________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૦ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ આવાં ક્ષેત્રોમાં વિશાની માફક એતિહાસિક બાબતે નોંધાતી નહતી. છતાં જૈન સંઘની રહેણી-કરણી ઉપરથી આપણને કેટલાંક ઐતિહાસિક સૂચને અવશ્ય મળી રહે છે, જે જેની તત્કાલીન સામાજિક સ્થિતિ પર પ્રકાશ પાડે.
સામાન્ય રીતે તેવાં જ સ્થળોમાં સાધુઓ ચાતુર્માસ માટે જતા જ્યાં શ્રાવકેની બહળી સંખ્યા હોય, સુખી-સમૃદ્ધ હોય અને ઓછામાં ઓછું એકાદ દેરાસર અને ઉપાશ્રય હેય. આવા પકે તે તે સાધુઓની, આદેશપટ્ટકમાં જણાવેલી સાલની આગળ પાછળ ૫૦૭૫ વર્ષ ગણીને, વિદ્યમાનતા આંક્વામાં સહાયક નિવડે. આવા ક્ષેત્રપટ્ટકે ગૂજરાત અને મેવાડનાં મળી આવે છે. ગુજરાતના પદોમાં કેટલાંક આજે ગુજરાત બહારનાં ગામે પણ જણાય છે; તેથી તે સમયે ગુજરાતની સીમા કયાં સુધી હતી તેને પણ ખ્યાલ આવે છે. મારા ધારવા મુજબ ગુજરાત બહારનાં ગામ-નગરોને મેવાડમાં સંગ્રહ કરાતો, કેમકે ગૂજરાત સિવાયના પંજાબ આદિ દેશમાં જેનેની સંખ્યાનું પ્રમાણ તે સમયે પણ ઓછું હતું. તેથી તેને અલગ નિર્દેશ થતો નહિ.
ક્ષેત્રપટકમાં નોંધાયેલાં ગામ-નગરની શોધ કરવામાં આવે છે તેમાંથી કેટલાંયે ભૂશાયી કે ભૂગર્ભમાં ભળી ગયાં હશે, ત્યાં જેનોની સંખ્યા ઘટવાની કે ગણવાની વાત જ શી. આજે તે આ ગામડાંઓ પણ વિજ્ઞાનયુગની કારમી ફાળમાં સપડાયાં છે. અને તેનું મૌલિક હીર લૂંટાતું જાય છે.
આવા ક્ષેત્રપદને પરિચય પુરાતત્ત્વવિદ્દ શ્રીમાન જિનવિજયજીએ, તેમના જૈન સાહિત્ય હોવાના ખંડ ૧ ના અંક ૩ માં કરાવ્યો છે. તેમણે સં. ૧૭૭૪ થી ૧૯૦૩ સુધીનાં દશ અને તે પછીના અંકમાં સં. ૧૬ ૬૭ અને ૧૮૪૫ ના ક્ષેત્રપટ્ટકે આપ્યાં છે.
મારી પાસેનાં બે ક્ષેત્રપદક સં. ૧૭૨૩ અને ૧૮૬-૮૮ નાં છે. પ્રથમનું તે શ્રી વિજયપ્રભસરિ–કે જેમના ગુરુના સમયથી જ ભગવાન મહાવીરની પટ્ટપરંપરા માટે મેટી ઉથલપાથલ મચી હતી, એટલું જ નહિ, એ પરંપરાનો તેમની પછી લગભગ વિચ્છેદ થયે
તે અંતિમ ગ૭પતિ આચાર્યનું સં. ૧૭૨૩ નું છે, જે પ્રકાશિત થયેલા પદોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ બીજા નંબરનું ગણાય. બીજું ક્ષેત્રપટ્ટક તૂટક હોવાથી અધૂરું છે. આ ક્ષેત્રપદક બીજાઓથી કંઈક ભિન્ન રીતનું છે. તેમાં ગામેની સામે આપેલ સાધુઓનાં નામે કેટલેક સ્થળે તે ખાલી પડેલાં છે. અને ઉપર આદેશક ગપ૭પતિ કે તેમના ગુરુનું નામ સુધાં નથી. આથી જણાય છે કે આ પટ્ટક વ્યક્તિગત ક્ષેત્રાદેશપટ્ટકની સંગ્રહ–નોંધ હશે. છતાં તે પણ ઉપયોગી થઈ પડે એ હેતુથી આપું છું.
* શ્રી વિજયપ્રભસૂરિને જન્મ કચ્છના મનહરપુરમાં સં. ૧૬૭૭ માહ સુદ ૧૧ ના દિવસે થયો હતો. પિતાનું નામ એસવાલ વંશી શા. શિવગણ અને માતાનું નામ ભાણું હતું. તેમણે સં. ૧૬૮૬ માં એટલે ૯ વર્ષની ઉંમર શ્રી વિજયદેવસૂરિ પાસે દીક્ષા લઈ શ્રી વીરવિજય નામ ધારણ કર્યું હતું. સં. ૧૭૦૧ માં પંન્યાસપદ, સં. ૧૭૧૩ ના વૈશાખ સુદિ ૧૦ ને દિવસે ગધારમાં આચાર્યપદ મેળવી શ્રી વિજયપ્રભસૂરિ નામ ધારણ કર્યું હતું. તેમનું સવિસ્તર વિવેચન મારા તરફથી સંપાદિત થતા વિવિનય મંગ્વિમાં આવશે.
For Private And Personal Use Only