SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - દઢ પ્રતિજ્ઞા [ એક ઐતિહાસિક કથા ] [૧] પ્રતિજ્ઞા-ગ્રહણ આચાર્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજની અપૂર્વ દેશનાશક્તિએ જનતાનું ખૂબ જ આકર્ષણ કર્યું હતું. જુસ્સાદાર મીઠી વાણું, ઉજજવલ ચારિત્ર, અગાધ શાસ્ત્રીય જ્ઞાન અને નમ્રતા આદિ ગુણોથી તેમને પ્રભાવ ખૂબ પડતો. એમના ભવ્ય લલાટ ઉપર દેખાતી ત્રણ રેખાઓ તેમના જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવને જાણે વ્યક્ત કરતી હતી. વિદ્યુતસમ ચમકારા મારતી તેમની આંખો મોટા મોટા રાજા-મહારાજાઓને પણ મહાત કરતી અને તેમના ચરણે નમવા ખેંચતી હતી. એમનું ભવ્ય અને સૌમ્ય મુખારવિંદ કૂરમાં ક્રર માનવીને પણ શાંત બનાવી દેતું. આવા પ્રતાપી આચાર્ય મહારાજ વિહાર કરતા કરતા એક વખત ઉંદિરા ગામમાં પધાર્યા. ગામની જનતા તેમને ધર્મોપદેશ સાંભળી કૃતકૃત્ય બની. એ હતા તે જૈનાચાર્ય, પરંતુ તેમને એ સર્વવ્યાપી ઉપદેશ સાંભળી મનુષ્યમાત્ર કલ્યાણનો અર્થો બની જતો. આખું ગામ આ પ્રતાપી પુરુષને ભાવથી નમતું અને તેમની ભક્તિ કરી પિતાને કૃતકૃત્ય માનતું. સુરિજી મહારાજની નિષ્પરિગ્રહિતાથી બધા મુગ્ધ થતા. તેઓ ગૌચરી, પાણી કે સંયમપાલનમાં અનિવાર્ય ઉપકરણ સિવાય કશુંયે લેતા નહિ. ધનવાને ધન આપવા જાય, ખેડુતો ધાન્ય આપવા જાય, ઝવેરીઓ ઝવેરાત લઈ જાય, તો આ ત્યાગમૂર્તિ આચાર્ય બધાયને પ્રેમથી સમજાવતાઃ “સાધુને શરીરને ભાડું આપ્યા સિવાય ચાલે તેમ નથી એટલે આહાર પાણી લે છે. બાકી બીજા કશાની આવશ્યક્તા નથી. કંચન અને કામિનીને ત્યાગ એ તો અમારું જીવનસૂત્ર છે. જે સાધુઓ દ્રવ્ય સંગ્રહે, જમીન રાખે, ધાન્ય સંગ્રહે તે પછી સાધુ અને ગૃહસ્થમાં શું ફેર ?” “ઉંદિરા” ગામની જનતાના આગ્રહથી સૂરિજી મહારાજે અહીં વધુ સ્થિરતા કરી હતી. આવતીકાલે આચાર્ય મહારાજ વિહાર કરવાના હતા એટલે આજે પુષ્કળ માનવમેદની ઉપદેશ સાંભળવા આવી હતી. સરિજી મહારાજે ઉપદેશની ધારા વહાવતાં છેવટે જણાવ્યું મહાનુભાવો ! तं च मांसं च सुरा च वेश्या, पापद्धिचौर्य परदारसेवा । पतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ (જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચૌરી (અદત્ત), અને પરદારગમન, આ સાતે વ્યસને દુનિયામાં ઘરમાં ઘેર નરકમાં લઈ જનારાં છે.) - આ વ્યસનોને સેવનાર પ્રાણુ દુર્ગતિને ભાગીદાર બને છે. જે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય અને શાશ્વત સુખના ભોક્તા થવું હોય તે આ વ્યસનને ત્યાગ કરે ! - સુરિજી મહારાજની વાણુએ જાણે બધાને પીગળાવી નાંખ્યા. આબાલવૃદ્ધ દરેકે ઊભા થઈ દઢ પ્રતિજ્ઞા લીધી કે આજથી અમારે સાતે વ્યસનો ત્યાગ છે. સજન શેઠ અને તેમના આખા કુટુએ પણ દઢ પ્રતિજ્ઞા કરી લીધી અને સાતે વ્યસનોનો ત્યાગ કર્યો. For Private And Personal Use Only
SR No.521594
Book TitleJain_Satyaprakash 1943 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy