SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરમી સદીની એક અપકર તીર્થમાળા સંગ્રાહક તથા સંપાદક—પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિસાગરજી, સાહિત્યાલંકાર પ્રાચીન જૈન ઐતિહાસિક સાધનામાં પુરાતન તીર્થમાળાઓનું મહત્ત્વપૂર્ણ સ્થાને છે, કારણકે પ્રાયઃ તીર્થમાળાઓ સ્વાનુભવ પૂર્વક જ લખાયેલી હોય છે. એટલે ભૌગોલિક જૈન ઇતિહાસ તીર્થમાળામાં ઉપલબ્ધ થાય છે એટલે અન્ય જગ્યાએ ભાગ્યે જ સાંપડતો હશે. વળી તત્કાલીન ધાર્મિક, રાજનૈતિક અને સામાજિક પરિસ્થિતિને ખ્યાલ આપે એવા અવશેષો પણ એમાં મળી આવે છે. ભાષા અને સાહિત્યની દૃષ્ટિએ પણ એ મહત્ત્વની છે. પ્રસ્તુત તીર્થમાળામાં ત્રણ ભુવનસ્થિત પ્રતિમાઓનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે સંખ્યા પણ સૂચિત કરી છે. પાછળની ઢાળોમાં વર્તમાનકાલીન તીર્થોનો ઉલ્લેખ મળે છે. પણ તે અપૂર્ણ છે. આ તીર્થમાળાના કર્તા લઘુ પોશાલિક ગષ્ટના હેમવિમલસૂરિના શિષ્ય પંડિત લક્ષ્મીકલના શિષ્ય શ્રી જયકુલ છે. વિ. સં. ૧૬૫૪ આસ વદિ ૧૦ ને રચનાકાળ છે. આ સિવાય કર્તાની અન્ય કૃતિઓ અદાવધિ જોવામાં આવી નથી. એટલે સાક્ષર સમક્ષ આ કૃતિ અને આ કર્તા સર્વ પ્રથમ જ ઉપસ્થિત થાય છે. આ તીર્થમાળાની હસ્તલિખિત પ્રત મારા સંગ્રહમાં છે. આ તીર્થ મા લા ચઉપઈ પ્રણમું માતા શ્રી સરસ્વતી, જે તુઠી આ પઈ શુભ મતી; ગુરૂ ચરણકમલ વંદેવિ, વિદ્યાદાયક મન સમવિ. તીરથમાલ રચું મન રંગિ, ઉલટ અ૭ઈ ઘણુ મુદ અગિ; સુણ ભવિયણ જે જગ જાણું, ભણ પ્રહિ ઉગમતઈ ભાણું. પ્રથમ ત્રિણિ ચકવીસી માન, અતીત અનાગત ને વર્તમાન બહરિ જિનવરનાં અભિધાન, અનુક્રમિ કહું થઈ સાવધાન. (૩) કેવલનાણું પ્રથમ જિર્ણોદ, નિર્વાણુ સાગર જિનચંદ; મહાસ વિમલસ્વામી પાંચમું, સર્વાનુભૂતિ શ્રીધર નમું દત્ત દામોદર દસમા સુતજ, સ્વામી સમરિ અધિક સુહેલ; મુનિસુવ્રત તેરસમાં સુમતિ, ચઉદસમા જિનવર શિવગતિ. અસ્તાગ નિમીશ્વર અનિલ, જસેધર કૃતાર્થ મતિ દિ વિમલ; જિનેશ્વર સુધમતિ નઈ સિવકર, ચંદન સંપ્રતિ ચઉવીસ જિનવર. દોહા અષભદેવ પહિલા હવા, એ ચુવાસી દેવ; અતીત નામ તેણિ કારણિ, સુપ્યું અનાગત હેવ. ચણે પઈ પદ્મના બીજે સુરદેવ, સુપાર સ્વયં પ્રભુ સેવ; સવનુભૂતિ દેવકૃત ઉદય, પેઢાલ પટિલ સમઉ (દય. For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy