SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપ્રતિ-કાલનિર્ણય લેખક–સ્વ. શ્રી ચીમનલાલ અમુલખ સંઘવી કેટલાક સમય પહેલાં મહાન જન સમ્રાટ સંપ્રતિ સંબધી ઇતિહાસકારામાં બહુ જ અંધકાર પ્રવર્તતો હતો. અને સમ્રાટ સ પ્રતિનું નામ મુખ્યત્વે જૈન ધર્મગ્રંથોમાં ધર્મકથાઓના એક મહત્વના પાત્રરૂપ બની ગયું હતું. પણ હવે એ અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગ્યું છે અને મોટા મોટા ઇતિહાસકારે પણ સંપતિ સંબધી હકીકતો મેળવવા માટે શોધખોળ કરવા પ્રેરાયા છે. પ્રસ્તુત લેખ, ઘોડા સમય પહેલા, શ્રી ચીમનલાલ સંઘવીના અવસાન પછી, ડે. ત્રિભુવનદાસ લહેરચંદ તરથી અમને પ્રકાશન માટે માન્યા છે. આ મહાન જન સમ્રાટ સંબંધી જનતામાં વિશેષ જિજ્ઞાસા જાગ્રત થાય અને ઇતિહાસની સાંકળ મેળવવામાં ખૂટતા અંકેવાઓ મેળવવા માટે ઇતિહાસપ્રેમીઓ પ્રયત્નશીલ અને–એ રીતે ઉપગી સમજીને આ લેખ અહીં પ્રગટ કરીએ છીએ. તેની - આર્યાવર્તના હજાર વર્ષના ઐશ્વર્યસંપન્ન ઈતિહાસમાં અનેક રાજવંશોએ પિતાનો યશવી ફાળો નોંધાવ્યો છે. પણ એ રાજવંશોમાં મૌર્ય વંશની કીર્તિ અનન્ય નીવડી છે. હિંદને મહાન શાસક ચન્દ્રગુપ્ત, બૌધ્ધોનો સર્વશ્રેષ્ઠ રાજવી અશોક અને જૈનોને સમર્થ સમ્રાટ સંપતિ એ વંશમાં થઈ ગયા છે. પાશ્ચાત્ય ગણનાને વિશેષ પ્રાબલ્યને લીધે આજે ચન્દ્રગુપ્ત અને અશકની જેમ સંપ્રતિના ચોક્કસ સમયનો પ્રશ્ન પણ ગુંચવાડામાં પડી ગયો છે. તે ઉપરાંત ચન્દ્રગુપ્ત અને અશક સંબંધમાં સંખ્યાબંધ પ્રત્યે પ્રગટ થયા છે, પણ સંપ્રતિ સંબંધમાં હજી કોઈ જોઈએ એટલે શ્રમ નથી ઉઠાવ્યા એટલે રાંપ્રતિની જીવનગાથા ચન્દ્રગુપ્ત ક અશોક જેટલી જગવિખ્યાત પણ નથી બની. આમ છતાં જૈન, બૌદ્ધ, હિંદુ, તિબેટિયન* અને પાશ્ચાત્ય એમ પાંચે ગણતરીએ એટલું તો લગભગ સર્વમાન્ય છે કે તે મૌર્ય મહારાજ્ય સ્થાપક ચન્દ્રગુપ્તના નામાંકિત પૌત્ર અશોકનો પૌત્ર હતો અને તેણે રાજસત્તા ભોગવી છે. તે ઉપરાંત જૈન ગણતરીએ એ પણ સર્વમાન્ય છે કે તે એક મહાન શાસક હતો અને તે આર્ય મહાગિરિ અને આર્ય સુહરતી નામે બે મહાન જૈનાચાર્યોને સમકાલીન હતા * તાજેતરમાં બહાર પડેલા છે. ત્રિભુવનદાર લ. શાહુના “સાટ પ્રિયદર્શી બા બુથી છે : મહારાજ અશોક અથવા જેને રામ્રાટ રસ પ્રતિ” એ ચંચળી બા ઉણપ પૂરી પાડી છે. ૧. નિરાશૂળ, ધૃવર્ષ, પંચવ, સરવરણાવ, મઢેશ્વર યાત્રા પરેરાઇપ, વિવિધતીર્થ, વલ્પળ ઈત્યાદિ. २. दिव्यावदान, अवदानकल्पलता. ३. मत्स्यपुराण, वायुपुरोण. ૪. તારાનાથ તિહાસ. 4. Cambridge History of Tadil. Ashok (Smith) ૬. પરિશિષ્ટ પૂર્વ, મદ્ર ચાવ- અને તે ઉપરાંત સંપ્રતિ ડાગા બા પણ એક-એક જેન ગ્રથમાં સંપતિ બાપ મહાગરિ ને માય સહસ્તી સમકાલીન .સામાં આવે છે. વ્યા For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy