________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] શ્રી. માંડવગઢની મહત્તા
[૭૩]. ...................................................................... નવ થઈને શ્રાપૂર્વીએ એક છે. એટલે હાલ ત્યાં આ પ્રતિમાજીઓ હેય કે તેઓએ બહારગામ કાઈને તે આપ્યાં હોય તે કહેવાય નહિ. બનતા સુધી બહાર અપાયાં છે. પણ ક્યાં અપાયાં છે તેની ચોક્કસ માહીતી ન હોવાથી હાલમાં ઉપરોક્ત પ્રતિમાજીએ ક્યાં છે તે જણાવી શકાય નહિ.
એ પ્રમાણે માંડવગઢછની લેખવાળી પ્રતિમાજીઓની વાત થઈ. આ સિવાયની બીજી લેખ વગરની તથા લેખવાળી માંડવની ઘણું પ્રતિમાજીઓ બહાર હશે, તે સહજે સમજી શકાય તેમ છે. ને તે માંડવગઢની ઉન્નતિના મોટા પ્રમાણરૂપ છે.
શ્રી માંડછના વિકાસનાં નિમિત્તે માંડવગઢને વિકાસ માળવાને અવલએ છે:
કોઈપણ વસ્તુને વિકાસ તેની આજુબાજુની પરિસ્થિતિને અધીન હોય છે. જેના મધ્યમાં તે રહેલ હોય તે જે વિકાસવાળું હોય તે પોતે પણ વિકસિત હોય છે ને તે કરમાયેલ સ્થિતિમાં હોય તો તે પણ કરમાય છે. સરેવર પાણીથી પૂર્ણ વિશાળ અને સ્વચ્છ હેય તે તેમાં રહેલ કમળ આદિ પણ વિશાળ અને વિકાસવાળાં હોય પણ જે સરોવર જ સુકાતું હોય તે કમળઆદિ કરમાય તેમાં નવાઈ શું! શરીરમાં કૌવત હોય તો હાથમાં બળ આવે અને હાથ સબળ હોય તે જ આંગળીમાં શક્તિ આવે માટે આંગળીને સશક્ત બનાવવી હોય અને કમળને વિકસિત જોવાં હોય તો પ્રથમ હાથ અને સરોવરને સબળ અને સરસ કરવાની કાળજી રાખવી જોઈએ.
એ જ પ્રમાણે કઈ દેશ કે કઈ સ્થળની ઉન્નતિ કે અવનતિ તે જેનું અંગ બનીને રહેલ છે તેની ઉન્નતિ અને અવનતિ ઉપર આધાર રાખે છે. માંડવગઢ હિંદુસ્તાનમાં ને તેમાં પણ માળવામાં આવેલ છે. એટલે જે હિંદુસ્તાન સશક્ત ને ઉન્નત હોય તે માળવા ઉન્નત હોય અને માળવાની ઉન્નતિને અધીન માંડવગઢનો વિકાસ અર્થાત પ્રથમની જેવી માંડવગઢની ઉન્નતિ તેના શરીર સ્વરૂપ હિન્દુસ્તાનની ઉન્નતિ ઉપર અવલમ્બી રહેલા છે. પરંતુ હિન્દુસ્તાનની ચાલ પરિસ્થિતિમાં પણ આબુ ગિરનાર વગેરે સ્થળો જેટલી પણ માંડવગઢની ઉન્નતિ કેમ નહિં? એને ઉત્તર એ છે કે આબુ ગિરનાર આદિ સ્થળો ગુજરાત સૌરાષ્ટ્ર આદિ હિન્દુસ્તાનના કેળવાયેલ સમજુ અને સમૃદ્ધ દેશમાં આવેલા હોવાને કારણે તેઓ વિકાસને અનુભવે છે. જ્યારે માંડવગઢ, માળવામાં આવેલ છે, અને માળવા કેળવણ, સમૃદ્ધિ, ને ઉન્નતિમાં પછાત છે. માળવાની પરિસ્થિતિ:
માળવાની આજુબાજુ કાઈ એવા વિકાસવાળે દેશ નથી આવ્યો કે જથાંનું વાતાવરણ સહેલાઈથી માળવામાં પહોંચી શકે. માળવામાં જવાને એક બાજુ મોટા મોટા પહાડ આવે છે ત્યારે બીજી બાજુ સે એક માઈલ સુધી ભિલાડ અને ઉજ્જડ પ્રદેશ આવે છે, અને તે કારણે માળવાને સાધુપુરૂષોને સમાગમ જોઈએ તે પ્રમાણમાં ઘણો જ અ૫ મળે છે. જો કે માળવાની પ્રજા ભોળી, શ્રદ્ધાવાળી અને ભકિતવાળી છે તે પણ તેનામાં નૈતિક ગુણોની ઘણું જ ખામી છે.
न लम्जा गूर्जरे देशे, भाषाऽसभ्या मरुस्थले । 'मेवपारे प्रमादित्रं, मालवे ले मताचयः ॥
For Private And Personal Use Only