SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ અને એકાન્ત આત્મહિત-કામિત્વ આદિ સર્વોત્તમ ગુણસમૂહથી વિભૂષિત તેવા મહાન પુરુષો વડે જ આ પૃથ્વી અલંકૃત અને નિર્ભય છે. અને અધમ આત્મા તે બીજાને દુઃખ આપવાની પ્રવૃત્તિને દૃઢતાપૂર્વક આગળ વધારતો જ જાય છે. ઠીક જ કહ્યું છે કે यः स्वभावो हि यस्य स्यात् तस्यासौ दूरतिक्रमः। श्वा यदि क्रियते राजा स किं नाश्नात्युपानहम् ॥ જે જે સ્વભાવ હોય છે, તેનું તે ઉલ્લંઘન કરી શકતું નથી. કદાપિ કૂતરાને રાજા બનાવવામાં આવે તે શું તે પગરખાંને નથી કરતો ? ભગવાન શ્રી મહાવીહેવના જીવે વાસુદેવના ભવમાં મારેલ સિંહને જીવ ખેડુત, શ્રી ગૌતમસ્વામીથી પ્રતિબેધ પામી આત્મભાવની અતીવ વૃદ્ધિપૂર્વક સમવસરણ તરફ આવી રહ્યો છે. જેઓશ્રીના નામસ્મરણ માત્રથી પણ દોડે ભવસંચિત પાપ-કર્મો નાશ પામી જાય છે, સર્વે ઉપદ્રો શમી જાય છે, જેમનું ત્રણ જગતમાં અદ્વિતીય અને અદ્દભૂત રૂ૫ છે, જે પ્રભુનું મુખ વારંવાર જોવા છતાં તેને અતૃપ્તિ જ રહે છે, ચક્ષુને નિમેષ પણ દેખવામાં અંતરાય રૂપ લાગે છે, ત્રણ ભુવનવતી સમસ્ત પ્રાણીઓમાં શારીરિક અને આત્મિક ગુણોમાં જેઓશ્રીની હેડ કઈ પણ કરી શકતું નથી, એવી મહાન વિભૂતિ-સમવસરણસ્થ પરમાત્મા શ્રી મહાવીરદેવને પણ જોતાંની સાથે જ, ખેડુતના હૃદયમાં પૂર્વનું વૈર પ્રગટ થઈ ગયું. તેને નથી જાતિસ્મરણજ્ઞાન કે નથી અવધિજ્ઞાન, છતાં પણ સિહના ભવમાં મરતી વખતે તે આત્માએ વૈરના જે સંસ્કારે દૃઢ કરેલા હતા, તે અત્યારે બન્ને ભિન્ન સ્વરૂપમાં હોવા છતાં પણ, જાગૃત થઈ ગયા. પ્રભુને જોતાંની સાથે જ રજોહરણ મૂકીને તે પલાયન કરી ગયો. સુશલ મુનિને દીક્ષા નહિ લેવા દેવા માટે તેની માતાએ બની શકતા દરેક પ્રયત્નો કર્યા, છતાં સફળતા ન મળી. તેથી તેમના ઉપર અત્યંત દ્વેષ ધારણ કરતી તે મરીને પહાડમાં વાવણ તરીકે ઉપન્ન થઈ. રાગ મહાબુર છે. રાગાંધ મનુષ્યો ઈષ્ટ વિયેગમાં ઝૂરે છે. સુખની બીજી દરેક સામગ્રીઓ પોતાની પાસે મોજુદ હોવા છતાંય, એક ઇષ્ટ વ્યક્તિના વિયોગથી તે આત્મા અહીં જ નારકીની વેદના જેવા દુઃખનો અનુભવ કરે છે, જેમકે रागांधा इह जीवा दुल्लहलोयमि गाढमणुरत्ता। जं घेइंति असायं कत्तो तं हंदि ! नरपवि ॥१॥ રાગાંધ પ્રાણીઓ ઈષ્ટ વસ્તુને વિષે ગાઢ અનુરાગ ધારણ કરે છે. તેની અપ્રાપ્તિથી જે દુઃખનો અનુભવ કરે છે, તે નરકમાં પણ ક્યાંથી હોય?” સર્વ દુઃખોનું મૂળ રાગ છે. કઈ પણ કારણથી રાગ જયારે વિપરીત બને છે. ત્યારે તે જ દ્વેષ રૂપે પરિણામ પામી જાય છે. रागाओ होइ दोसो दोसाओ होइ वेरसबंधो । वेराओ पाणिघाओ, तत्तो गुरुकम्मबंधोत्ति ॥१॥ રાગથી ઠેષ થાય છે. ષથી વૈર સંબંધ-વૈરથી પ્રાણીઓનો ઘાત અને પ્રાણઘાતથી ભારે કર્મબંધ થાય છે.” એટલે ત્યાં ધ્યાન માટે રહેલા તે મુનિવરને વાઘણે જોયા. કર્મની અકળ કળાને છમસ્થ મનુષ્ય જાણી શકતો નથી. પૂર્વભવઘટિત અનુકૂળ કે પ્રતિકૂળ સંગોમાં મુકાવું એ પણ કર્મની વિચિત્ર રચનાને આભારી છે. મુનિને જોતાંની સાથે જ પૂર્વભવનું વૈર યાદ આવવાથી વાઘણે ભારે રોષપૂર્વક મુનિના ઉપર ત્રાપ મારી. થોડી જ વારમાં વાઘણે શરીરને ફાડી નાખી મુનિને પ્રાણવિમુક્ત કરી દીધા. મુનિ શુદ્ધ આત્મ-ભાવમાં દઢ રહી સગતિગામી બન્યા For Private And Personal Use Only
SR No.521595
Book TitleJain_Satyaprakash 1943 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy