________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરાય નિર્ભ : |
શ્રીજૈનમકાQI
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
IIIIIIIIIIIIIIIIIIIIIII
વર્ષ ૮
ક્રમાંક ૯૩
અંક ૯
સિદ્ધહેમકુમાર સંવત્
લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજ્યજી
[પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય ]. ભારતીય પ્રાચીન લિપિમાલામાં આજ સુધીમાં પ્રચલિત થયેલ વૈદિકસંવત , કલિયુગસંવત, વીરસંવત, વિક્રમ સંવત , શાલિવાહન–શકસંવત , ગુમસંવત, સિંહસંવત્ વગેરે અનેકાનેક સંવતને પરિચય કરાવવામાં આવ્યો છે. જે પૈકીના ઘણખર સંવત તો આજે જનતાના સ્મૃતિપટ પરથી ભૂસાઈ ગયા છે. માત્ર વીર સંવત , વિક્રમસંવત્, શાલિવાહન શક–સંવત્ જેવા ગણતરીના જ સંવતો જનતામાં એકધારી રીતે આદરપાત્ર રહ્યા છે. તેમ છતાં એટલી વાત તે ચોક્કસ જ છે કે–જે જે વ્યક્તિઓના નામના સંવત ચાલુ થયા હશે–છે તેમના પ્રત્યે કઈ ખાસ કારણને લઈને જ જનતાને પક્ષપાત બંધાય હશે અને તે તે સંવતે તેમના અનુયાયીઓની વિદ્યમાનતા પર્યત ચાલીને છેવટે ભૂસાઈ ગયો હશે. એ બધું ગમે તેમ હો તે છતાં સંવતની ઉત્પત્તિએ ઈતિહાસમાં મોટામાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે એ સંવત કોના કોના નામે અને કયારે કયારે ચાલુ થયા છે એને લગતી મૌલિક હકીકતોને શોધવા અને મેળવવા પાછળ વિદ્વાનોએ અતિ ઝીણવટભરી રીતે પ્રયત્ન અને શ્રમ સેવ્યા છે. આજના આ સંક્ષિપ્ત લેખમાં એવા જ એક વિશિષ્ટ સંવતને પરિચય કરાવવામાં આવે છે, જેનું નામ સિદ્ધહેમવુમાર સંવત્ છે. આ સંવતને ઉલ્લેખ કયાંથી મળે છે એને લગતે પરિચય આપ્યા પછી સંવતના અંગે વિચાર કરવામાં આવશે.
ઉપર જણાવેલ “સિદ્ધહેમ-કુમાર' સંવતને ઉલ્લેખ ગિરિરાજ શ્રી શત્રુંજયના શિખર ઉપરની ચેમુખજીની ટૂંકના મૂળ મંદિરના મુખ્ય દરવાજાની ડાબી બાજુના મંદિરમાં રહેલ એક ધાતુની પ્રતિમા ઉપરના લેખમાંથી મળી આવ્યો છે. એ લેખ આપે અહીં આપવામાં આવે છે:
श्रीसिद्धहेमकुमार सं ४ वैशाष व २ गुरौ भीमपल्ली सत्क व्यव० हरिश्चंद्र भार्या गुणदेवि श्रेयो) श्रीशांतिनाथबिंब कारितं ॥
ઉપર આપેલ ધાતુપ્રતિમાલેખમાં કોઈ ખાસ મહત્ત્વને ઐતિહાસિક ઉલ્લેખ નથી. તેમ નથી એ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યાદિના નામનો ઉલ્લેખ. તેમ છતાં આ
For Private And Personal Use Only