________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં પ્રગટ થતી ચાલુ વાર્તા
જિગર અને અમી
અમદાવાદમાંથી પ્રગટ થતા ‘પ્રજાબ’ સાપ્તાહિકમાં કેટલાક વખતથી જિગર અને અમી’નામક એક ચાલુ વાર્તા પ્રગટ થાય છે. આ વાર્તા મુખ્યત્વે જૈનધર્માંતે સ્પતી હાવાની, અને એમાં કાઈ એક સાધુની આત્મકથાના રૂપમાં જૈનસાધુ-જૈનધર્મની ટીકા કરવામાં આવતી હોવાની વાત અમારા જાણવામાં આવતાં અમે ‘પ્રજાબ’ના છેલ્લા કેટલાક અકા જોયા. એ જોતાં અમને એ વસ્તુ સાચી લાગી અને તેથી અમે ‘ પ્રજાબંધુ ’ના તંત્રીશ્રીને એ સબંધી એક પત્ર લખ્યા હતા. આ પત્રના ઉત્તરમાં અમને તેમના તરફથી એક પત્ર મળ્યા છે.
હજુ આ સબંધમાં થોડાક વધુ પત્રવ્યવહાર કરવા અમને ઠીક લાગે છે, એટલે એ પત્રવ્યવહાર પૂશ થતાં સુધી આ સબંધમાં અમારે જે કંઇ કહેવું છે તે મુલતવી રાખી અત્યારે તે। માત્ર એ પત્રવ્યવહાર જ પ્રગટ કરીએ છીએ.
- વ્યવસ્થાપક
પત્ર-વ્યવહાર
સમિતિ તરફથી ‘ પ્રજામ’ના તંત્રીને લખાયેલ પત્ર અમદાવાદ, તા. ૬-૫-૪૩ શ્રીયુત તંત્રી ‘પ્રજાબંધુ' સાપ્તાહિક, અમદાવાદ, રારા. ભાઇશ્રી,
આપના ‘પ્રજામ’’ સાપ્તાહિકમાં ‘જિગર અને અમી’ નામની એક ચાલુ વાર્તા છપાય છે. આ વાર્તામાં જૈનધર્મ-જૈનસાધુની ઠીક ઠીક નિંદા અને અવહુલના કરવામાં આવી છે. અને ધીમે ધીમે એ વાર્તા કુત્સિત રસ પ્રતિ પ્રવાહિત થતી જાય છે. એક ધર્મની આ રીતે નિંદા કરતી વાર્તા આપે ‘પ્રજાખ ’ જેવા સાČજનિક પત્રમાં પ્રગટ કરવાનું મુનાસી、 માન્યું એ ઘણું જ લિગિર થવા જેવું છે. જો નિંદા જ કરવી હાય તેા એકાદ અપવાદને આગળ કરીને ગમે તે ધર્મ, સંપ્રદાય કે વ્યકિતની નિ ંદા કરી શકાય. પણ નિંદાથી ભરેલું આવું સાહિત્ય પ્રગટ કરવાથી સાહિત્યની કે સ ંસ્કૃતિની કશી પણ સેવા ન જ થઈ શકે; સિવાય કે અમુક સંપ્રદાય કે ધર્મનાં દ્વેષી વાંચનારાએના અંતરમાં ક્ષણભરના દ્વેષભર્યા આનંદ ઉદ્ભવે ! પણ આવી દ્વેષ અને ઈર્ષ્યાભરી લાગણીઓને ઉ-તેજિત કરે અથવા પુષ્ટ કરે એવું સાહિત્ય પ્રગટ કરવાથી શેા લાભ મેળવી શકાય ? પરધર્મસહિષ્ણુતા અને સાંપ્રદાયિક એકતા માટે પ્રચાર કરવા અને સાથે સાથે આવા સાહિત્યને ઉતેજન આપવું એ થતો થથાત જેવું લાગે છે.
For Private And Personal Use Only