________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
સિદ્ધહેમકુમાર સંવત્
[ ૨૬૧ ]
મહાવિભૂતિઓની યાદગારીની નિશાની તરીકે તેમના નામના સવત્ જરૂર ચાલવા જોઇએ અને તે માટે પ્રયત્ન પણ કર્યાં. ખરે જ તે યુગની જનતાએ એકમત થઈ આ મહાવિભૂતિએની યાદગારીમાં સંવત ચલાવ્યા હાત તે। આજે ગૂજરાત અને ગુજરાતની પ્રજા જગતની નજરે વિશેષ ગૌરવવંતી લેખાત.
અંતમાં આ ઠેકાણે જૈનપ્રજાનુ અને ખાસ કરી અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું એક વસ્તુ તરફ ભારપૂર્વક લક્ષ્ય દોરવું. ઉચિત માનું છું કે આપણે ત્યાં મહત્ત્વની વસ્તુઓના સંરક્ષણ અને સાચવણી તરફ જે લક્ષ્ય હાવુ જોઇએ તે રાખવામાં નથી આવતુ. એટલે અહીં હું પેઢીના કાર્યકર્તાઓને ભારપૂર્વક જણાવું છું કે—ચામુખજીની ટૂંકમાં રહેલી આ ગૌરવવંતી ધાતુની પ્રતિમાને એવા સ્થાનમાં રાખવામાં આવે કે જ્યાંથી એ પ્રતિમા,—જેમ વિમલવસીમાંથી યાજના લેખ ગૂમ થયા તેમજ વિમલશાના મંદિરમાંથી અજન્મ કારીગરીવાળી ધાતુની પ્રતિમા ઉપડી ગઇ તેમ,ગૂમ ન થાય. ખરે જ મને તે આ પ્રતિમા જોઇને એને ચારી લઈ કાઇ યાગ્ય સ્થાનમાં મૂકવાનું જ મન થયું હતું. પણ સાચે જ કાઈ ઐતિહાસિક વસ્તુઓના વ્યાપારીને હાથે એ પ્રતિમા ચઢી ન જાય એ માટે શેડ આ. ક. પે.ના કાર્યકર્તાઓએ ધ્યાનપૂર્વક વ્યવસ્થા કરવી ઘટે.
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
૧૪”×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઇ : સાનેરી ઑર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો.) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
----------