SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધમી વીરેનાં પરાક્રમ [ પ૭૭ ] - અને ઉત્કર્ષ માં ફાળો આપતા ચાલ્યા આવ્યા છે એને આ વંશજ એકાએક કાવત્રાબાજ શા સારૂ નીવડે ? મંત્રીપદમાં કંઈ ઊણપ હતી કે જેથી રાજ્યપલટો આણવા તૈયાર થાય ? નીતિકારે સાચું જ કહ્યું છે કે રાગાંધની દશા તો ઘુવડ અને કાગડા કરતાં પણ અતિ ખરાબ હોય છે, કેમકે ઘુવડ તે માત્ર દિવસે જઈ શકતું નથી જ્યારે કાગડો માત્ર રાતે નથી જોઈ શકતો પણ રાગથી અંધ બનેલ આદમી નથી તો દિવસે જોઈ શકતો કે નથી તે રાત્રે દેખી શકતો. પાસે બેસનારા હાઆઓ પર જે સ્નેહ રાજાને બંધાઈ ચૂક્યો હતો એના પર મુસ્તાક રહી, વાત ખરી માની એકદમ તેણે કરમચંદને પકડવાનો હુકમ કર્યો, એટલું જ નહિ પણ પકડીને મારી નાખવાની આજ્ઞા પણ સાથે જ આપી દીધી ! મોગલાઈ જમાનાની જહાંગીરી એ કાળે મોગલ દરબારમાં શરૂ થઈ નહોતી, કેમકે એ વેળા મહાન અકબરશા ગાદી પર હતો. પણ દેશી રાજ્યોમાં તે ઘણી જગ્યાએ રાજા બોલ્યા એટલે ભગવાન બોલ્યા એમ મનાતું! “શેઠ કહે સાગરનું પાણી મીઠું છે તે હાજી હા ” નો યુગ હતો ! સાચું કહેનારને મરણ મુઠ્ઠીમાં રાખીને ફરવું પડતું ! ઉપર જોયું તેમ રાયસિંગે જે કડક ફરમાન કહાડયું એની ગંધ કરમચંદને ગાઢ મિત્રો દ્વારા આવી. મુસદ્દી કરમચંદ એ જાણ્યા પછી બીકાનેરમાં પાણી પીવા પણ થજો નહીં. ટૂંક સમયમાં એ પિતાના કુટુંબ સહિત, જે કંઈ લઈ શકાય તેવું હતું તે લઈ છુપી રીતે દિલ્હી તરફ સિધાવી ગયો. અકબરશા પાદશાહ બીજા રાજાઓની જેમ કાચા કાનનો નહતો, એને માણસની પિછાન હતી. મંત્રીશ્વરની વાત સાંભળ્યા પછી તરત જ એને લાગ્યું કે આવા દક્ષ અને અનુભવી માણસને હાથમાંથી જવા ન દે. એ જ્યારે ચાલી–ચલાવીને પિતામાં વિશ્વાસ રાખી આવ્યો છે ત્યારે એને શોભે એવા માન-અકરામ સહિત આશ્રય આપવો. બાદશાહે કરમચંદ તરફ સંપૂર્ણ માયા દાખવી એટલું જ નહિ પણ એને છાજે તેવા મન સહિત પિતાના દરબારમાં રાખ્યો. અકબરશાની નજરમાં દિવસ જતાં કરમચંદનું સ્થાન ઊંચે ને ઊંચું થવા લાગ્યું અને થોડા સમયમાં તો એ બાદશાહનો માનીતે સલાહકારક થઈ પડે. જ્યારે રાયસિંગના જાણવામાં આવ્યું કે કરમચંદ મંત્રી તેને હાથતાળી આપી દિલ્હી પહોંચી પણ ગયો ત્યારે એને ઘણું જ ખોટું લાગ્યું ! પોતાની સત્તા માટીમાં મળતી જણાઈ ! ઉતાવળ ને આવેગમાં દાઝયા પર ડામ દેવા જેવું કર્યું. તેણે કાઈબી રીતે એના પર વેર લેવાનાં શપથ લીધાં ! • એક કવિએ ગાયું છે કે આપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી ! પણ સાથે પિતાની સાહેલીઓને પણ લેતી આવે છે ! રાયસિંગની બાબતમાં પણ એ જ એક બનાવ બન્યો એથી એણે કરમચંદ સામે જે વેર બાંધ્યું હતું એમાં વધારો થયો ! સન ૧૫૯૭માં રાયસિંગ પોતાની ભાટનેર (Bhatner) રિયાસતમાં કાર્યો હતો એવામાં અકબરશાના સસરા નાશીરખાનની ત્યાં પધરામણી થઈ. આ માનવંતા પરિણાની ખાતર બરદાસ્ત સારૂ રાયસિંગે પિતાના સરદાર તેજા બાગોર (Taja Bagor) ને નિ. કોણ જાણે કેવા મુદ્દાથી બન્યું તે કુપવું મુશ્કેલ છે, પણ બન્યું એવું કે તેજા બાગોરે નાશીર For Private And Personal Use Only
SR No.521582
Book TitleJain_Satyaprakash 1942 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy