SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના સ. ૧૯૯૭–૧૯૯૮ અને ૧૯૯૯ ના ત્રણ વર્ષનો હિસાબ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને વિ. સ. ૧૯૯૦-૯૧ થી વિ. સ. ૧૯૯૬ સુધીનાં સવા પાંચ વર્ષના હિસાબ વિ. સ. ૧૯૯૭ની સાલમાં શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના કૂમાંક ૬૮-૬૯માં પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનાં ત્રણ વર્ષ –સ. ૧૯૯૭-૧૯૯૮ અને ૧૯૯૯ના હિસાબ અહીં રજી કરવામાં આવે છે. આ ત્રણ વર્ષ એ યુદ્ધકાળનાં ત્રણ વર્ષ હતાં અને તેમાં કાગળના ભાવા મૂળ ભાવથી વધીને અમણા ચારગણા અને છેક આઠગણા સુધી વધી જવા પામ્યા હતા. અત્યારે પણ લગભગ છંગણા ભાવ તા છે જ. વળી આ ત્રણ વર્ષ દરમ્યાન સ. ૧૯૯૮ની સાલમાં તે ૨૫૦ પાનાંને દળદાર અને સચિત્ર દીપેાત્સવી અંક પણ પ્રગટ કરવામાં આવ્યા હતા. એટલે એકંદરે ખર્ચ વધુ પ્રમાણમાં થાય એ સ્વાભાવિક છે. પશુ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' દિવસે દિવસે શ્રીસંઘમાં વધુ પ્રિય થતું જાય છે અને ખાસ કરીને પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ સમુદાયની મમતા અને કૃપાદ્યષ્ટિ એના ઉપર વધતી જ રહી છે તેથી આવી અસહ્ય માંઘવારીમાં પણ તે પેાતાની મજલ કાપતું રહ્યું છે અને આજે નવમા વર્ષમાં પ્રવેશ કરી ક્રમાંક ૧૦૦મા વિક્રમ-વિશેષાંક' તરીકે દળદાર અને સચિત્ર એક પ્રગટ કરવા સમર્થ થઇ શકયું છે. આ માટે અમે પૂજય આચાર્ય મહારાજ આદિ સમસ્ત મુનિસમુદાયને તેમજ ઉદારતા પૂર્વક સમિતિને પ્રેમભરી મદદ માકલનાર સ ંઘે અને સગૃહસ્થાના અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ, અને સઢાને માટે તેની આવી કૃપાદૃષ્ટિ બની રહે એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. For Private And Personal Use Only વ્યવસ્થાપક,
SR No.521598
Book TitleJain_Satyaprakash 1944 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy