________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૦૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વિષ ૭
બીકાનેર રાજ્યના ઈતિહાસમાં બચ્છાવત કુટુંબે ના સુનો ભાગ નથી ભજવ્યું, એ ઉપરની વાત પરથી સહજ પુરવાર થાય છે. ધર્મ જૈન હોવા છતાં અને અહિંસાના અણમૂલા સિદ્ધાંતનું પાન ગળથુથીમાં કરવા છતાં, સમયે પ્રાપ્ત થયે આ કુટુંબના નબીરાઓએ જે શૂરાતન ને ટેક દાખવ્યાં છે તે જૈનધર્મનું ગૌરવ વધારે તેવાં તે છે જ, તે ઉપરાંત જેઓ વારંવાર અહિંસાધમી જૈનોના શિરે નમાલાપણાને ટોપલે ઓઢાડવા સારૂ કલમ ચલાવવાનો ધંધે લઈ બેઠા છે તેમને સચેટ લપડાક લગાવે તેવો પણ છે જ. એ સારાયે બનાવનું નિષ્પક્ષપણે અવલોકન કરવાથી સહજ જણાઈ આવે તેમ છે કે અહિંસા એક અદ્દભુત વસ્તુ છે અને એનું પાન કરનાર બાયેલા કે નમાલા નથી બનતા. જેમ દયાને ઉપદેશ આત્મિક શ્રેય અર્થે મહત્ત્વનું છે તેમ સંસારમાં પણ એની અગત્ય ઓછી નથી જયથાર્થ પણે જેના હૃદયમાં એ પરિણમે છે એને શસ્ત્ર કે અસ્ત્રની જરૂર રહેતી જ નથી. એટલે અંશે જે આત્મા રંગાયેલા નથી હોતા, છતાં એના પાન સાથે સ્વમાન અને સ્વફરજના બેધપાઠ કે ત્યાગ અને પરમાર્થનાં શિક્ષાપાઠ શ્રવણું કરવાના અને ઉચિતપણે પચાવવાના પ્રસંગો જેમને પ્રાપ્ત થયેલા હોય છે તેઓ કદાચ નિઃશપણે ઉઘાડી છાતીએ લડતા ન જોઈ શકાય, પણ ઉક્ત ગુણના સંરક્ષણ નિમિત્તે શએ પકડી ઝૂઝતા જેવાનાં દશ્યો તે સંખ્યાબંધ ટાંકી શકાય. બીકણ કે કાયર બની ભાગી જનારા કે ઘર પકડી બેસી રહેનારામાં એમનાં નામે હરગીજ નથી.
બહાદુરીના અનેક પ્રસંગે જતાં કરી, કઈ રયો ખો પ્રસંગ ખૂણે-ખાંચરેથી શોધી લાવી પુનઃપુનઃ એના પર રંગના છાંટણું છાંટયા કરવા અને સત્યનો અપલાપ કરે એ સમજુનું કર્તવ્ય ન જ ગણાય. એ જાતનું કાર્ય કેટલું બેટું અને નિવ છે એ વાત બચ્છાવત વંશને અહેવાલ સ્વયંમેવ ઉચ્ચારે છે. .
બછાવત વંશની મહત્તા જે મૂળ પુરુષને આભારી છે તેમનું નામ બછરાજ. મારવાડની બોથરા જાતિનું લેહી એની નસમાં વહેતું હતું કે જે જાતિ જાલેરના રાજ સામન્તસિંગ ચેહાણના વંશમાંથી ઉતરી આવેલી હતી. મન્ડોરના રાવ રીધમલની નોકરી સ્વીકારી એણે રાજકારણમાં પ્રવેશ કરવાના શ્રીગણેશ કર્યા. પોતાની ચતુરાઈથી અને ભાગ્યદેવીની અનુકુળતાથી જોતજોડામાં તે દીવાનના અધિકારે પહોંચી ગયો. ત્યારે રીધમલનું તેના એક સગા દ્વારા ખૂન થયું ત્યારે એની ગાદી કોને આપવી એ સત્તા બચ્છરાજના હાથમાં હતી અને એણે તરત જ રીધમલના વડિલ પુત્ર “ધ ને મોવર બોલાવી રાજા તરીકે જાહેર કર્યો. થોડો સમય જતાં જે ધ'ના પુત્ર બીક ને પિતાની શક્તિના બળે નવું રાજ્ય સ્થાપવાનો કેડ થયો અને તે મન્ડરની ઉત્તર બાજુએ નિકળી પ. બછરાજે એની ઉક્ત અભિલાષામાં સાથ પૂર્યો. આ જાતના સાહસમાં “બીકા’ની શૂરવીરતાનાં જેમ દર્શન થાય છે તેમ બચ્છરાજની દીર્ધદર્શિતાનાં પણ દર્શન થાય છે. આ પગલાથી જ બંછોવતવંશની ઉન્નતિ અને પ્રખ્યાતિને આરંભ થયો. “બીકા 'ના નસીબે યારી આપી. અંગ્લના સાંલાસને હરાવી આરંભમાં જ કેટલાક મુલક એણે મેળવ્યો અને એની પશ્ચિમ દિશામાં કૂચ ચાલુ રાખી. ભટ્ટીઓ પાસેથી ભાગર (Bhagore) જીતી લીધું. પિતાનું બાપીકું સ્થાન મેન્ડર છોડયા પછી લગભગ ત્રીશ વર્ષના પરિશ્રમે સન ૧૪૮૮ માં એણે પિતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને મુખ્ય શહેર તરીકને
For Private And Personal Use Only