________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
જેનધમી વીરેનાં પરાક્રમ
[ ૧૨૩]
=
થતો ત્યાં તેઓ સ્વફરજ અદા કરવામાં જરા પણ ન્યૂનતા દાખવતા નહીં. એમનાં કાર્યોને બાજુ પર રાખીએ તે ગુજરાતનો ઇતિહાસ લુણ વિહુણા ભજન સમ નિરસ લાગે! એમની નસોમાં દેશપ્રેમનું રક્ત વસંત ગતિએ દેડી રહ્યું હતું. તેઓ અહિંસાના ઉપાસક હતા. વિના કારણની હિંસા પ્રત્યે સખત અણગમે ને તિરસ્કાર. દાખવતા, આમ . છતાં પિતે શ્રાવક ધર્મના અનુયાયી હોઈ પોતાની દયા અને પૂજ્ય એવા સાધુની દયા વચ્ચે કેટલો ફરક છે એ બરાબર સમજતા. કયા સંજોગોમાં કેવું વર્તન રાખવું જોઈએ તેનું બરાબર તોલન કરતાં. એટલે જ એમના જીવનમાં વિસંવાદ જોવા નથી મળતો. સમયના જાણ એવા તેઓ હસ્તિપીઠ પર રહ્યા આવશ્યક ક્રિયા કરી શકતા અને શત્રુકટક સામે ચુનંદા સેનાપતિના અધિકારથી શસ્ત્રાની જમાવટ પણ કરાવી શકતા. વ્યવહારમાં અહિંસાની મર્યાદા કયાં સુધી છે એ જેમ જાણતા તેમ આત્મવ્યયમાં એ કેટલું મહત્ત્વનો ભાગ ભજવે છે એ પણ સારી રીતે સમજતા. તેઓ યુદ્ધે ચઢ્યા છે અને સમર ક્ષેત્ર પર ઘૂમ્યા છે એ આજે પણ ઇતિહાસનાં પાનાં ઉપર આલેખાયેલ છે. એ સંબધી જુદાં જુદાં રાસ, ચરિત્રો અને કથાનકે પ્રગટ-અપ્રગટ મેજુદ છે. આમ છતાં અહિંસાની શક્તિ અજોડ છે. સાચી શ્રેષ્ઠતા તો એ ઉમદા વસ્તુમાં જ સમાયેલી છે, એ નિતરૂં સત્ય યથાર્થપણે પિછાનતા હોવાથી જીવનના શેષ કાળે એ વીર આત્માઓ શરણે તો શ્રી વીતરાગના જ ગયા, અહિંસાના મૂર્તિમંત સ્વરૂપ સમા અરિહંત દેવનો જ સધિયારે શો , જેનધર્મનું જ અવલંબન ચહ્યું.
મહાન વસ્તુપાલના ચિત્રણમાં આ જાતની આડ કથા આલેખવાનું કારણું છે. આ ઉપર કહ્યા તે બધાના અને એવા બીજા પાત્રોના જીવનમાં દયાધર્મને તાણા–વાણ બરાબર વણાયેલો હોવા છતાં એ કાળને અનુલક્ષી તેઓ રાષ્ટ્ર પ્રત્યેના ધમ નથી ચૂકયા એ બતાવવું, તેમજ જૈનધર્મી મંત્રીઓના સમૂહમાં જેમનું નામ અંતમાં આવે છે એવા બંધુયુગલ વસ્તુપાળ-તેજપાળના જીવનની ઉડતી નોંધ લઈ આ લેખમાળા પૂર્ણ કરવી.
લેખમાળાના આછા પાતળા આલેખનો જોતાં સહજ જણાશે કે વર્તમાન કાળે જે સ્થાનોમાં જૈનધર્મના અનુયાયીઓ મોટા પ્રમાણમાં મોજુદ છે, એવા ગૂજરાત-મારવાડ કે મેવાડમાં પૂર્વે જેનો વિશેષ સંખ્યામાં હતાં એટલું જ નહિ પણ તેઓ પોતાના પ્રાંતની સ્વતંત્ર સ્થિતિ ટકાવવામાં અન્ય કામો માફક છૂટથી ભાગ લેતા. કાંટો પકડી જાણતા તેમ કટાર પણ વાપરી શકતા. અહિંસાના ઉપાસક છતાં કાયરતાના તેઓ ઉઘાડા શત્રુઓ હતા. નિષ્પક્ષ દૃષ્ટિથી જોનાર કે વિચારનાર આ ઉડીને આંખે વળગે તેવું સત્ય અત્યારે પૂર્વેના આલેખનોમાંથી જોઈ શકે છે અને તારવી શકે છે. વસ્તુપાલનું જીવન જોતાં એની રહી સહી શંકા પણ નાશ પામી જાય તેમ છે. તાજેતરમાં શ્રીયુત મેઘાણીએ “ગુજરાતનો ય ખંડ ૧ તથા ૨” નામક પુસ્તકમાં જુના પ્રબંધો પરથી ઈતિહાસના કાંટે તેલન કરી એ સંબંધી વિસ્તારથી ચિત્ર દોર્યું છે. આમ સામગ્રીના આટલા વિપુલ રાશિને નિહાળ્યા પછી પણ જૈન ધર્મની અહિંસાને કોઈ નિંદવા નીકળે તો એમ કહેવું જ પડે કે તે Fool's Paradise યાને મૂર્ખાઓના સ્વર્ગમાં વિચરે છે.
For Private And Personal Use Only