________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮]
શ્રા જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
તેથી અમને લાગે છે કે હજુ પણ જો આપ આ વાર્તા પ્રગટ કરવાનું મોકુફ રાખશે તો એમાં આપને કશું પણ ગુમાવવાપણું નહીં રહે. આશા છે આપ આ માટે અવશ્ય વિચાર કરશે.
આ સંબંધમાં–આ વાર્તા “પ્રજાબંધુ'માં કેટલા વખતથી છપાય છે તે તથા એ વાર્તાના લેખક કોણ ભાઈ છે અને તેમનું સરનામું શું છે તે જણવશે તે આભારી થઈશ. પત્રોત્તર આપશો. એ જ
લિ. આપનો રતિલાલ દીપચંદ દેસાઇ
વ્યવસ્થાપક ‘પ્રજાબંધુ'ના તંત્રી તરફથી મળેલ ઉત્તર
અમદાવાદ, તા. ૧૧-૫–૧૯૪૩. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ,
જેસંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ રા. રા. ભાઈશ્રી,
વિ વિ. આપનો તા. ૬-૫–૧૯૪૩ને પત્ર મળ્યો છે. “જીગર અને અમી” એ વાર્તા એક જૈન સાધુની નોંધપોથીને આધારે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ લખે છે. એ કથા જેનધર્મની કે જેન સાધુની નિંદા કે અવહેલના કરવાના હેતુથી લખવામાં આવતી નથી. કથાના કોઈ એકાદો ભાગ એક વ્યક્તિને વાસ્તવિક અને ઉપયોગી લાગે અને બીજી વ્યક્તિને તે કુત્સિત રસવાળો અને નિરૂપયેગી લાગે તો એ મતભેદ કે રૂચિભેદની વાત છે, પણ એ ભાગ પણ કુત્સિત રસ ફેલાવવાની દષ્ટિથી લખાતો નથી કે પ્રસિદ્ધ થતો નથી, તેની હું તમને ખાત્રી આપું છું. એટલે એ વાર્તા “પ્રજાબંધુ”માં પ્રકટ કરવાનું મેકુફ રાખવાની મને કશી જ આવશ્યકતા જણાતી નથી.
લિ. કપિલરાય મહેતા.
કા તંત્રી.
For Private And Personal Use Only