SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫]. જૈનધમી વીરેનાં પરાક્રમ | [ ૧૪૩] લવણુપ્રસાદે પૂર્ણ શક્તિ વાપરી વાઘેલા રાજયની સ્થાપના કરી, છતાં તે તો આખર સુધી પાટણની ગાદીને વફાદાર ખંડીય રાજા રહ્યો. ધોળકાના રાજ્યની રથા'નામાં પિતે અગ્ર ભાગ ભજવ્યા છતાં એ પર પોતે ન બેસતાં પોતાના પુત્ર વિરધવલને બેસાડો. આ રાજવી વિરધવલના પ્રખ્યાત મંત્રીઓએ-આપણું વાર્તાનાયક વસ્તુપાળ અને તેજપાળ એ ઉભય બંધુઓએ શરૂઆતમાં અણહિલવાડની સેવા સ્વીકારી હતી અને પિતામાં રહેલ શૌર્ય અને બુદ્ધિમત્તાનું જવાહિર એક કરતાં વધુ પ્રસંગોમાં બતાવ્યું હતું. રાણું લવણપ્રસાદ એમને પારખવામાં પ્રથમ હતો અને તરત જ એણે એ ઉભયને ત્યાંથી ખેંચી લઈ વરધવલના પાટનગર ધોળકામાં મૂકયા હતા. પણ એક અભિપ્રાય એવા પણ પ્રાપ્ત થાય છે કે–ત્યારે એ બે ભાઈઓએ વીધવળની સેવા સ્વીકારી ત્યારે એમની ‘ય પૂરી પચીસની પણ નહોતી; એટલે આ ઉપરથી એમ લાગે છે કે પાટણમાં તેઓએ રાજ્યસેવા ને પણ કરી હોય. ગમે તેમ બન્યું હોય પણ વીરધવળને આ બંને ભાઈને સધિયારે પ્રાપ્ત થયા પછી પોતાનું રાજ્ય વિસ્તારવામાં અને એને વહીવટ પદ્ધતિસર ચલાવવામાં ઘણી સુગમતા થઈ પડી. મંત્રીશ્વર તરીકેની સંપૂર્ણ જવાબદારી વસ્તુપાળ ઉપાડી લીધી અને સેનાપતિને જવાબદારી ભર્યો ઓદ્ધો તેજપાળના ફાળે આવ્યું. In the conduct of the official affairs, they acted indepen. dently of all personal considerations and bever hesitated even to overrule the chief, whenever they doubtell the wisdom of any of his proposed measures. અર્થાત્ –રાજકાજના વહીવટમાં તેઓ અંગત કાઈ પણ સંબંધનો લેશ પણ ખ્યાલ કરતાં નહીં એટલું જ નહીં પણ રાજાએ કરેલ સૂચના પણ જે યોગ્ય ન જણાય તે તેને પણ તેઓ વિરોધ કરતા અચકાતા નહિ. ઉપરના શબ્દો તેઓ મંત્રી તરીકે કેવી રીતે કામ લેતાં તેને સ્પષ્ટ ખ્યાલ આપે છે. રાજ્ય અંગેની દરેક વિચારણા અંગત હિત બાજુએ રાખી નિષ્પક્ષ દૃષ્ટિથી કરનાર મંત્રીશ્વર વસ્તુપાળ રાજવીનું કઈ પગલું પોતાના અંતરના નાદથી વિરુદ્ધ જતું જોતાં કે રાજ્યને અહિતકારી લેખતાં તો તરત જ એને વિરોધ કરતા. એ વેળા રાજવી ધીરધવળની ઇતરાજી થશે એવો ભય કદી પણ સેવતા નહીં. નિમ્ન પ્રસંગ પરથી એ વાત સમજાય તેમ છે. એક વાર દિલ્હીના સુલતાનના ધર્મગુરુ મક્કાની હજ કરવા જતાં ધોલકાની હદમાંથી પસાર થઈ રહ્યા હતા. રાણુએ એને પકડીને કેદમાં નાંખવાનો વિચાર કર્યો, પણ ઉભય બંધુઓએ એમ કરવાની ઘસીને ના પાડી. વિરધવળ ઘડીભર તો વિચારમાં પડવો પણ વસ્તુપાળે દઢતા પૂર્વક જણાવ્યું ક–-યાત્રાએ નીકળેલા દુશ્મનના માણસનું પણ આતિથ્ય કરવું એ રાજ્યધર્મ છે અને એમાં જ આપણી શોભા છે, અને પરિણામે એથી લાભ જ થશે. ઉભય બંધુની એ વાત પર અડગતા જોઈ વિરધવળે પિતાનો વિચાર પડતો મૂક, અને યોગ્ય લાગે તેવું આતિથ્ય કરવાની મંત્રીવરને છૂટ આપી. વસ્તુપાળે મુલ્લાજીને માન અકરામ આપી એવી તો આગતા-સ્વાગતા કરી કે જ્યારે એ પાછા ફરી દિલ્હી પહોંચ્યા ત્યારે સુલતાનને ધોળકાના રાજવી તથા મંત્રીના પિતા પ્રત્યેના વર્તાવના ભારેભાર વખાણ કર્યા અને એની લાગવગથી ઉભય રાજય વચ્ચે મિત્રતાને સંબંધ બંધાય. બીજા પુસ્તકોમાં આ પ્રસંગની વાત છે પણ તે જુદા રૂપે નોંધાયો છે. એમાં બાદશાહના ધર્મગુરને સ્થાને સુલતાનની માતા હજે નિકળ્યાની વાત છે અને એ બનાવ ખંભાત સમીપ For Private And Personal Use Only
SR No.521587
Book TitleJain_Satyaprakash 1943 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy