________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ રર૦ ]
શ્રી જેન સત્ય પ્રકારો
[વર્ષ ૮
શસ્ત્રાદિ ઉપક્રમે લાગતાં અ૫ કાલમાં ભેગવાય, તે અપવત્તીય આયુષ્ય કહેવાય, અને જે આયુષ્ય મજબૂત સ્થિતિવાળું હોય, ને જેમાં ઉપક્રમથી પણ સ્થિતિ ઘટે જ નહિ, તે અનપવર્ણનીય આયુષ્ય કહેવાય. એટલે આયુષ્ય બાંધવાના ટાઈમે જેટલી સ્થિતિ હોય, તેટલું આયુષ્ય પૂરું કરીને જ સંસારી જી મરણ પામે તો, તેનું આયુષ્ય અનપવર્તનીય છે, એમ જાણવું. આ રીતે અપવર્તનીય આયુષ્ય બાંધેલી સ્થિતિ પ્રમાણે ભગવાતું નથી, ને અનપવર્તનીય આયુષ્ય સંપૂર્ણ ભગવાય છે. આ ભેદ તરફ લક્ષ્ય રાખીને શ્રી ગણ ધરાદિ મહાપુરુષોએ આયુષ્યના અપવર્તનીયાદિ ભેદ જણવ્યા છે. ર૭.
૨૮. પ્રન–જેવી રીતે કાલાયુષ્યના બે ભેદ જણાવ્યા, તે પ્રમાણે દ્રવ્યાયુષ્યના૧ અપવર્તનીય દ્રવ્યાયુષ્ય અને અનપવર્તનીય દ્રવ્યાયુષ્ય-એમ બે ભેદ સંભવે કે નહિ?
ઉત્તર–કાઈ આયુષ્યની સ્થિતિ પૂરે પૂરી ભેગવાય છે, ને કોઈ આયુષ્યની સ્થિતિ પૂરેપૂરી ભોગવાતી નથી. આ બનાવ કાલાયુષ્યમાં બને છે. માટે તે ભેદ કલાયુષ્યમાં જ પડી શકે. આયુષ્યના દલિયા (પ્રદેશ) તમામ ભોગવાય છે જ, તેથી વ્યાયુષ્યને અપવર્તનીયાદિ ભેદ હોઈ શકે જ નહિ. ૨૮.
૨૯. ન–આયુષ્ય કર્મના બધા દલિયા ભગવાય જ, ને સ્થિતિ સંપૂર્ણ ન પણ ભોગવાય, એ વાત યથાર્થ સમજવાને માટે એક બે દષ્ટાંત જણ.
ઉત્તર–ચાલુ બિનાને યથાર્થ સમજવાને માટે-૧. કા ઘડે ૨. દેરડી ૩. દી. આ ત્રણ દષ્ટાંતો સમજવાં જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે સમજવાં–૧–એક-અપકવ ( કાચી–ભઠ્ઠીમાં બરાબર પાકેલ નહિ. એવી) માટલી છે–તેમાં ૨૫ શેર પાણી ભર્યું છે. તે માટલી કાચી હેવાથી શરૂઆતમાં તેમાંથી ટીપે ટીપે પાણી ટપકે છે. પણ ફાટ પડે ત્યારે ૨૫ શેર પાણી એકદમ ચેડા કાલમાં ખાલી થઈ જાય છે એટલે પાણીને નાશ થાય છે. અહીં અપવર્તનીય આયુષ્ય-કાચી માટલીમાં રહેલા પાણી જેવું સમજવું. બાકીની બિના સમજાય એવી છે. ૨-એક (પ૦ હાથ) લાંબી દોરડી છે, તેને છેડેથી સળગાવીએ તો તે છૂટી લાંબી કરેલી હોવાથી તેને બળતાં ઘણીવાર લાગે છે, તે ગુંચળું વાળીને સળગાવીએ તે બળતાં ડી વાર લાગે. એ જ પ્રમાણે આયુષ્યમાં પણ તેમ જ બને છે. દરેક સમયે ઓછા ઓછા પુદ્ગલે ભગવાય, તે સંપૂર્ણ આયુષ્યના અંતે સર્વ પુદ્દગલો ભોગવીને ક્ષય પામે છે. આવું અનાવર્તનીય આયુષ્યમાં બને છે. આયુષ્યના મુદ્દગલે થોડા છેડા ભેગવાય, એવું અમુક કાલ સુધી થયા બાદ–આગળના સમયમાં દરેક સમયે વધારે વધારે ભોગવાય, તો તે તમામ આયુષ્યના મુદ્દગલે થોડા ટાઈમમાં ભોગવીને ક્ષય કરી શકાય છે. આવું અપવતનીય આયુષ્યમાં બને છે. ૩–એક કેડીયામાં તેલ પૂરીને દીવ સળગાવ્યો છે. તેની દીવેટ જે રીતસર સળગતી હોય, તે તેલને ક્ષય (નાશ) લાંબે કાળે થાય, ને દી મોટે કરીએ એટલે દીવેટ મોટી કરીને સળગાવીએ, તે વધારે પ્રમાણમાં દીવો બળે છે, માટે તેલ ચેડા ટાઈમમાં ખલાસ થઈ જાય છે. તેથી એમ કહેવાય છે કે
દી જલદી બૂઝાઈ ગયો ”. આ જ વસ્તુસ્થિતિ આયુષ્યમાં પણ બને છે. આ ત્રણે દૃષ્ટાંતનું રહસ્ય એ છે કે-દીપક વગેરેની માફક અપવર્તનીય આયુષ્ય ચેડા ટાઈમે ભગવાય છે, ને અનપવર્તનીય આયુષ્ય લાંબા કાલે (જેટલું આયુષ્ય બાંધ્યું હોય, ત્યાં સુધી ) ભગવાય છે. ૨૯.
(ચાલુ)
For Private And Personal Use Only