________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
નિહનવવાદ
[૧૭]
-
-
-
-
સુખાનુભવથી કે તેવા કોઈ પણ પ્રસંગથી આકુલ થયેલ માનવ પોતાની ચાલુ પ્રકૃતિસમતા અને સમજ-ગુમાવી બેસે છે અને અર્થને અનર્થ કરી દે છે તેમ આર્ય ગંગાચાર્ય પણ તાપની આકુળતાથી એક વિપરીત વિચારણામાં ફસાઈ પડયા. તેમને વિચાર આવ્યો કે પ્રત્યક્ષપ્રમાણથી બલવત્તર પ્રમાણ અન્ય કોઈ નથી. શાસ્ત્રનું કોઈ પણ વિધાન પ્રત્યક્ષ વિરુદ્ધ ન હોવું જોઈએ. ‘એક સમયે બે ઉપયોગ ન થઈ શકે એવું શાસ્ત્રનું કથન ભૂલભરેલું લાગે છે. શતતા અને ઉષ્ણતા (ઠંડીને ગરમી) એ બને અનુભવ મને અત્યારે એક સાથે જ થાય છે. શાસ્ત્રવચન આ પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ જાય છે. માટે નક્કી તે વિચારણીય છે. ગુરુજી પાસે જઈ તેનો ખુલાસો કરીશ. ગુરુ મહારાજ શ્રી પાસે પહોંચી તેમને દ્વાદશાવર્ત વન્દન કરી, ગંગાચાર્યો પ્રશ્ન કર્યો : “ગુરુજી ! એક સમયે બે ઉપયોગ ન હોય તેમાં શું હેતુ છે ?” - આર્યધનગુપ્તસૂરિજીએ ઉત્તર આપતાં સમજાવ્યું-–“અનુભવ જ કહી બતાવે છે કે એક સમયે બે ઉપયોગ ન હોઈ શકે. એક ઈન્દ્રિય દ્વારા મન અમુક એક વિષયમાં લીન થયું હોય ત્યારે બીજી ઈન્દ્રિયોને ગમે તેટલા વિષયો મળે તો પણ તે કન્દ્રિયો દ્વારા મન સહજ પણ જ્ઞાન ઉત્પન્ન કરાવતું નથી. તે શાથી નથી કરાવતું તેમાં કંઈ પણ હેતુ અવશ્ય હોવો જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થવાની સર્વ સામગ્રી છતાં જ્ઞાન નથી થતું, માટે મનનો એવો સ્વભાવ છે કે એક સાથે જુદાં જુદાં બે જ્ઞાન ઉત્પન્ન કરાવી શકતું નથી.”
ગંગાચાર્યે ફરી કહ્યું—“ગુરુજી ! અનુભવથી આપ મનનો એવો સ્વભાવ માનવા કહો છો પણ એથી વિપરીત અનુભવ થતો હોય ત્યારે શું ? વળી એક ઈન્દ્રિયથી એક વિષયનું જ્ઞાન થતું હોય ત્યારે બીજી ઈન્દ્રિયોથી કેમ નથી થતું? તેના ઉત્તરમાં એમ પણ કહી શકાય કે બીજી ઇન્દ્રિયોથી જ્ઞાન તો થાય જ છે, પણ એ એટલું પ્રબળ નહિ હોવાને કારણે એક ઇન્દ્રિયથી થતા પ્રબળ જ્ઞાનમાં ઢંકાઈ જાય છે. સૂર્યને ઉદય હોય ત્યારે તારાઓ નથી હતા એમ નહિ, પણ સૂર્યની પ્રભામાં તે અંજાઈ ગયા હોવાથી દેખી શકાતા નથી. તેમ અન્ય ઇન્દ્રિયોથી થતાં જ્ઞાન વ્યક્તપણે અનુભવી શકાતાં નથી, પણ થતાં તો હોય જ છે. માટે એક સમયે બે ઉપયોગ માનવામાં વિરોધ શું છે?”
ગુરુજીએ કહ્યું :–“એક સમયે બે ઉપયોગ થતા જ નથી એવો સર્વને અનુભવ થાય છે. અને સર્વજ્ઞોએ પિતાના જ્ઞાનથી અવલોકીને એ પ્રમાણે સ્થિર કયું છે, તે બ્રમમાં ફસાયેલ, આપણું છદ્મસ્થાને વિપરીત અનુભવ શું કામ?
પણ ગંગાચાર્યને સંતોષ ન થે. તેમણે ફરી દલીલ કરી-–“ગુરુજી ! જ્ઞાનીઓનાં બીજાં સર્વ અનુભવો અને વચનો આપણું અનુભવન્તર્ક-યુક્તિ-સાથે મળતાં આવે છે, તે આ અનુભવ કેમ વિપરીત જાય છે માટે આ વચનમાં કંઈક ભ્રમ થયો હોય એમ કેમ ન કહી શકાય ? ”
ગુરુજી બોલ્યા “સર્વાના વચનમાં બ્રમ ! એ શું ? મને શું છે ? કેવું છે કે કેટલું છે ? એ તો સપૂર્ણ જોવાની કે જાણવાની આપણામાં તાકાત નથી. સમય કેટલે સૂક્ષ્મ
૧. આંખ મીચીને ઉઘાડીએ તેટલામાં અસંખ્યાતા સમય થઈ જાય છે. નિમેષ માત્રમાં વિજળી હોરે માઈલ દર જાય છે. સ્થલ પુદગલોની ગતિ હંમેશા ક્રમસર થાય છે એટલે મધ્યમાં જેટલા માઇલ થાય, તે માઈલના જેટલા ફર્લાગ થાય, ફર્ભાગના જેટલા શટ થાય, ફીટનાં જેટલા ઈંચ થાય,
For Private And Personal Use Only