SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] શ્રી પ્રભાનંદસૂરિ [૫૮૫] • • + + + + , , , , , , , , , , , અભયદેવસૂરિ [ સ્વર્ગવાસ એ ૧૧૩૫ ] જિનવલ્લભસૂરિ [ સ્વર્ગવાસ સં. ૧૧૬૯ ] જિનશેખરસૂરિ પદ્મચંદ્ર વિજયચંદ્ર અભયદેવસૂરિ [ ‘નાતવિઝા' કાવ્યરચના સં. ૧૨૭૮ ] દેવભદ્રસૂરિ [ પ્રતિષ્ઠાલેખ સં. ૧૨૭૬, ૧૩૦૨ ] પ્રભાનન્દસરિ શ્રી અભયદેવસૂરિ નવાંગવૃત્તિકાર પ્રવચનિક સુવિહિત આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે.ર તેમણે સેઢી નદીને કંઠે થાંભણ ગામ પાસે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા “જ્ઞાતિpx” તાત્રથી પ્રગટ કરીને સ્તંભતીર્થની સ્થાપના કરી હતી. તેમણે નવાંગવૃત્તિ ઉપરાત gશ્વારા આદિ અનેક પ્રકરણ ગ્રન્થ પર વિવરણ લખ્યાં અને કાળામરીરિ આદિ પ્રકરણની રચના કરી હતી કર્ણ રાજાના રાજ્યકાળમાં, પટ્ટાવલીઓ મુજબ સં. ૧૧૩૫ માં અને બીજા મત પ્રમાણે સં. ૧૧૩૯ માં, તેમનો સ્વર્ગવાસ થયે. તેમના શિષ્ય શ્રી જિનવલ્લભસૂરિ તે ખરતરગચ્છીય પટ્ટાવલિઓમાં કથિત ભગવાન મહાવીરસ્વામીથી ૪૩મા પટ્ટધર અને “યુગપ્રધાન પદધારી જણાવ્યા છે તે જ છે; યદ્યપિ અભયદેવસૂરિ અને જિનવલ્લભસૂરિ ખરતરગચ્છીય હવા સંબંધમાં વિદ્વાનો એકમત નથી. तेमणे पिण्ड विशुद्धि प्रकरण, गणधरसार्धशतक, आगमिकवस्तुविचारसार, कर्मादिविचारसार, सूक्ष्मार्थविचारप्रकरण, वर्धमानस्तव ६ अथो स्याने પિતાની વિદ્વત્તાની પ્રતીતિ કરાવી. સં. ૧૧૬૭ માં તેઓ સ્વર્ગસ્થ થયા. ત્યારપછી લગભગ એક જ સદીમાં ક્રમશઃ જિનશેખરસૂરિ, પદ્મચંદ્ર, વિજયચંદ્ર અને અભયદેવસૂરિ–એમ ચાર પરંપરા વીતી જતાં દેવભદ્રસૂરિ થયા. કિજિયા સુfor ના ભા. ૧ ના પૃ. ૧૧૮ મા પર કીરગ્રામને એક જેન શિલાલેખ વિવેચન સાથે ડે. બુહલરે પ્રગટ કર્યા છે. તેમાં શ્રી જિનવલ્લભસૂરિ સંતાનીય અભયદેવસૂરિના શિષ્ય શ્રી દેવભદ્રસૂરિને ઉલ્લેખ છે. આ દેવભદ્રસૂરિ પ્રસ્તુત વૃત્તિકારના ગુર દેવભદ્રસૂરિથી ભિન્ન નથી. આ દેવભદ્રસૂરિએ સં. ૧૨૯૬ ના ફાગણ વદિ ૫ ને રવિવારે કીગ્રામમાં શ્રી મહાવીરજિનની પ્રતિષ્ઠા કરી હતી. વળી સં. ૧૩૦૨ ના માર્ગશીર્ષ વદિ ૯ ને શનિવારે આદિનાથબિબની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ પણ મળે છે. ૫ આમ પ્રભાનંદસૂદિના ગુરુ શ્રી દેવભદ્રસૂરિ તેમની સદીમાં થયા તેથી તેમના શિષ્ય પ્રભાનંદસૂરિના સત્તાકાળ તે જ સમયનો નિર્વિવાદ સિદ્ધ થાય છે. - પ્રભાનંદસૂરિ રુદ્રપલીય ગચ્છના હતા. આ રુપલ્લીયગચ્છની સ્થાપના શ્રી જિન૨. જુઓ કમાવવરિત અન્તર્ગત કામવરઝવ. ૩. “થંભણપુર” અને “ખંભનયરી” એ બંને જુદાં જ ગામો હતાં, એ સંબંધનું વિવેચન શ્રી - રત્નમણિરાવ ભીમરાવ કૃત વંમાતને રૂતિદાસ પૃ૦ ૧૬-૧૭ માં જુએ. ૪. જુઓ જૈન સાત્વિ સંશાધા ખંડ ૨. અંક ૧, પૃ. પપ. પ. જુઓ પ્રાચીન જૈન શૈવસંપ્રદ્ ભાગ ૨, ૫૦ ૧૩૭. For Private And Personal Use Only
SR No.521582
Book TitleJain_Satyaprakash 1942 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy