________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ ધિગમસૂત્ર ઉપર ભાષ્ય રચ્યું છે. એ ભાષ્ય વિમની પાંચમી-ઠ્ઠી સદીમાં થઈ ગયેલા પૂજ્યપાદ યાને દેવનન્દી દ્વારા રચાયેલ સર્વાર્થસિદ્ધિ કરતાં તે પ્રાચીન છે જ, એ ભાગમાં વૈશેષિક, ન્યાય, યોગ અને બૌદ્ધ દર્શનનાં મંતવ્યો નજરે પડે છે. વિશેષમાં એમાં દર્શનના અર્થમાં “તન્ન” શબ્દ વપરાયેલ છે.
ઠાણ (સ. ૬૦૭)માં એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિમિત્તવાદી, સાતવાદી, સમુચ્છેદવાદી, નિત્યવાદી અને ન–સતિ–પરલેકવાદી એમ જે આઠ પ્રકારના વાદીઓને ઉલ્લેખ છે એ ઉપરથી આપણને એ સમયની વિવિધ માન્યતાઓની-દાર્શનિક કલ્પનાઓની ઝાંખી થાય છે.
સૂયગડ નામના બીજા અંગ (૧-૧૨-૧)માં અજ્ઞાનવાદ, વિનયવાદ, અક્રિયાવાદ અને ક્રિયાવાદ એમ ચાર જાતના અજૈન મતનો નિર્દેશ છે. આ પ્રત્યેકના અનુક્રમે ૬૭, ૩૨, ૮૪ અને ૧૮૦ એમ જે પ્રકારે આની નિજુત્તિની ૧૧ભી ગાથામાં ગણવાયા છે તે લક્ષમાં લેતાં દાર્શનિક શાખાઓની સંખ્યા ૩૬૩ની થાય છે. આ દરેક શાખાને જેને પાખંડીઓનાં મંતવ્ય તરીકે ઓળખાવે છે.
એવવાય નામના ઉવંગમાં તેમજ અન્ય આગમમાં અનેક સંપ્રદાયને ઉલ્લેખ છે. એની નેંધ અમૂલ્યચન્દ્રસેને પિતાના એક લેખમાં લીધી છે.
બૌદ્ધ સાહિત્યમાં દીઘનિકાયના “સામગ ફલસુત્ત'માં (૧) પૂરણ કસ૫, (૨) મખલિ ગોસાલ, (૩) અજિતકેસકંબલ, (૫) પબુધ કાયણ, (૫) બેલદિવુત સંજય અને (૬) નિગંઠ નાતપુર એમ જે છ તીર્થિકોને ઉલેખ છે એ દરેકના મંતવ્યને દર્શન ગણીએ તે દર્શનેની સંખ્યા બૌદ્ધ મતે સાતની દર્શાવી શકાય.
સુત્તનિપાતના “સભિયસર (. ર૯), દીવનિકાયગત “બ્રહ્મજાસત્તર વગેરેમાં ૬૩ દૃષ્ટિઓને-દર્શનને ઉલેખ છે. એમાં બૌદ્ધ દર્શન પણ આવી જાય છે.
વૈદિક સાહિત્ય તરફ નજર કરીશું તો જણાશે કે ઉપનિષદોમાં તત્વજ્ઞાનનું જે ચિન્તન છે તેને અનુલક્ષીને વખત જતાં દાર્શનિક સિદ્ધાનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું છે. એને એક નમૂને તે ઈસવી સનની બીજી સદીમાં થઈ ગયેલા મનાતા બાદરાયણે રચેલું બ્રહ્મસૂત્ર છે. એમાં દાર્શનિકાનું વર્ગીકરણ છે અને એ જગતના કારણ વિષેનાં તેમનાં વિવિધ મંતવ્યોને અવલંબીને કરાયેલું છે. આ બ્રહ્મસૂત્ર ઉપરથી (૧) અનાત્મવાદી ચાર્વાક યાને લકાયતિક, (૨) જગતના કારણ તરીકે અપૂર્વ (કર્મ)ને માનનાર જૈમિનીય, (૩-૪) કેવળ પ્રકૃતિ–કારણવાદી અને આત્મા સચેતન હોવા છતાં એ અકર્તક છે એમ માનનાર સાંખ્ય અને યોગ, (૫) અધર્વનાશિક આત્મવાદી વૈશેષિક, (૬) પૂર્ણવૈનાશિક બૌદ્ધ, (૭) અનેકાન્તવાદી આહંત, (૮) પરમેશ્વરને કેવળ જગતનું નિમિત્ત કારણ માનનાર પાશુપત, (૯) પ્રકૃતિકારણ ઈશ્વરવાદી ભાગવત, (૧૦) કેવળ પરમેશ્વર જ સર્વ ભૂતને સત્ય આત્મા છે અને એ આ જગતનું નિમિત્ત કારણ તેમજ ઉપાદાન કારણ પણ છે એમ માનનાર વેદાન્ત એમ દસ દર્શને એ સમયે પૂર બહારમાં હતા એમ જાણી શકાય
૧ કૃપા વિજયના શિષ્ય અને વિ. સં. ૧૭૪૭માં માતા પ્રસાદના રચનારા મેકવિ ભક્તામરસ્તાન (, ૨૪-૨૫)ની વૃત્તિમાં કેટલાક સંપ્રદાયનાં નામ આપ્યાં છે.
૨ તાંબર સાહિત્યમાં તેમજ બૌદ્ધ સાહિત્યમાં આને વિષે ઉલ્લેખ છે, જ્યારે દિગંબર સાહિત્યમાં એ વિશે કશી જ નેધ નથી.
For Private And Personal Use Only