________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચપરમેઠિનમસ્કારને પ્રભાવ આજે છે કે નહિ ?
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભદ્રકવિજ્યજી, અહમદનગર.
આ પ્રશ્નનો ઉત્તર આપવો કઠિન છે. શાસ્ત્રોમાં પંચપરમેષ્ઠિનમસ્કારને મહિમા ઘણો મોટો વર્ણવ્યું છે. એને સર્વમંત્રરત્નનું ઉત્પત્તિ સ્થાન કહ્યું છે. એને સર્વ શાસ્ત્રોની આદિમાં ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. એના એકેક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના રસને ઘાત થાય છે, એમ ફરમાવ્યું છે. સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના સર્વ પરમપિઓ અને મહષિઓને પ્રણામરૂપ હોવાથી એ મહામંગલ સ્વરૂપ છે, એમ જોરશોરથી પ્રતિપાદન કર્યું છે. પંચપરમેષ્ઠિનમસ્કૃતિને આ લોક અને પરલેકમાં અનેક પ્રકારના વાંછિતો પૂરા પાડનાર તરીકે વર્ણવેલ છે. અને આપનાર પણ તે જ છે. કામને આપનાર પણ તે જ છે, અને આરોગ્યને આપનાર પણ તે જ છે. અભિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. પરલેકમાં સિદ્ધિગમન અથવા દેવકગમન, અથવા શુભ કુળમાં આગમન અથવા બોધિલાભનું કારણ પણ એને જ કહેલ છે. સર્વ સુખને પ્રયોજક અને સર્વ દુ:ખને ઘાતક પણ પંચપરમેષ્ઠિનમસ્કાર છે, એમ તે તે સ્થળોએ સાફ શબ્દમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે. તે પછી આજે એથી વિપરીત કેમ ? એ પ્રન સહેજે ઉત્પન્ન થાય છે. એને ઉત્તર પણ ભગવાન હરિભદ્રસુરિજી આદિ સુપિંગોએ સ્પષ્ટ શબ્દોમાં આપેલ છે. ધોળબિન્દુ' નામના ગ્રંથરત્નમાં તેઓશ્રી ફરમાવે છે કે
“અક્ષયમવૈતત , પ્રામા વિધાનતા નીતું પાવાદઃ, ચાર્મિદામઃ |
સિદ્ધયોગી એવા તીર્થકર ગણુધરાદિ મહાપુએ “ગ” એવા બે અક્ષર પડ્યું વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના માટે થાય છે, એમ ફરમાવેલ છે.
એ જ લેકની પજ્ઞ ટીકામાં તેઓશ્રી ફરમાવે છે કે
“કાલયમવિ લિંગ પુનઃ નિમરાવી ને નારાજરા શાર્થઃ | ઇતત : इति शब्दलक्षणं श्रयमाणमाकर्ण्यमानम् । तथाविधार्थाऽनवबेोधेऽपि, ‘विधानते।' विधानेन, श्रद्धासंधेगादिशुद्धभावोल्लासकरकुडमलयोजनादिलक्षणेन । गीतमुक्तं पापक्षयाय, मिथ्यात्वमोहाद्यकुशलकर्मनिर्मूलनायोन्वैरत्यर्थम् । कैर्गीतमिन्याह योगसिद्धैः' योगः सिद्धो निष्पन्नो यषां ते नथा, तैर्जिनगणधरादिभिः ‘महात्मभिः' प्रशस्तभावैरिति ॥"
બે એક્ષર પણ પંચનમસ્કારાદિ અનેક અક્ષરે માટે તે કહેવું જ શું ? પગ એવા બે અક્ષર સાંભળતાં, તેવા પ્રકારના અર્થનું જ્ઞાન ન હોય તે પણ, વિદ્યાનપૂર્વક શ્રદ્ધા સંવેગાદિભાવ ઉલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂર્વક, મિથ્યાત્વમોહનીયાદી અશુભ કર્મના અત્યંત નિર્મુલન માટે થાય છે, એમ નિષ્પન્ન યોગી એવા શ્રી જિન ગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાત્મપુરુષોએ ફરમાવેલ છે.
ભગવાન હરિભદ્રસૂરિ મહારાજનું ઉપરોકત નિરૂપણ ફરમાવે છે કે શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારાદિ અનેક અક્ષરો નહિ કિન્તુ શ્રી જિનવચનાનુસારી ધોગ એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપ માટે થાય છે. શરત એટલી જ કે તે વિધાનપૂર્વક હોવું જોઈએ, અને વિધાન એટલે શ્રદ્ધા સંવેગાદિ માનસિક ભાવ અને કરકુમલજનાદિ
For Private And Personal Use Only