SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૯. શેઠાણી—કાઈ અત્યારે જાગતું નથી. ધીમે રહીને આ કઢાઈ ઉપાડી લ્યે! એટલે થયું. આપણું દાળદર ગયું. જે થાય તે સારા માટે, આપણા પુણ્યને ઉદય થયા. ' શેઠ— પણ તને ખબર છે ? આ ધન આપણું નહિ, પણ મકાનમાલિકનું જ કહેવાય.’ શેઠાણી—“ એવું કશું નહિં. આપણને મળ્યું માટે આપણે જ તેના માલિક. ’’ શે—“ મારે નિયમ છે કે કાર્યનુંયે અદત્ત લેવું નહીં. '' રોઠાણી—“ એ બધું પછી વિચારજો, પહેલાં કઢાઈ લઈને ધરમાં મૂકી દેવા દ્યો.” શેઠ—“ આ અન્યાયનું અદત્ત ધન આપણા ધરમાં જઈજ ન શકે.' એની વાંત સાંભળી જુવાન પુત્ર જાગ્યા અને બહાર આવીને એ દૃશ્ય જોતાં જ ઉત્સાહમાં આવી ગયા. પુત્ર—“ મા, ચાલ, આપણે બન્ને કઢાઇ ઉપાડી લઇએ. શેઠ—“ એટા, એમ ઉતાવળા ન થઈએ. ઉતાવળે આંબા ન પાર્ક. શાંતિ રાખ. આપણે શ્રાવક છીએ. આવી મુદ્ધિ આપણાથી કેમ થાય ? મકાનમાલિકને જ આ બધી સેાના મહારા આપવી જોઈએ. ” ત્યાં તે। સહવાર પડી. પાસેના ધરમાંથી સજ્જન મહેતાના સબંધીએ આવ્યા. બધાએ ધન રાખવાની ઇચ્છા બતાવી, પણ એક સજ્જન મહેતા જ નિશ્ચલ રહ્યા. આ ધન ઉપર આપણા લગારે હક્ક નથી, એના ઉપર તેા મકાનમાલિકને અને સિંહ તે। મહારાજા સિદ્ધરાજદેવને જ હક્ક પહેાંચે. સજ્જન શેઠ પેાતાની પ્રાતઃકાલીન પ્રતિક્રમણાદિ ક્રિયા કરી, પૂજન આદિ કરી મકાનમાલિક રગરેજને ખેાલાવી લાવ્યા અને સેાના મહારાની કઢાઈ પાસે લઈ ગયા. ર’ગરેજ—“ શેઠજી, આમાં મને શું ખતાવે છે ? અત્યારે આ ઘર તમારું છે, એટલે આ ધન પણ તમારું જ કહેવાય. ’ શેઠ-“ ના ભાઈ, મકાનમાલિક તમે જ છે. અમે તે ભાડુઆત છીએ. આ ધન–આ સાના મ્હારે। તમારી છે તે તમે લઈ જાશે. ’ રંગરેજ—“ શેઠજી, તમારી સત્યપ્રિયતા અને ધમપ્રિયતા જોઈ મને આનંદ થાય છે. શ્રાવક જૈન આવા પ્રામાણિક, સત્યપ્રિય અને ઉદાર જ હોય. શેઠજી, હું તમને ઠીક કહું છું, આ ધન મ્હારુ' નથી. હું તેના માલિક થવાને લાયક નથી. મેં આ આખું મકાન એકવાર નહિં, બે વાર નહિ, અરે એકવોશ વાર ખાદાવ્યું છે. મ્હારા નસીબમાં હાત । મને પહેલાં જ ન મળત ? માટે તમને કહું છું, તમે જ આ ધન રાખેા.” _r સજ્જન ભાઈ, હું તેા ન્યાયથી કમાઉં એ જ ધન મ્હારું. હું કાર્બનું અત્ત લેતેા જ નથી. પારકાનું ધન હું શા માટે લઉં ?’ શેઠાણી—-“ પણ હવે આ ધન અદત્ત ન કહેવાય. તેમજ આપણને જરૂર પણ છે. આ ગરીબાઇ ક્યાં સુધી વેઠવી ? ” સજન—“તું ન સમજી ! જમીનમાં પડેલા ધનના આપણે માલિક કેવી રીતે થઈ શકીએ ? આ ધન આપણું નથી એ તે ચોક્કસ જ છે. ભાઇ રંગરેજ, તું લઇ જા, નહિ તે હું તે। આ કઢાઈ મહારાજ સિદ્ધરાજ દેવને પહાંચાડીશ. ’' For Private And Personal Use Only
SR No.521594
Book TitleJain_Satyaprakash 1943 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy