SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-અક્ષમાલો (પૂર્વાર્ધ ક્રમાંક ૮૭ માં સંપૂર્ણ, ઉત્તરાર્ધ શરૂ) પ્રોજક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજ્યપારિજી पणमिय सीयलनाहं, गुरुवरसिरिणेमिसूरिपयकमलं ॥ ગઢ ગુર્જમુત્તરદ્ર, સિરિષવથામા || ૨ | ૧. પ્રશ્ન–શ્રી તીર્થંકરદેવ પાત્રાદિ ઉપકરણ રાખતા નથી, કારણકે તે લોકોત્તર મહાપુરુ કરપાત્ર હોય છે. તેથી તેઓશ્રીને ઉપગપૂર્વક પાત્રાદિને પુંછ પ્રમાઈને લેવા મૂકવાનું હોય જ નહિ અને નાસિકાદિને મેલ વગેરે પણ ન હોય, તે છતાં ચોથી અને પાંચમી સમિતિ શ્રી કલ્પસૂત્રાદિમાં કહીં, તેનું શું કારણ? ઉત્તર-પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીને આ સમિતિની બાબતમાં અભિપ્રાય એ છે કે પાંચ સમિતિનાં નામ અખંડિત રાખવામાં અનર્ગત લાભ છે. આ વિચારથી તેમણે પાંચે સમિતિના નામ મૂલસૂત્રમાં લીધાં છે. આદાનભાંડમાત્રનિક્ષેપણું સમિતિ તથા પારિષ્ઠાપનિક સમિતિ બાદ કરતા ઈસમિતિ વગેરે ત્રણ સમિતિ દ્વીતીર્થકરદેવને હોય, એમ શ્રીકલ્પદીપિકાદિ ગ્રંથોમાં જણાવ્યું છે. 1. ૨. પ્રશ્ન-શ્રીભગવતીસૂત્રાદિમાં દેવોના પાંચ ભેદ કહ્યા છે તે ક્યા કયા સમજવા ? ઉત્તર–-૧ દેવાધિદેવ, ૨ ધર્મદેવ, ૩ નરદેવ, ૪ દ્રવ્યદેવ, અને ૫ ભાદેવ. આ રીતે પાંચ ભેદે શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં જણાવ્યા છે. તે પાંચે ભેદનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું. 1. દેવાધિદેવ-તીર્થકર દેવોએ અઢાર દેને દૂર કર્યા છે તેઓ સંસારસમુદ્રને તર્યા છે ને ઉપદેશ દઈને ભવ્ય છાને તારે છે, તેથી તેમની ઇંદ્રાદિ મહકિ દેવ પણ પૂજા કરે છે. આ અપેક્ષાએ શ્રી તીર્થકર ભગવંતોને દેવાધિદેવ કહ્યા છે. પંચ મહાવ્રતાદિને સાધનારા શ્રી આચાર્યાદિ મહામુનિવરો ધર્મદેવ કહેવાય. ૩ નર દેવ-ચક્રવતી વગેરે રાજાએ નરદેવ કહેવાય. ૪. દ્રવ્યદેવ–મનુષ્યભવમાં કે તિર્યંચના ભવમાં જ દેવાયુષ્ય બંધાય. જેમણે દેવાયુષ્યને બંધ કર્યો છે, તેઓ જરૂર દેવભવમાં જ જવાના. આવા છે તથા જેમણે ભૂતકાલમાં દેવપણું ભોગવ્યું હોય, એટલે જેઓ પાછલા ભવમાં દેવ હતા, ને હાલ મનુષ્યપણે અથવા તિર્યચપણે છે, તે જીવો પણ દ્રવ્યદેવ કહેવાય. એ ભાવેદેવ—દેવાયુષ્ય ભોગવનારા, દેવલેકમાં રહેતા દેવ ભાવેદેવ કહેવાય. વિશેષ બિના શ્રી ભગવતીવૃત્તિ વગેરેમાં જણાવી છે. ૨. ૩ પ્રશ્ન–શ્રી જિનેન્દ્રશાસનમાં મોક્ષને લાભ કઈ રીતે વર્ણવ્યો છે ? ઉત્તર–૧ જ્ઞાન, તપ અને સંયમ, આ ત્રણ પદાર્થોની એકઠી આરાધના કરવાથી મેટાનાં અવ્યાબાધ સુખ મળે એમ આવશ્યક સૂત્રની નિયુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામિ મહારાજે કહ્યું છે. આત્માની સાથે ના કર્મરૂપી કચરે ચડે છે. તેને આવતાં રેકવાને માટે સંયમની સાત્વિક સાધના જરૂર કરવી જોઈએ. અને જૂને કચરે દૂર કરવાને માટે એટલે ભૂતકાળમાં મિથ્યાત્વાદિ હેતુઓને સેવીને આ જીવે જે કર્મો બાંધ્યાં છે તેને દૂર કરવાને માટે તપશ્ચર્યાની સાધના જરૂર કરવી જોઈએ. આવું જણાવનાર-સમ્યજ્ઞાન (નિમલ જ્ઞાન) છે. માટે જ જ્ઞાનને પ્રકાશક કહ્યું છે. એટલે સંયમ તપ વગેરેનું સ્પષ્ટ-નિર્દોષ For Private And Personal Use Only
SR No.521587
Book TitleJain_Satyaprakash 1943 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy