________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] દઢ પ્રતિજ્ઞા
[ ૧૧ ] મહારાજા સિદ્ધરાજનું રાજ્ય આવા વિરથી જ શોભે છે. ચારે જણા શેઠનો અહેસાન માનતા વાતો કરતા ઘર તરફ ચાલ્યા. પણ એમાં એક વધુ નીચ સ્વભાવનો હતો તેના મનમાં ચેન નહેતું. એના હૃદયમાં કિન્નાની આગ સળગી રહી હતી. એક વાણુ મને પકડે? અરે, ચાર જણને એ પહોંચ્યો? જાણે એના દિલમાં દાહ ઊડ્યો હતો. એ છેલ્લા ચાલ્યા વિના ઘેર ગયો.
શેઠના ખેતરમાં હવે ચોરી નથી થતી. શેઠે કોઈને કાંઈ વાત કરી નહિ, પણ વા વાત લઈ જાય એમ અનેક જાતના ગપાટા ઉડયા.
છ મહિના પછી એક વાર શેઠના ખેતરમાં અને ઘરોમાં એક સાથે ભયંકર આગ લાગી. જાણે અગ્નિ દેવતા પિતાની સહસ્ત્ર જિહા રૂપી ઝાળથી પ્રગટી ઊ. ક્ષણવારમાં તેણે બધું બાળી-જલાવી ખાખ કરી નાખ્યું.
શેઠ અને તેમનું કુટુમ્બ પહેરેલે વચ્ચે જીવ બચાવી બહાર નીકળી ગયું. શેઠને ચોપડા અનાજ ઘાસ અને ઘર બધુંય બળીને ભસ્મ થયું. પણ શેઠનું રૂવાડુંયે ન ફરક્યું. તેમણે વિચાર્યું. જે મારા તગદીરમાં હતું એ બન્યું, ભાવિ કાણુ મિથ્યા કરી શકે?
આખા ગામમાં વાત ફેલાઈ, કોણે આગ લગાડી ? પાપ છાનું ન રહ્યું. પણ શેઠે તે મૌન જ રાખ્યું. એમણે તે ફરિયાદ ન કરી કે તપાસે ન કરાવી. ભાવિ કે મિથ્યા કરી શકે છે. ઉદય અને અસ્ત એ તો દુનિયાને અચલ નિયમ છે.
[૩] પરીક્ષા સજજન શેઠે ફરીથી વ્યાપાર શરૂ કર્યો, પણ એમાં ફાવટ ન આવી, એકવાર સ્વપ્નમાં તેમનાં કુલદેવીએ આવીને કહ્યું “ખંભાત જા! તારો ઉદય ત્યાં છે.”
બીજે દિવસે શેઠ કુટુંબ સહિત ઉપડયા. જતાં જતાં પિતાની જન્મભૂમિને પ્રણામ કર્યા, હવે તે અંજલ હશે ત્યારે આવીશ! જય જન્મભૂમિ !
રસ્તામાં જતાં એક નાનું ગામડું આવ્યું. અહીંથી ખંભાત નજીક જ હતું. શેઠે વિચાર્યું શહેરમાં આપણને કોણ ઓળખે? ગામડુ સારૂં, અહીથી ખંભાત કયાં છેટું છે?
એક રંગરેજનું ઘર ભાડે રાખી સજન મહેતા કુટુંબ સહિત તે ગામડામાં રહેવા લાગ્યા. સામે જ સુંદર નાનું જિનમંદિર હતું. ઉપાશ્રય પણુ પાસે જ હતો. શેઠ નિયમિત ધર્મારાધન કરવા પૂર્વક વ્યાપાર ચલાવવા લાગ્યા. શેઠના ઘરના ફળીયામાં બે ગાયો બાંધવામાં આવતી. શેઠાણી બધું ઘર કામ સંભાળતાં હતાં. ત્યાં માસામાં એકવાર ખૂબ વરસાદ પડયા પછી તરફ કાદવ કાદવ થયો. તેમાં રાત્રે ગાયે તોફાન કર્યું અને તે ખીલે છડી નાઠી. શેઠ મુશ્કેલીએ ગાયને શોધી લાવ્યા અને ફરીથી ખોલે ઠોકવા માંડે ત્યાં નીચેથી ખણખણ અવાજ થવા માંડ્યો. શેઠાણી પાસે જ ગાયને પકડીને ઊભાં હતાં. તેમણે આ મીઠે રણકાર સાંભળી શેઠને કહ્યું: “સાંભળતા નથી, કંઈક અવાજ થાય છે તે.” ફરીથી જોરથી ખીલે ઠેકતાં અવાજ વધારે સ્પષ્ટ સંભળાયો. શેઠ પણ ચમક્યા, ખાંપી લઈ ખોદી કાઢયું. ત્યાં તે એક કઢાઈ દેખાઈ. શેઠ વધુ ચમક્યા. ધીમેથી માટી કાઢી બરાબર જોયું તો જણાયું કે કઢાઈમાં કપડા નીચે કંઈક છે. કપડું ખસેડ્યું તે અંદર ચમકારા થઈ રહ્યા હતા. “ઓહ આ તે સોના મહોરો !” શેઠાણી બેલી ઊડ્યાં. શેઠે પણ ખાત્રી કરી લીધી. આ પછી શેઠશેઠાણી વચ્ચે વાતચીત ચાલી
For Private And Personal Use Only