SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ શારીરિક વ્યાપારઉપવાથી શુદ્ધ ઉરચારણ આદિ અગિક ક્રિયા. (પાપડના વેપ વિના કાયિક, વાચિક અને માનસિક શુદ્ધ ભાવાલાસપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિનમસકારાદિ અક્ષરેનું શ્રવણ પણ અતિ કિલટ પાપોનો ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે, તે પછી તથા પ્રકારના અવધ સહિત, શુદ્ધ અને સ્પષ્ટ શબ્દોચ્ચારપૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન અને ચિન્તન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોના ક્ષયનું મહાન કારણ બને, તેમાં પૂછવું જ શું ? આજે પંચપરમેષ્ઠિનમસ્કાર ફળીભૂત ન થતો હોય કે તેને પ્રભાવ પ્રતીતિંગોચર ન બનતો હોય, તેમાં કારણ તેના અર્થનું અજ્ઞાન છે કે શ્રદ્ધા સંવેગાદિને અભાવ છે ? એનો નિશ્ચય ઉપરોક્ત નિરૂપણમાંથી મળી આવે છે. તથા પ્રકારના પશમના અભાવ અર્થને અવગમ એાછો વધતો હોઈ શકે છે, પરંતુ તે તેટલે બાધક નથી એટલે બાધક વિધાનો અભાવ–શ્રદ્ધા સંગાદિ ભાવોલાસને અભાવ છે. સોપશમના યોગે અને વગમ અધિક પણ હોય, છતાં જે વિધાન પ્રત્યે બેદરકાર હોય, તો તે ફળપ્રાપ્તિથી બેનશાબ રહે છે. સામાન્ય અર્થબોધવાનું પણ વિધાન પ્રત્યે કાળજવાળો આમ પાદિ ઉચ્ચ ફળોનો ભોક્તા બની શકે છે. આજે નવકારને ગણનારા અર્થજ્ઞાનહીન પણ તેને ગણ છે, માટે તેના ફળથી વંચિત રહે છે, એમ કહેવા કરતાં શ્રદ્ધાસંગન્યપણે તેને ગમે છે, માટે જ ફળથી વંચિત રહે છે, એમ કહેવું એ શાસ્ત્રદષ્ટિએ વધારે અનુકૂળ છે. શ્રદ્ધા “ તત પ્રWયઃ “આ તેમ જ છે એવો વિશ્વાસ અથવા “આ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ અને સંવગ મોક્ષાભિલાષા અથવા “આ જ આરાધન કરવા યોગ્ય છે એવું જ્ઞાન. ભાવોલ્લાસ માટે આ નતિનાં શ્રદ્ધા અને સંવેગની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી “પંચપરમેષ્ઠિનમસ્જિયા એ જ પરમાર્થ છે, એવી બુદ્ધિ ન થાય અને દુઃખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા માટે એ જ એક પરમ સાધન છે, એવું આંતરિક જ્ઞાન ન થાય, ત્યાસુધી–“અરિહંત એ બાર ગુણ સહિત છે અને સિદ્ધ એ આઠ ગુણ સહિત છે; આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાનિય મળીને બાર ગુણ ગણાય છે; અશોકક્ષ, સુરપુષ્પવૃષ્ટિ ઇત્યાદિ આઠ પ્રતિહાર્યોનાં નામ છે, અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઇત્યાદિ ચાર મૃલ અતિશયે કહેવાય છે; આઠ કરના ક્ષયથી સિદ્ધપરમાત્માને આઠ ગુણ ઉત્પન્ન થાય છે; આઠ કમની ઉત્તર પ્રવૃતિઓ (૧પ૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨), ઉદયમાં (૧૨૨), ઉદીરણામાં (૧૨) ય છે; બંધ. ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારે પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે અગર આથી પણ પાંચ પરમેષ્ઠી અને તેમના ગુણો સંબંધી સમાતિસુરમ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે તે પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શુન્ય છે તો ફળપ્રાપ્તિનો સર્વથા અનધિકારી છે. તથા પ્રકારના પરામાદિ સામગ્રીના અભાવે “અરિહંત પરમાત્મા એ મોક્ષમાર્ગને ઉપદેશક છે; સિદ્ધપરમાત્મા એ મોક્ષને પ્રાપ્ત થયેલા છે; મોક્ષ એ અનંત સુખનું ધામ છે, જન્મમરણુદિ ક ભૂખતૃષાદિ પકાઓનું ત્યાં નામનિશાન નથી; દુઃખનું સ્થાન ચાર ગતિરૂપ સંસાર છે; આધિ વ્યાધિ અને ઉપાધિથી તે ભરપૂર છે; જ્યાં સુધી એ સંસાર પરિભ્રમણ મટે નહિ ત્યાં સુધી દુ:ખનો અંત આવે નહિ; અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તે જેવું છે; પોતે પુરુષાર્થથી For Private And Personal Use Only
SR No.521584
Book TitleJain_Satyaprakash 1942 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy