SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ બન્યાનું જણાવેલ છે. આમ છતાં મુળ મુદ્દામાં જરા પણ ફેર પડતો નથી. એ પ્રસંગમાં મંત્રી યુગલની દીર્ધદર્શિતા અને મુસદીગીરીનાં સ્પષ્ટ દર્શન થાય છે. એમાં માનવ જીવનની સૌરભ જેમ દષ્ટિગોચર થાય છે તેમ રાજધર્મ અને રાજ્યહિત પણ સ્પષ્ટ દેખાય છે. ટાંક મહાશયના નીચેના-શબ્દ વસ્તુપાળ-તેજપાળના કારભાર માટે સંપૂર્ણ પ્રશસ્તિ રૂપ હોવાથી મૃ' ભાષામાં ઉતાર્યા છે. Under Vastupal', says und eye-witness, 'low people ceased to earn money by base-ineans; the wicked turned pale; the righteous prospered. All honestly and securely plied their caelling... He repaired old buildings, planted trees, sank wells, laid out parks and rebuilt the city. All castes and creeds he treated alike (Bom. Craz. I. J. 1989) The activities of the brother's slid not stop here. They shared the perils of battle-fillds with their toaster and won victories for him. Their deeds of valour have been sung by the poeto and extolled by the laris. Their suppression of the overpowered said of Cambay, their victory over Mahummed Ghori sultan Muizzuddin Bahram shah of Delhi and their smart capture of the Godha chief Ghughulu, are achievements, gallant and glorious, cuongh to win then a high place among the great warriors of Iudia, ઉપરના લાંબા અવતરણનો ભાવાર્થ એ છે કે વસ્તુપાલના કારભારમાં હલકા અને ખટપટી મનુષ્યના ધંધા પડી ભાંગ્યા, પ્રામાણિક્તા મેખર આવી. એણે જીર્ણતાને વરેલા છતાં પ્રાચીનતાને પુરાવા આપતાં મકાન સુધરાવ્યાં, વૃક્ષા રોપાવ્યાં, કુવાઓ ખણવ્યા, બાગબગિચા વિસ્તાર્યા અને પાટનગરના દેખાવ ફેરવી નાંખે. જ્ઞાતિ કે ધર્મના ભેદભાવને અયક આપ્યા સિવાય તે બધા સાથે સરખી રીતે વર્યો. - વિશેષમાં માત્ર વસ્તુપાલ જ નહીં પણ સાથે તે પાય પણ ખરી જ, ઉભય બંધુઓએ જેમ વહીવટી તંત્ર નમૂનેદાર બનાવ્યું તેમ સમરાંગણ પણ ખેડયું. એમના શૂરાતનનાં વર્ણન કવિઓએ ગાયા અને બાટાએ કવિતામાં અવતાર્યા. ખંભાતમાં કર્તાહર્તા થઈ પડેલ ઇદ (સદી, દિલ્હીના સુલતાનને અને શોધ સરદાર ઘુહુલને તાબે કરી પિતાનામાં જેટલી સરળતાથી કલમ ચલાવવાની શક્તિ છે તેટલી સરળતાથી ભાલા ફેરવવાની તાકાત પણ છે એ વાત પુરવાર કરી આપી. એ ચિરસ્મરણીય કૃત્ય દ્વારા એ બંધુ બેલડીનાં નામ શુરવીર યોદ્ધાઓની યાદીમાં ચુનંદા સેનાપતિઓ તરીકે આજે પણ મેં ખો ગણાય છે. બંધુયુગલનાં ધાર્મિક કાર્યો પ્રતિ મીટ માંડીએ તે પૂર્વે ઉપર જે વાત જોઈ ગયા અને જેને ઈતિહાસને સબળ ટેકા છે એ ઉપરથી હર કોઈને લાગ્યા વિના ન રહે કે ધર્મો જેન હોવા છતાં અને અહિંસાને પૂરી હોવાનો દાવો કરવા છતાં વસ્તુપાળ અને તેજપાળ સ્વ ફરજમાંથી જરા પણ વિચલિત નથી થયા. રાજ્યના ગોરવ ટાણે કે દેશના રક્ષણ પ્રસંગે તેઓએ નથી તે નમાલી વૃત્તિ દસ ખવી કે નથી તે દયાના નામે કાયરતાને પંપાળી. સાહિત્યના પાને આવી અમરગાથાઓ ઝળકતી હોવા છતાં કેટલાક લેખકે શા કારણે એ પ્રતિ આંખ મીચામણું કરી જેનોની અહિંસાને વગોવવા ઉઘા થતા હશે ૬ (ચાલુ) For Private And Personal Use Only
SR No.521587
Book TitleJain_Satyaprakash 1943 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy