________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
શ્રી માતર તીર્થ
[ ૧૮૧]
ભગુભાઈ રવ પરિવાર સહિત દિવાળી પર્વ ઉજવવા માટે માતર તીર્થમાં યાત્રાર્થે પધાર્યા અને સાચા દેવનાં દર્શન કરી ફરતી ૫૧ દેરીઓનાં દર્શન કરવા ગયા. ત્યાં તમામ દેરીએને એકદમ જીર્ણ દશામાં જોઈ. અહીંને શેઠ ખીમચંદભાઈ બેચરદાસે શેઠને વિનંતી કરી કે આના જર્ણોદ્ધાર કરાવવાની ખાસ આવશ્યકતા છે. આપ જેવા પુણ્યશાળી અહીં દર્શનાર્થે પધાર્યા છે તો આપની અનર્ગળ લક્ષ્મીનો સદ્વ્યય કરી મહાપુણ્ય ઉપાર્જન કરો ! •ાવા ચૈત્ય કરતાં જૂના મંદિરને જીર્ણોદ્ધાર કરાવવામાં આઠગણું પુણ્ય બંધાય છે. શેઠના હૃદયમાં પોતાની લક્ષ્મીને સદ્વ્યય કરી પુણ્યોપાર્જન કરવાના મનોરથે પ્રગટયા, અને જે દિવસે અનંત લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે મહામંગલકારી કાર્તિક શુદિ એકમના દિવસે એટલે કે વિ. સં. ૧૯૭૭ ના કાર્તિક સુદ એકમના બેસતા વર્ષના દિવસે એકાવને દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવવાનો વિચાર નિશ્ચિત કર્યો અને અલ્પ સમયમાં જ તે જીર્ણોદ્ધારની શરૂઆત પણ કરાવી દીધી.
શેઠ જમનાભાઈ ભગુભાઈનું વિ. સં. ૧૯૮૧ ના અશાડ સુદ એકમે અવસાન થવાથી તેઓ પિતાની વિદ્યમાનતામાં જીર્ણોદ્ધારની પૂર્ણતા દેખી શકયા નહીં, પણ તેમના ધર્મપત્ની ધર્મશ્રદ્ધાવંત શેઠાણી માણેકબાઈએ સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરાવી રૂપિયા ચાર લાખને સદ્વ્યય કરી પિતાના સ્વર્ગસ્થ પતિદેવના મને પૂર્ણ કર્યા. જીર્ણોદ્ધારનું કામ પરિપૂર્ણ થયા બાદ પ્રભુમૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માટે તપગચ્છાધિપતિ, તીર્થોદ્ધારક, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તથા તેઓશ્રીના પટ્ટાલંકાર શ્રી વિજયસૂરીશ્વરજી વગેરે મુનિપુંગવોને વિનંતી કરી. વિ. સં. ૧૯૮૪ના મહાવદી પાંચમનું શુભમુહૂર્ત કઢાવરાવ્યું અને આ પ્રસંગે સ્થાપન કરવા માટે રાજનગરથી સંપ્રતિ રાજાએ ભરાવેલ આદ્ય તીર્થકર શ્રી બહષભદેવ પ્રભુની મૂર્તિ, તથા સ્વર્ગસ્થ શેઠશ્રીના સ્મરણાર્થે અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરવા માટે આદ્ય પ્રભુ શ્રી કષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીજી કે જેમનું બીજું નામ શ્રી ઋષભસેન ગણધર છે તેમની મનોહર મૂર્તિ તથા મારવાડના દેસૂરીગામને શ્રીસંઘે ભરાવેલા શ્રી આદિનાથ પ્રભુની, શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની, શ્રી શીતલનાથની અને શ્રી શ્રેયાંસનાથ પ્રભુની મૂર્તિઓ પણ માતર તીર્થમાં આણી.
કુંકુમપત્રિકાઓ કાઢી દેશદેશ પહોંચતી કરી. મહોત્સવનો પ્રારંભ થયો. દૂર દૂરથી યાત્રાળુઓ આવવા લાગ્યા. રાજનગરને પ્રતિષ્ઠિત વર્ગ પણ આ પ્રસંગે આવી પહોંચે. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સુરિસમ્રા પણ પોતાના વિશાળ પરિવાર સહિત પધારી ગયા. બહારથી આવનારાઓ માટે દરેક રીતે ગોઠવણ કરવામાં આવી હતી. એક મેટો મંડપ બનાવવામાં આવ્યો હતો. તે ધજા પતાકા આદિથી ખૂબ શણગારાયો હતો. રચનાઓ સુંદર બનાવી હતી. લગભગ વીસ હજાર માણસે આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. આ પ્રસંગે પહેલી નવકારશી વયેવૃદ્ધ શ્રાદ્ધવર્ય શેઠ ખીમચંદભાઈ બેચરદાસે કરી હતી. બીજી નવકારશી રાજનગરના શેઠ મણિલાલ મૂળચંદ ઝાંપડાની પોળવાળાએ કરી હતી. ત્રીજી નવકારશી પ્રતિષ્ઠા કરાવનાર શેઠ જમનાભાઈ ભગુભાઇના વડીલ બંધુ શેઠે મનસુખભાઈના સુપુત્ર શેઠ માણેકલાલ મનસુખભાઈએ કરી હતી. અને પ્રતિષ્ઠાને દિવસે એટલે મહા વદી પાંચમને દિવસે પ્રતિષ્ઠા કરાવનાર સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી કરવામાં આવી હતી. તદુપરાંત બાકીના દિવસોમાં શેઠ જમનાભાઈ ભગુભાઈ
For Private And Personal Use Only