SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] નિહનવવાદ [ ૭૩ ] ત્યારથી સર્વ સાધુની માફક તેઓ વેષ ધારણ કરવા લાગ્યા, છતાં તેમને ભિક્ષા માંગવામાં શરમ લાગતી હતી. પિતા મુનિધન એ આચરણથી વંચિત રહે એ શ્રીઆર્યરક્ષિતજી મહારાજને ઠીક નહોતું લાગતું. માટે એક વખત તેમણે મુનિઓને શિખડાવ્યું કે તમારે વૃદ્ધ મુનિને આહાર માટે મંડલીમાં ન બોલાવવા. ઈચ્છા વગર કચવાતે મને મુનિઓએ સ્વીકાર્યું ને શ્રી આરક્ષિતજી મહારાજ ત્યાંથી વિહાર કરી ગયા. વૃદ્ધ મુનિને બે દિવસના ઉપવાસ થયા. બે દિવસે શ્રી આર્ય રક્ષિતજી મહારાજ પાછા આવ્યા. વૃદ્ધ મુનિએ ફરિયાદ કરી. મહારાજે મુનિઓને ખૂબ ઠપકો આપે. મુનિઓએ કહ્યું “આપશ્રીના ગયા પછી અમને બિલકુલ ગમતું નહતું, અમારું મન અસ્વસ્થ હતું તેથી અમે ભૂલી ગયા. અપરાધ ક્ષમા કરે.’ આચાર્ય મહારાજે વૃદ્ધ મુનિને કહ્યું કે “એવી પરાધીન વૃત્તિથી સયું. લાવો હું ગોચરી લાવી આપું.” એમ કહી ઝોળી–પાત્રો તૈયાર કર્યા. સહસા વૃદ્ધ મુનિ બોલી ઊઠયા. “આપ રહેવા દે. હું લઈ આવું.' આચાર્ય મહારાજે તેમને જવા દીધા. ગૃહસ્થને ત્યાં ગયા. શરમથી આગળના દરવાજેથી ન જતાં પાછળના દ્વારે અન્દર ગયા. ધર્મલાભ દીધે. શ્રાવકે પૂછ્યું. “મહારાજ ! પાછલે બારણે કેમ પધાર્યા? તેમણે ઉત્તર આપ્યો. લક્ષ્મી કોઈ પણ દ્વારેથી પ્રવેશ કરે છે. તે કંઈ આગળ-પાછળને વિચાર કરતી નથી.' જવાબથી શ્રાવકને આનંદ થયો. ગોચરીમાં બત્રીશ મોદકનો લાભ મળે. આચાર્ય મહારાજે પ્રથમ ગોચરીના શુકનથી બત્રીશ શિષ્યના લાભનું ફળ પ્રકાસ્યું. એ પ્રમાણે સાધુધર્મના સર્વ આચારવિચારથી પરિચિત કરાવી પિતાને આત્મકલ્યાણ કરાવ્યું. શ્રી આર્ય રક્ષિતજી મહારાજના ગચ્છમાં ત્રણ પુષ્યમિત્ર મુનિ હતાઃ ૧ ધૃતપુષ્યમિત્ર, ૨ વસ્ત્રપુષ્યમિત્ર અને ૩ દુર્બલિકા પુષ્યમિત્ર ત્રણેમાં જુદી જુદી લબ્ધિ હતી. દુર્બલિકા પુષ્યમિત્રના કુટુમ્બિઓ બૌદ્ધધમી હતાં. તેઓ પૌષ્ટિક આહાર વાપરવા છતાં અધ્યયનમાં અપૂર્વ મહેનત કરતા, તેથી શરીર પુષ્ટ ન થતું, ને અત્યંત દુર્બલ રહેતા. એકદા તેમના સમ્બન્ધિઓએ આવી આચાર્ય મહારાજને જણાવ્યું કે-“અમારા પુત્રને તમે પૂરું ખાવા પણ નથી દેતા, તેઓ આટલા દુર્બલ કેમ રહે છે ?” આચાર્ય મહારાજે કહ્યું – ઇચ્છા પ્રમાણે વાપરે છે, છતાં જ્ઞાન ધ્યાનમાં લીન રહેવાને કારણે શરીર દુર્બલ જણાય છે. જે તમને પ્રતીતિ ન આવતી હોય તે તમે વહોરા એ તે વાપરે. પછી જે જે.” અમુક કાળ સુધી આ પ્રમાણે થયું. દુબલિકા પુષ્યમિત્રના શરીરમાં કંઈપણ ફેર ન પડે. પછી આચાર્ય મહારાજે થોડા દિવસ ભણવાની મહેનત ઓછી કરવા કહી આયમ્બિલ (લુખ્ખો આહાર) કરવા જણાવ્યું. થોડા જ દિવસમાં શરીરમાં સ્થૂલતા આવી. સમ્બન્ધિઓ સંતોષ પામ્યા ને જૈનધર્મમાં અભિરુચિવાળા થયા. - તે ગચ્છમાં દુર્બલિકાપુષ્યમિત્ર, વિધ્ય મુનિ, ફદગુરક્ષિત અને ગઠામાહિલ એમ ચાર સાધુઓ વિદ્વાન અને પ્રધાન હતા. એકદા વિધ્ય મુનિએ આચાર્ય મહારાજને જણાવ્યું કે સાધુઓ માટે સ્વરે સ્વાધ્યાય કરે છે તેથી મારે પાઠ હું તૈયાર કરી શકો નથી, ને કેટલુંક વિસ્મરણ થઈ જાય છે. મહાન બુદ્ધિમાન છતાં તેની અર્થવિસ્મૃતિ જોઈ આચાર્ય મહારાજે તેમને અને ભાવિ મુનિઓના ઉપકાર માટે અનુગની વ્યવસ્થા કરી. અત્યાર સુધી દરેક સૂત્રમાંથી વરકરણાનુયોગ, ધમકાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ એમ ચાર ચાર અર્થે શિખવવામાં આવતા, પણ આચાર્ય મહારાજે અંગ For Private And Personal Use Only
SR No.521596
Book TitleJain_Satyaprakash 1943 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy