________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક ૫]
પ્રવચન-પ્રશ્નમાલા
[૧૫૩]
સ્વરૂપ જ્ઞાનથી જણાય છે. આ મુદ્દાથી ત્રણની આરાધના મેલને આપે છે એમ કહ્યું છે એક માણસને પિતાનું મકાન ચોકખું કરવાની ઈચ્છા છે તેથી તે શરૂઆતમાં બારીબારણું બંધ કરીને અંદર જૂને કચરો દૂર કરે છે. અને બારણું બંધ કર્યા તેથી ના કચરે નહીં આવે. આ રીતે મકાનને સાફ કરી શકાય. આ બિના આત્મામાં ઉતારવાનો છે. આત્મારૂપી મકાનમાં ઇકિયાદિ આવ્યવો રૂપી બારી-બારણામાંથી ના કરે આવે છે. તે પહેલાં આ ને સેવ્યાં છે તેથી જૂનો કચરે પણ તે મકાનમાં ઘણો ભરાય છે. સંચમથી નો કચરો નહિ આવે, ને તપથી જૂને કચરો દૂર થાય, આ રીતે કરતાં આત્મારૂપી મકાન જરૂર સાફ કરી શકાય. ૨.
૩. પ્રશ્ન-ગુણસ્થાનક શબ્દનો અર્થ છે ?
ઉત્તર–નિમલ જ્ઞાન દર્શન ચારિત્ર એ ના રવાભાવિક ગુણ છે. આ ગુણોમાં કોઈ વખત નિમલતા વધારે પ્રમાણમાં હોય છે, ને કોઈ વખત એછી પણ હોય છે. એમ મલિનતાની બાબતમાં પણ સમજી લેવું. જીવનું આવું જ સ્વરૂપ તે ગુણસ્થાનક કહેવાય. અહીં જણાવેલ “સ્થાનક” શબ્દનું રહસ્ય એ છે કે-પહેલાના ગુણસ્થાનકાની અપેક્ષાએ આગળના ગુણસ્થાનકામાં જ્ઞાનાદિ ગુણોની નિમલતા વધુ પ્રમાણમાં હોય છે. ને આગળના ગુણસ્થાનકોની અપેક્ષાએ નીચેના ગુણસ્થાનકમાં જ્ઞાનાદિ ગુણોની નિર્મલતા ઓછી હોય છે. આ બિના કર્મગ્રંથ ટીકા-ગુણસ્થાનકક્રમારેહાદિમાં પિતારથી જણાવી છે. ૩.
૪. પ્રશ્ન–જે જીવ મિયાદષ્ટિ છે, તેને ગુણસ્થાનક કઈ રીતે સંભવે ? ,
ઉત્તર–મિથ્યાદૃષ્ટિ કે મિથ્યાત્વ મોહનીય કર્મને ઉદય બહુ તીવ્ર હોવાથી પ્રભુશ્રી અરિહંત દેવે કહેલા જીવ-અધ્વાદિ તત્ત્વોનો વિશેષ બોધ વિપરીત થાય છે તો પણ “આ મનુષ્ય છે” “આ પશુ છે ? આવું સામાન્ય જ્ઞાન સાચું થાય છે. “વિશ ધર્મને બંધ થવામાં સમ્યગદષ્ટિને યથાર્થ બોધ થાય છે અને મિથ્યાષ્ટિને અયથાર્થ બોધ થાય છે. ” આ રીતે બંનેમાં ભેદ પડે છે. પણ સામાન્ય જ્ઞાનમાં ભેદ પડતો નથી. આ અપેક્ષાએ “નિગદમાં રહેલા છેવોને પણ તેવા પ્રકારનું સ્પર્શ જ્ઞાન અવિપરીત થાય છે.” એમ શ્રી નંદીસૂત્રની ચૂર્ણ વગેરેમાં જણાવ્યું છે. આટલો પણ જ્ઞાનગુણ એ નિગદના જેને ન માનીએ તો એ પ્રશ્ન થાય કે-વમાં અને અવમાં ફરક છે ? બધાએ જીવોને અક્ષરને અનંતમે ભાગ કાયમ ખુલ્લો રહે છે. જ્ઞાનાવરણીય ક ઉદય બહુ જ પ્રમાણમાં હોય, તે પણ તે પુદ્ગલ અક્ષરના અનંતમાં ભાગને ઢાંકી શકતા જ નથી. જે તે પણ ઢંકાય તો જીવ અવ૫ણને પામે. પણ વસ્તુસ્થિતિ એ છે કે જે જીવ છે, તે અવપણું પામે જ નહિ. આ વાત દષ્ટાંત દઈને સમજાવે છે, તે આ પ્રમાણે-જેમ સૂર્યની આડા ઘણાં જ વાંદળાં જનમ્યા હોય, તે પણ એમ જરૂર માનવું જ પડશે કે, તેના પ્રભાને સર્વથા નાશ થતો જ નથી, કંઈક પ્રભા ખુલ્લી પણ રહે છે, અને તેના જ આધારે “હાલ દિવસ છે કે રાત છે ” એમ જરૂર જાણી શકાય છે. તેમ આત્મા (રૂપી સૂર્ય) ની આડા ગાઢ કર્મ રૂપી વાદળાં રહ્યાં છે. તો પણ જે કાંઈક અવિપરીત બંધ થાય છે, તે અપેક્ષાએ મિથ્યાદષ્ટિ વને પણ ગુણસ્થાનક કહી શકાય. ૪.
(ચાલુ)
For Private And Personal Use Only