્રીનાં શાંત વચનથી સ્વસ્થ બની રાજદૂતે રાજઆજ્ઞા સંભળાવતાં કહ્યું. “મંત્રીવર! મહારાજા અજયપાળની આજ્ઞા છે કે આપે આજે રાજસભામાં હાજર થઈ મહારાજા જે કંઈ પૂછે તેને જાતે ખુલાસો કરો. આ રાજઆજ્ઞા છે, તેનું પાલન કરવામાં જરાય ગફલત ન થવી જોઈએ.” રાજઆજ્ઞા સંભળાવી દૂત વિદાય થયો. મહામંત્રી ખંડમાં ફરી ટહેલવા લાગ્યા. તેઓ વિચારતા હતા. આ રાજઆજ્ઞાનું પાલન થાય કે ન થાય–તેનું પરિણામ તે નિશ્ચિત જ છે. રાજઆજ્ઞાનું ઉથાપન કરીને જે વાત સિદ્ધ કરવાની છે તે જ વાત રાજઆજ્ઞાનું પાલન કરીને પણ સિદ્ધ કરવાની છે. ફરક માત્ર એટલો જ છે કે-રાજઆજ્ઞાનું અત્યારે જ ઉથાપન કરવામાં અજયપાળ અને તેને મંત્રીમંડળને ખરા ખરા શબ્દો સંભળાવવાને, આખી ય રાજસભાને પિતાના ગૌરવનું ભાન કરાવવાને, પાટણ અને સમગ્ર ગુજરાતની પ્રજાને કર્તવ્યપાલનની હાકલ કરવાને અને પ્રજાની મરજીવા વૃત્તિના આતશને જલતે રાખવાને એક સુવર્ણ અવસર જ કરવા જેવું હતું. વીચિત જે ઉજજ્વળ મૃત્યુની તેઓ રાહ જોતા હતા તેનું દર્શન તેમને આ રાજઆજ્ઞામાં થયું. -અને તેમણે આ રાજઆજ્ઞાનું પાલન કરવાનો નિર્ણય કર્યો. [ ૩ ] આખાય પાટણમાં આ વાત ફેલાઈ ગઈ હતી. રાજપિતામહ આમ્રભટ આજે અજયપાળની રાજસભામાં હાજર થવાના હતા. રોજ રોજ નવી નવી આપત્કથા સાંભળતા પાટણના નાગરિકનાં હૃદય ધડકતાં હતાં; ન માલૂમ આજનો દિવસ વળી કઈ વિપત્તિ લાવવાને હતા. કોઈકનું મન વળી એમ લલચાતું હતું કે રાજપિતામહની આ રાજસભાની મુલાકાતમાંથી કંઈક માર્ગ નીકળે અને તેઓ મંત્રીમંડળમાં જોડાઈ અજયપાળની સાન ઠેકાણે લાવે. મરણબીરૂ એવા કોઈને વળી એમ થઈ આવતું કે-મરણના ભય આગળ રાજપિતામહ પિતાને હઠ છોડીને અજયપાળના આજ્ઞાધારી બની જશે. વળી કઈને થતું કે–ગમે તે થાય, મહામંત્રી આમ્રભર પિતાના ગૌરવને અખંડ રાખશે; ભલે પછી તેમ કરતાં મરણ આવી પડે. પ્રજાના દિલમાં આજે આવી અનેક લાગણી પ્રવર્તતી હતી. અને એમાં સાચું શું તેને આજની રાજસભામાં ફેંસલો થવાને હતે. મંત્રીમંડળ, સામંત અને પ્રજાજનોથી ભરેલી રાજસભામાં મહામંત્રી આમ્રભઢ For Private And Personal Use Only
SR No.521600
Book TitleJain_Satyaprakash 1944 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy