________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯
પરન્તુ એ વચનશક્તિથી આ દુનિયામાં જેટલું ભલું થાય છે તેનાથી ભૂંડું ઘણું થાય છે, એ કદીપણ ભૂલવું જોઇએ નહિ. વચનથી ભલા કરતાં ભૂંડુ અધિક થાય છે, એ જ કારણે કેટલાક અનુભવીએને કહેવું પડયું છે—
( Shakespeare )
Give your ears to all tongue to none. તારા કાન બધાને આપ, પણ જીભ કાઇને પશુ ન આપ. Hear much but speak little.
ઘણું સાંભળ પણ થેાડુ' ખેલ. વગેરે
કુદરતે પણ જીભ ઉપર અધિક સયમ રાખવાની ચેાજના કરેલી છે. કાન અને આંખ એ ખે છે, અને જીભ એક જ છે, છતાં એ કાન અને બે આંખાતે કામ એક જ સોંપાયેલું છે, જ્યારે એક જીભને કામ એ સાંપાએલાં છે: એક ખાલવાનું અને ખીજાં ખાવાનું – આ કામ કરનાર એક જીભ, અને એક જ કામ કરનાર એ કાન અને એ આંખની રચના જ જીભ ઉપર અધિક સંયમ રાખવા માટે માણસને શિખવે છે. છતાં દુનિયામાં જોઈએ તેા માણસ બે કાન વાર્ડ જેટલું સાંભળે છે, અને એ આંખ વડે જેટલું જૂએ છે, તેનાથી પણ અધિક ખેલવાને ટેવાયેલા છે. જીલ્વેન્દ્રિય ઉપરના એ અસંયમ મનુષ્ય જાતને વધારેમાં વધારે અપકાર કરનાર નિવડે છે. જ્યાં ત્યાં નિરર્થક કજિયા અને હૃદયના સંતાપ, અપ્રીતિની વૃદ્ધિ અને પ્રીતિના વિનાશ, વૈર વૃદ્ધિ અને વિરોધના દાવાનળ વગેરે દેખાય છે એ માટા ભાગે વાણીના દુરુપયોગનાં જ કટુ ફળા હાય છે. જો મનુષ્ય ખેલવાનું એઠું કરી નાંખે, જેટલું સાંભળે અને જૂએ છે, તે બધું જ હૃદયમાં રાખતાં શીખે, જરૂર પડે ત્યારે પણ વિચારીને જ કાઇને પણ નુકશાન ન થાય તેની કાળજી પૂર્વક ખેાલે, તેા ધણી આપત્તિઓના અત આપોઆપ આવી જાય તેમ છે. અને એ માટે જ ભાષાવિશુદ્ધિના શિક્ષણની ભારે અગત્ય છે. જૈન શાસ્ત્રોમાં એ શિક્ષણ સગીન રીતે આપવામાં આવ્યું છે. મુનિએની વાગ્ગુિપ્ત તથા ભાષાસિંમતિ એ શિક્ષણનું જ સુમધુર ફળ છે. એ શિક્ષણથી સુશિક્ષિત થયેલા મુનિ સતત ભાષણ કરે તાપણુ કાઇને અપકાર કરનાર થતા નથી, અને એ શિક્ષણુને નહિ પામેલે આત્મા સતત મૌન ધારણ કરે તે। પણ ફાયદો કરવાને બદલે નુકસાન કરનારા થાય છે. જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટ પ્રવચનમાતા એ ચારિત્રની જનેતા છે, વચનગુપ્તિ અને ભાષામિતિ એ અષ્ટ પ્રચવનમાતાની અંતંત છે, અને એ ખતે ભાષા વિશુદ્ધિને આધીન છે. ભાષાવિશુદ્ધિ એ રીતે પર પરાએ મુક્તિનું પરમ અંગ બની જાય છે.
જૈન શાસ્ત્રોએ મુનિઓને સČથા મૌન ધારણ કરવાને ઉપદેશ્યું નથી, સર્વથા મૌન ધારણ કરવાથી વ્યવહાર માર્ગના ઉચ્છેદ થાય છે, અને ખીજા પણ મિથ્યાભિમાનાદિ અનેક દુગુણા પાષાય છે, એ કારણે મુનિને જ્યારે જ્યારે ખેાલવાની જરૂર ઊભી થાય ત્યારે ત્યારે શાએ બતાવેલા નિયમાનુસાર તેને ખાલવાનું હોય છે, અને એ રીતે શાસ્ત્રાનુસારી વચનવિન્યાસમાં કુશળ બનેલા મુનિ ચિરકાલ સુધી ખેલે તે પણ અન્યને ધર્માંદાનાદિ કરવા વડે ગુણ કરનારા જ થાય છે.
વચનવિન્યાસમાં મુનિને કુશળ બનાવવા માટે જૈન શાસ્ત્રમાં ખેલવા લાયક ભાષાના ચાર પ્રકાર પાડી બતાવ્યા છે; તેમાં ખેલવા લાયક સધળી ભાષાઓના સમાવેશ થઈ જાય
For Private And Personal Use Only