________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધામ વીરોનાં પરાક્રમ - લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાસી
(ગતાંકથી ચાલુ) રતનસિંગ ભંડારી (૨) વિરમગામના અધિકારી ભાવસિંગને રતનસિંગ ડે મેળ ન હતો એ વાત છૂપી નહતી, કેમકે તે મારવાડીઓને ધિક્કારતા હતા. એક તરફ તિરસ્કાર અને બીજી તરફ વેર વાળવાની વૃત્તિએ તેને પિતાના ઉપરી અધિકારી પ્રત્યે બહુમાન રાખવાની ફરજ ભુલાવી. તે મરાઠા નાયક સાથે મળી ગયું અને એ મરાઠા નાયકને તેણે છૂપી રીતે શહેરમાં દાખલ થવા દીધો. આ રીતે મરાઠા નાયક દામાજીએ વીરમગામને કબજે લઈ લીધે અને મારવાડી વહીવટદાર કલ્યાણને હાંકી કહાયે. અને એને બદલે પિતાના વિશ્વાસુ માણસ રંગોજીને તેની જગ્યાએ મૂક્યો અને પોતે સોરઠ પ્રતિ આગળ વળે. ઈ. સ. ૧૭૩૬ની શાલમાં અર્થત કબજે લીધે તે પછીને વરસમાં જ રંગજી બાવળા સુધી આવી ગયે અને ત્યાં તેણે લૂંટ ચલાવી. રતનસિંગથી આ જોયું શી રીતે જાય? તરત જ તે સામે ગયા અને રંગેજીને વિરમગામ પાછા ફરવાની ફરજ પાડી. પુંઠ પકડીને તેને કેટલાક સામન પણ લઈ લીધે, છતાં તેને શહેરમાંથી કહાડી શકે નહીં. છેવટે તેણે વિરમગામને ઘેરે નાખે. દરમિયાન મરાઠાઓએ વીરતાભર્યો હલો આણે. દામાજીને ભાઈ પ્રતાપરાવ દશ હજાર ઘોડેસ્વાર લઈ સીધો અમદાવાદ તરફ ધસી આવ્યું. આ સમાચાર રતનસિંગને કાને પડયા પણ તેણે તે ખરા ન માન્યા. શત્રુ તરફ આ એક પ્રચાર તેણે ગણી લીધો ! પિતાનું મન જે વિરમગામને સર કરવામાં એકતાર બન્યું છે અને ખાઈઓ ખોદાઈ માત્ર કિલે સર કરવાનો પ્રયાસ આદરવાનો જ બાકી છે તે બીજી દિશામાં વાળવાને આ એક શત્રુપક્ષને દાવ છે એમ તેણે કયાંય સુધી માન્યું! પણ છેવટે તપાસના અંતે પ્રતાપરાવવાળી વાત સાચી ઠરી એટલે તે એકદમ વીરમગામને પડતું મેલી અમદાવાદ પાછો ફર્યો.
- ઈ. સ. ૧૭૩૭ના વર્ષમાં મહમદશાહની અભયસિંગ પ્રતિ કરડી નજર થઈ એટલે તેણે અભયસંગની બદલીમાં મોમીનખાનને ગુજરાતને સૂબો નિમે. આ ફેરફારની રતનસિંગને ખબર મળતાં જ તેણે પિતાના માલિક અભયસિંગને પિતાને કેવી રીતે આજ્ઞા બજાવવાની છે એ માટે પુછાવ્યું. “જે રતનસિંગથી બની શકે તેમ હોય તો મામીનખાનને સામનો કરવો ” એ જવાબ અભયસિંગ તરફથી આવ્યું. આ ઉત્તર મળતાં જ ભંડારી રતનસિંગની હિંમત બેવડી વધી ગઈ અને એણે મોમીનખાન સામે અમદાવાદનું રક્ષણ કરવાનો નિર્ધાર કર્યો. વર્ષાકાળ પૂરો થતાં જ નવા સૂબા મોમીનખાને અમદાવાદ સર કરવાની તૈયારી શરૂ કરી અને થોડા સમયમાં તે અમદાવાદ ઉપર ચઢી આવ્યા.
કર્નલ વોટર જણાવે છે તેમ ભંડારીએ જરાપણું હિંમત હાર્યા વગર શહેરને બચાવે છેવટ સુધી કરવાને દઢ નિશ્ચય જાહેર કર્યો. દામાજી ગાયકવાડ મોમીનખાન સાથે જોડાઈ ગયા. અમદાવાદથી ત્રણ માઈલ દૂર ઈસાનપુરામાં ઉભય વચ્ચે જાણે ખાસ જૂની મૈત્રી ન હોય એવો દેખાવ છે. આ જોડાણની ખબર રતનસિંગ ભંડારીને મળતાં જ ઘડીભર તે વિચારમગ્ન બની ગયું. પછી તેણે “શ શરુ કુત' એ મુસદીપણાની નીતિને આશ્રય લેવાને વિચાર કરી દામાજીને કહેવડાવ્યું કે મેડમીનખાને રંગજીને અમદાવાદની આસપાસને મુલક તથા ખંભાત છોડીને જે ચોથની આવક થાય છે તેને અર્ધો ભાગ તમને આપવાની કબુલાત આપી છે જ્યારે હું જે તમે મારી સાથે જોડાતા
For Private And Personal Use Only