SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલા પ્રયજક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજ્યપદ્રસૂરિજી (ગતાંકથી ચાલુ) ૫. પ્રશ્ન—મિયાદષ્ટિને જે મનુષ્યાદિનું સામાન્ય જ્ઞાન અવિપરીત થાય છે, તે પછી તે સમ્યગદૃષ્ટિ કેમ ન કહેવાય ? ઉત્તર–જે જીવ શ્રી તીર્થકર દેવે કહેલી સલ પદાર્થતત્ત્વની તમામ બિના સાચી માને, પણ એક બાબતને જુઠી માને, એના ઉપર શ્રદ્ધા ન રાખે, તે તે મિથ્યાદષ્ટિ જ કહેવાય. તત્ત્વદષ્ટિએ મિથ્યાદષ્ટિ જીવોને મનુષ્યાદિનું કે અવ્યક્ત સ્પર્શનું જ્ઞાન રૂચિરહિત હોવાથી તે જીવ સમ્યગદષ્ટિ ન કહેવાય, એમ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે બીજા કર્મસ્તવની ટીકામાં જણાવ્યું છે કે-શ્રી યોગશાસ્ત્ર આદિમાં કહ્યું છે કે ભદ્રકપણું વગેરે ગુણોને લઈને મિથ્યાદષ્ટિને ગુણસ્થાનક સમજવું. ૬. પ્રશ્ન-કયા કયા ગુણસ્થાનમાં રહેલા છ મરણ પામી પરભવમાં જાય ? ઉત્તર–૧ મિથ્યાત્વ ગુણસ્થાનક, ૨ સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક, ૩ થી ૧૦ અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનકથી માંડીને ઉપશાંતકષાય વીતરાગ છાસ્થ ગુણસ્થાનક સુધીનાં આઠ ગુણસ્થાનકે તથા ૧૧ અગિકેવલિ ગુણસ્થાનક–અગિયાર ગુણસ્થાનકોમાંના કઈ પણ ગુણસ્થાનકે આયુષ્ય પૂર્ણ થતાં જીવ મરણ પામી શકે એમ શ્રી ગુણસ્થાનકમરેહાદિમાં જણાવ્યું છે. ૭. પ્રન–કયા કયા ગુણસ્થાનકમાં રહેલા જીવો મરણું પામે જ નહિ ? ઉત્તર—૩ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક, ૧૨ ક્ષીણુષાય વીતરાગદ્યસ્થ ગુણસ્થાનક ૧૩ સોગિકેવલિ ગુણસ્થાનક–આ ત્રણ સ્થાનમાં રહેલા છ મરણ પામે જ નહિ, એમ શ્રી ગુણસ્થાનકમરેહાદિમાં જણાવ્યું છે. ૭ ૮. પ્રશ્ન– કયા કયા ગુણસ્થાનકે સાથે લઈને જીવ પરભવમાં જાય? ઉત્તર–૧ મિથ્યાત્વ ગુણસ્થાનક, સાસ્વાદન સમ્યગ્દષ્ટિગુણસ્થાનક, અને ૪ અવિરતિ સમ્યગદષ્ટિ–આ ત્રણ ગુણસ્થાનકે લઈને જીવ પરભવમાં જાય, એમ થી. પંચસંગ્રહાદિમાં જણાવ્યું છે. ૯. પ્રન–ચોથા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલા અક્ષર શબ્દનો અર્થ શું ? ઉત્તર–અક્ષર શબ્દનો મુખ્ય અર્થ કેવલજ્ઞાન થાય છે. પ્રસંગથી અક્ષરપદે કરીને મશ્રિતજ્ઞાન પણ લઈ શકાય. તેને (કેવલજ્ઞાનાદિન) અનંતમે ભાગ તે સર્વ જીવોને ખુલ્લે હોય જ છે, વગેરે બિના શ્રી બૃહત્કલ્પસત્રવૃત્તિ વગેરે ગ્રંથોમાં જણાવી છે. ૧૦. પ્રશ્ન—મરણ શબ્દને અર્થ છે? ઉત્તર–જન્મથી માંડીને જીવને પ્રાણની સાથે જે સંબંધ હતો, તેનાથી (પ્રાણુથી) અલગ થઈને ધ્વનું જે અન્ય સ્થળે જવું, તે મરશું કહેવાય. જે જીવો જન્મ પામે, તેઓ જરૂર મરણ પામે જ, પણ મરણ પામનારા છ જરૂર જ ધારણું For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy