________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૭
તેમના ચરણકમળમાં ભ્રમર સમાન થયેલા તેમના શિષ્ય) શ્રી ક્ષેમકતિ૮ ગુરુ અહીં તેમની સેવા કરતા હતા. શ્રી કલ્પસૂત્ર ઉપલ વિવરણની રચના કરનાર જે (ક્ષેમકીર્તિ સૂરિજી)ના ચરણોમાં ચિંતામણિ આળોટતે હતો. ર૨.
તેમની પાટરૂપી આકાશમાં ચંદ્રમા સમા અને અમૃતના ઘડા જેવા હેમકલશ૯ મુનિ હતા, જેમની વાણી સાંભળીને કર્ણાવતીનો રાજા સારંગદેવ પ્રસન્ન થયો હતો. ૨૩.
૧૬૭–૧૬૮. વળી દેવેન્દ્રસુરિત ગુનારત્રની પ્રાન્ત પ્રશસ્તિમાં દેવભદ્રાણિના શિષ્ય જગઐરિ અને તેમના શિખ્ય દેવેન્દ્રસૂરિ તથા વિજચંદ્ર હતા એ ઉલ્લેખ છે. જુઓ વનસ્પપ્રાગૈનમાઇgiાથ પૃ૨૦૮. જ્યારે પુર્વાવમાં દેવેન્દ્રસૂરિ અને વિજયચંદ્રને જગચંદ્રસૂરિના શિષ્ય જણાવ્યા છે. ઉલટું દેવભદ્રગણિ જગચંદ્રને ગુરુની માફક માનતા હતા. જુઓ જીવટી મૃ. ૧૦૧, ૧૦૩. આમ જુદી જુદી પ્રશસ્તિઓ અને પટ્ટાવલીઓમાં જુદી જુદી પરંપરા મળે છે. '
આ વિજયચંદ્ર ગ્રહસ્થાવસ્થામાં ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીવર્ય શ્રી વસ્તુપાલના હિસાબ લખનાર મહેતા હતા. મંત્રી ગુનામાં આવતાં તેમને કારાગૃહમાં નાખ્યા. ખંભાતમાં વસ્તુપાલ પાસે તેમની પત્ની અનોપમાદેએ તેમને કારાગૃહમાંથી મુક્ત કરાવી દીક્ષા અપાવી; અંતે અચાર્ય પદ પણ તેમણે અપાવ્યું હતું. જગચંદ્રસૂરિ અને દેવભદ્રગણિના સ્વર્ગસ્થ થયા પછી દેવેન્દ્રસૂરિ માલવામાં વિચરતા હતા. અને વિજયચંદ્ર ખંભાતમાં હતા. દેવેન્દ્રસૂરિને ખંભાત બોલાવવામાં આવ્યા. તેઓ કારણવશ તે સમયે આવી ન શક્યા. સ્તંભતીર્થમાં શ્રી સંઘે વિજયચંદ્રને ગણધર પદે સ્થાપ્યા તેથી બંને વચ્ચે મતભેદ થશે. તે પછી દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા. અને લધુ પિલાળમાં ઊતર્યા તેથી હેળકલશ આદિ સાધુઓએ | વિજયચંદ્રના સમુદાયને વૃદ્ધ પૌષાલિક કહ્યો અને દેવન્દ્રસૂરિના સમુદાયને લઘુ પૌષાલિક. એ પ્રમાણે બંને ખ્યાતિમાં આવ્યા. જુઓ જૈન ગૂગર ઋવિ ભા. ૨ પૃ૦ ૭૩૧ માં આપેલ વૃદ્ધ વૌવાઢિ તાપટ્ટાવટી. આ પટ્ટાવલીમાં વિજયચંદ્રને પટ્ટધર કહ્યા છે કારણ કે મૂળ પટ્ટાવલીમાં ૩૮ સર્વદેવસૂરિ છે. પછી આ પટ્ટાવલીમાં ૩૯ મા ધનેશ્વરસૂરિ, ૪૦ ભુવનચંદ્રસૂરિ, ૪૧ દેવભદ્રસૂરિ અને ૪૨ મા જગચંદ્રસૂરિ છે. આ વિચિત્ર મોટા ઉપાશ્રયમાં એક સાથે ઘણાં ચોમાસા ગાળ્યાં અને કડક આચારમાં થોડો ઘણે શિથિલ માર્ગ દાખલ કર્યો. જુઓ જૈન સાત્વિનો સંક્ષપ્ત તાસ પૃ. ૪૦૦, પારા ૫૭૭.
૮ શ્રી ક્ષેમકીતિ વિજયચંદ્રસૂરિના પટ્ટધર હતા. તેમણે સં. ૧૩૩૨ના જેઠ સુદ ૧૦મીએ ૪ર૦૦૦ શ્લોક પ્રમાણુ (આદિના ૪૬ ૦૦ શ્લેક મલયગિરિકૃત વૃત્તિ અને બાકીનાની પિત) વૃદત્રત્ર પર વૃત્તિ રચી. જુઓ ગુર્વાસ ક્ષેત્ર ૧૪૦-૪૧. વળી પછીસંવત્સર નામનો ગ્રંથ પણ તેમણે લખ્યો છે. જુઓ પત્તનWત્રામા/I/રીયસૂત્તિ પૃ. ૩૫૦. તેઓએ રાજસભામાં વાદીઓને જીત્યા હતા. તેમણે વૃત્વલ્પસૂત્ર ઉપરની વૃત્તિની પ્રશસ્તિમાં “વિજયચંદ્રસૂરિના ગચ્છનો ભાર તેમના ત્રણ શિષ્ય ૧ વસેન, ૨ પાચંદ્ર અને ૩ ક્ષેમકતિ વેહતા હતા, એમ ઉલ્લેખ કર્યો છે.
૯. શ્રી હેમકલશ શ્રી ક્ષેમકીર્તિની પાટે આવ્યા. ગૂજરાતના તે વખતના મહારાજા
For Private And Personal Use Only